________________
૧૬૬
કિલશામૃત ભાગ-૬
બીજું બધું તો પછી, પણ એ રાગથી લાભ થશે, શુભરાગની ક્રિયા કરે છે તો મને લાભ થશે એવી એકત્વબુદ્ધિ છે એ મહામિથ્યાત્વ શલ્ય છે. એ કારણે તેની દૃષ્ટિ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાતો હોવા છતાં જાણી શકતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? શેઠજી ભાષા સમજાય છે? કોઈ વખતે થોડી થોડી ગુજરાતી આવી જાય. આહાહા...! સમજાય છે કે નહિ? શેઠના દીકરા છે ને આહાહા.! કેમ સમજાય એમ પૂછે છે. આહાહા.
અહીંયાં તો કહે છે કે, પર્યાયમાં–જ્ઞાનની પર્યાયમાં રાગનું રળવેદ્રનયો: જે છે એ જ મિથ્યાત્વ છે અને એ જ સંસાર છે અને જેનું મિથ્યાત્વ છૂટી ગયું. એ આવ્યું ને? જુઓ! મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદ્દશ છે. આહાહા.! પછી પર્યાયમાં રાગની એકતાબુદ્ધિ છૂટી ગઈ અને રાગથી જ્ઞાનની પર્યાયને ભિન્ન કરી તો પર્યાયમાં શેય જાણવાની તાકાત છે એ પણ ખ્યાલમાં આવી ગયું કે, આ પર્યાયની તાકાત દ્રવ્યને જાણવાની છે અને આ પર્યાયની તાકાત રાગને રાગમાં એકમેક થયા વિના, રાગની હયાતી છે તો જ્ઞાન થાય છે એમ પણ નહિ, એ રાગ, વ્યવહાર હો પણ પોતાની પર્યાય પોતાથી સ્વનું જ્ઞાન કરતાં પરનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. આહાહા.! એ સિદ્ધસદ્દશ છે, એમ કહે છે. સમજાય છે કાંઈ? આહાહા.! આવું ઝાઝી સભામાં મૂકે તો માણસને એમ થાય કે આ શું બોલે છે? પાગલ જેવું લાગે. અહીં તો નિરાંતની વસ્તુ છે. બહારમાં બે-ચાર હજાર માણસ આવે અને દેખે કે, આ શું કહે છે આ તે? પાગલ જેવું વાતું કરે છે. લાગે એવું, હોં પરમાત્મપ્રકાશમાં કહ્યું છે, હૈ?
મુમુક્ષુ :- આપની વાતું આટલે દૂરથી સાંભળવા આવ્યા છે. પાગલ જેવું શું લાગે?
ઉત્તર :- ના, આ તો મોટા શહેરની વાત છે. મોટા શહેરમાં પાંચ-પાંચ હજાર, દસ હજાર માણસ આવે છે. મુંબઈમાં દસ-દસ હજાર માણસ વ્યાખ્યાનમાં આવે). આવું માંડે તો કહે, શું કહે છે આ? “ભોપાળમાં ચાલીસ હજાર માણસ આઠ દિના વ્યાખ્યાનમાં. બાપુ! ત્યાં તો અમુક વાતને બહુ સ્પષ્ટ કરતા કરતા કરતા કરતા કેટલુંક સ્થૂળ કરવું પડે. વાત તો ઈ આવે. અહીંયાં તો થોડામાં પણ ઘણું આવી જાય. આહાહા..! અહીંયાં એ કહે છે, “
મિથ્યાત્વ સંસાર છે;” ભાષા જુઓ! પછી અવ્રત ને પ્રમાદ, કષાય, યોગ રહ્યા ને? એ તો અલ્પ સંસારની સ્થિતિ છે, એની ગણતરી નથી. એનાથી અલ્પ રસ, સ્થિતિ પડે છે તેને અહીંયાં ગણવામાં આવ્યા નથી. અને ખરેખર તો સમ્યગ્દર્શન થયા પછી રાગ આવે છે તેને પણ પરશેવ તરીકે જાણે છે. એટલે એ તો પોતે રાગથી ભિન્ન જ છે અને સ્વભાવથી એકત્વ છે તો સિદ્ધસદ્દશ છે. આહાહા...! સમજાય છે કાંઈ પાઠમાં છે ને? “સ દિ મુવર વ’ કળશમાં છે ને? ચોથું છેલ્લું પદ “સ રિમુવર વ’ કળશમાં છે એનો આ અર્થ છે. છેલ્લું, છેલ્લું. મૂળ શ્લોકનો છેલ્લો શબ્દ આહાહા...! હવે ૧૯૯ કળશ.