________________
૧૬૫
અહીંયાં કહે છે, ‘રળવેલનયો:' આહાહા..! એ બુદ્ધિ જ્યાં છૂટી ગઈ તો રાગથી જ્ઞાનની પર્યાય ભિન્ન થઈ, રાગથી ભેદજ્ઞાન થયું તો એ પર્યાયમાં જાણવામાં આવતી (સ્વ) ચીજ તો જણાતી હતી પણ એનું લક્ષ ત્યાં નહોતું એટલે જાણતો નહોતો, તો પર્યાય રાગથી ભિન્ન કરી, એ પર્યાયમાં શેય આખું દ્રવ્ય જણાતું હતું, તો આ પર્યાય શેયનું જ્ઞાન કરે છે (એમાં) પોતાનું પણ જ્ઞાન છે અને તેનું પણ જ્ઞાન છે, એવા સામર્થ્યની પ્રતીત આવતા દ્રવ્યની દૃષ્ટિ થઈ ગઈ. સમજાય છે કાંઈ?
કળશ-૧૯૮
મુમુક્ષુ ઃ- રાગ ઉપરથી લક્ષ છૂટે નહિ તો દૃષ્ટિ શી રીતે કરવી?
ઉત્ત૨ :– આ તો અનાદિથી રાગ ઉ૫૨ જાય છે. રાગથી ભિન્ન પાડે, પર્યાય ઉપ૨ લક્ષ જાય, રાગને ભિન્ન પાડે તો જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જણાય છે તો એ પણ જણાઈ ગયું કે પર્યાયનું આટલું સામર્થ્ય (છે). પર્યાયનું એટલું સામર્થ્ય છે કે અજ્ઞાનીને પણ પર્યાયમાં શેય આખું દ્રવ્ય જ જણાય છે. આહાહા..! અનાદિથી આબાળગોપાળને સૌને અને સદાકાળ એવો પાઠ છે. આહાહા..! સમજાય છે કાંઈ? આમ હોવા છતાં, એમ પાઠ છે ને? જુઓ! એમાં એવો પાઠ છે.
રાગ ને બંધને વશ. દૃષ્ટિ ત્યાં અનાદિથી (છે). અંદર ચીજ શું છે અને એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય શું છે તેની પ્રતીતિ કરી જ નથી. આહાહા..! મુનિવ્રત લીધા, બાહ્ય ત્યાગ કર્યા, બધી ક્રિયા (કરી). હમણા આવશે. પછીની ગાથામાં આવશે, કળશમાં આવશે. ૧૯૯ કળશમાં (આવશે). પણ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એટલું છે કે રાગને પોતાનો માને છે એ તો મિથ્યાબુદ્ધિ છે. આહાહા..! પણ એ જ્ઞાનની પર્યાય સ્વદ્રવ્યને પણ જાણે છે અને રાગને પણ, રાગમાં એકત્વ થયા વિના રાગને પણ જાણે છે. એવું પર્યાયમાં સ્વપપ્રકાશક સામર્થ્ય છે એવી પ્રતીતિ થતાં આખા શેયની પ્રતીતિ તેમાં થઈ ગઈ. આહાહા..! સમજાય છે કાંઈ? અને એ મિથ્યાત્વ ટળતાં સંસાર ગયો. એ અહીંયાં (કહે છે), મિથ્યાત્વ ગયું તો સંસાર ગયો. કારણ કે મિથ્યાત્વ એ જ સંસાર છે. આવ્યું છે ને છેલ્લે? આહાહા..! એ મૂળ ચીજની વાત છે. સ્થિરતા કેવી રીતે થાય એ તો પછી, પણ આ મૂળ ચીજ છે. આહાહા..! મૂળ ચીજની જ્યાં ખબર નથી ત્યાં (સ્થિરતા કેવી)? અને જે ચીજ જાણવામાં નથી આવી તેની શ્રદ્ધા કેવી? ગધેડાના શીંગડાં જેવી છે. જે ચીજ જાણવામાં નથી આવી તેની શ્રદ્ધા કેવી રીતે કરવી? આહાહા..!
પર્યાયમાં રાગથી જ્યારે એકત્વ કર્યું છે તો પર્યાયમાં શેય જણાતું હોવા છતાં તેની બુદ્ધિ રાગને વશ થઈ ગઈ છે. આહાહા..! તો એ નથી જાણતો સ્વને અને નથી જાણતો યથાર્થ ૫૨ને, સમજાય છે કાંઈ? અને રાગથી યથાર્થપણે ભિન્ન થઈને, રળવેવનયો:’ ભિન્ન થઈને એ આવી ગયું ને? ‘રાવેલનયોઃ અમાવાત્” છે ને? ‘સમ્યગ્દષ્ટિ જીવને મટ્યા છે...’ એ ‘વર્ળવેલનયો:’ મટી ગયું. આહાહા..! સૂક્ષ્મ છે. અંદર શલ્ય છે, એ મિથ્યા શલ્ય છે.