________________
૧૬૪
કલશામૃત ભાગ-૬
“આબાળગોપાળ સૌને સદાકાળ...” અને સૌને એમ પાઠ છે. આહાહા. સમજાય છે કાંઈ? હમણા પહેલા શરૂઆતમાં કહ્યું હતું ને? પંડિતજી સાથે વાત કરતા હતા. કીધું, રાગ છે ને રાગ, રાગથી ભિન્ન પાડે તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય પૂર્ણને જાણે છે. રાગથી ભિન્ન કરે તો દૃષ્ટિ ત્યાં જાય છે. કેમકે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એટલું છે. પર્યાયનું, હોં! પણ રાગથી ભિન્ન થઈને પર્યાયનું લક્ષ (ત્યાં જાય તો એ પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવે છે તો લક્ષ ત્યાં દ્રવ્ય ઉપર જાય છે. શું કહ્યું? આવી વાતું છે, બાપુ મૂળ વાત છે આ તો, ભાઈ!
આવું કેમ થતું નથી? આબાળગોપાળને પર્યાયમાં આત્મા જાણવામાં આવે છે છતાં કેમ જાણવામાં નથી આવતો? કહે છે, રાગને વશ થઈને. બંધને વશાત. દષ્ટિ ત્યાં પડી છે. સમજાય છે કાંઈ? એ છે, જુઓ! “અનાદિ બંધના વિશે...' એમ ટીકા છે. અનાદિ બંધને વશ પડ્યો છે તો એની પર્યાયમાં શેય આવવા છતાં જાણતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આ તો આપણે ઘણીવાર વાત થઈ ગઈ છે પણ આ તો સહેજ એ વાત કરવી હતી કે રાગને વશ થાય છે તે કારણે પર્યાયમાં શેય જણાતું હોવા છતાં જાણી શકતો નથી અને ધર્મજીવ રાગથી જ્ઞાનની પર્યાયને ભિન્ન કરી તો એ પર્યાયમાં શેય-આત્મદ્રવ્ય જ જાણવામાં આવ્યું છે. ત્યાં ભિન્ન કર્યું તો દ્રવ્ય ઉપર તેનું લક્ષ ગયું. એ પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવ્યું છે. એ પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ, પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ. આ બાજુ પર્યાયમાં રાગ પણ આવ્યો નથી. રાગ આવ્યો નહિ તેમ દ્રવ્ય આવ્યું નહિ. પણ રાગથી ભિન્ન કરીને જ્ઞાનની પર્યાય પકડે છે ત્યાં એ પર્યાયમાં પર્યાયવાન જાણવામાં આવે છે ત્યાં દૃષ્ટિ જાય છે. તેનું જ્ઞાન થાય છે. અરે.! એવી વાતું છે, પ્રભુ આહાહા.! સમજાય છે કાંઈ?
આમાં તો આબાળગોપાળ પાઠ લીધો છે. છે? “અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં.” જોયું? આહાહા.! પોતે એટલે? સ્વય. આહાહા! કેમકે જ્ઞાનની પર્યાયનો... બાપુ! આ તો ધીરજની વાતું છે. આ કોઈ (કથા, વાર્તા નથી). જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનગુણ ત્રિકાળી છે તેનો પણ સ્વપપ્રકાશક સ્વભાવ છે પણ એ તો ધૃવરૂપ છે અને પર્યાયમાં પરિણમનમાં, જ્ઞાનની પર્યાયમાં સ્વપપ્રકાશક જાણવાની તાકાત છે, તાકાત છે તો પર્યાય સ્વને જાણે જ છે. આબાળગોપાળ બધાને, અજ્ઞાનીને પણ. પણ એની દૃષ્ટિ ત્યાં કેમ જાતી નથી કે, એ રાગને તાબે થઈ ગયો છે. પર્યાયમાં રાગ, વિકલ્પ (છે) તેનો કર્તા-ભોક્તા થઈને તેને તાબે થઈ ગયો છે. એને તાબે થઈને પર્યાયમાં દ્રવ્ય જણાય છે તો દ્રવ્ય પણ જાણ્યું નહિ અને જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું છે તેને પણ ન જાણ્યું. આહાહા.! આવું છે, બાપુ આ અંદરની વાતું છે. ઝીણી પડે પણ હવે (શું થાય? સમજાય છે કાંઈ? એ કહ્યું.