________________
૧૬૦
કલશામૃત ભાગ-૬
થઈ ગઈ. પર્યાય પણ, હોં! તો તેને કહ્યું કે, ‘મુત્ત: વ’. આહાહા..! પૂર્ણ મુક્ત નથી પણ મુક્ત જેવો છે, એમ કહીને કહ્યું.
એ તો નિર્જરા અધિકારમાં પણ આવે છે. લખ્યું છે આમાં, પાનું ૧૨૫, નિર્જા અધિકાર’. ત્યાં સાક્ષાત્ મોક્ષ લીધો છે. કળશ છે. ‘નિર્જરા અધિકાર’નો દસમો કળશ છે. આમાં છે. તે દિ’ મેળવતા મેળવતા લખી નાખ્યું હશે. નિર્જરા અધિકાર’ છે ને? (એનો) દસમો કળશ છે, દસમો. ‘નિર્જરા અધિકા૨’ ૧૪૨ કળશ, નિર્જરાનો દસમો, આમ ૧૪૨. એમાં લીધું છે, જુઓ! ઉપરથી પાંચમી-છઠ્ઠી પંક્તિ છે. કેવું છે જ્ઞાનપદ?” કેવું છે જ્ઞાનપદ?” ‘સાક્ષાત્ મોક્ષઃ’. છે? ‘પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે.' આહાહા..! (જેવું) સ્વરૂપ છે તેવી પરિણિત થઈ ગઈ તો એને (મુક્ત) કહી દીધો. આહાહા..! સાક્ષાત્. સમજાય છે કાંઈ? બહુ ગંભીર. આખા સમયસારમાં એક એક ગાથા, એક એક શબ્દ.. ઓહોહો..! ભગવાનની સીધી વાણી. અનુભવ, સમ્યગ્દર્શન સહિત ચારિત્રની અનુભવની ભૂમિકામાં આ ભગવાનની પાસે સાંભળ્યું અને આ આવ્યું છે. આહાહા..! હૈં? આહાહા...!
અહીંયાં કહ્યું, “દ્દેિ સ: મુત્તઃ વ”. કીધું ને? ત્તિ સઃ મુત્તઃ વ” એમ. ‘સમ્યગ્દષ્ટિ જીવ...' ‘મુત્ત: વ’. જેવા નિર્વિકાર...' એ કીધું ખરું ને? એટલે મુક્ત કીધા. જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે.’ એમ. ઓલું વ” કીધું હતું ને? ‘મુત્તઃ વ” મુક્તની જેમ. કોની પેઠે? તો, સિદ્ધ ભગવાનની પેઠે, એમ. છે? ‘મુત્તઃ વ’ શબ્દ-પાઠ છે ને? ‘મુત્તઃ વ” “મુત્ત: વ” મુક્તની જેમ. જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો...’ એમ. આહાહા..! ‘રાજમલે’ ટીકા પણ કેવી કરી છે! આહાહા..! એક એક શબ્દની કિંમત છે, પ્રભુ! આ તો વીતરાગ ત્રણલોકનો નાથ કેવળી બિરાજે છે એની વાણી છે, એની ગાદીએ બેસીને અર્થ કરવા... ભગવાન! મોટી પેઢી છે ભગવાનની તો. આહાહા..! એવી વાત છે, પ્રભુ! બહુ સરસ. આચાર્યોની તો શું વાત કરવી પણ ‘રાજમલે' ટીકા બનાવી એ બહુ સરસ બનાવી. ‘રાજમલ’ ‘નાટક સમયસાર’ શું કહેવાય? બનારસીદાસ’, “ટોડરમલ’ આહાહા..! વસ્તુની સ્થિતિનું વર્ણન (છે). અંત૨માં વાત બેસવી જોઈએ, બાપુ! આહાહા..! એકલી ભાષા કંઈ કામ કરે નહિ. આહાહા..!
કેવો જે સમ્યગ્દષ્ટિ જીવ?” પરં નાનન્” છે ને? પરં નાનન્” જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો શાયકમાત્ર છે,...’ છે? ઓલામાં ‘કેવળ’ આવ્યું હતું ને? ‘વનમ્ નાનાતિ’ ત્યાં સ્વામીપણું લીધું. સ્વામી નથી. અહીં તો પરં નાનન્” (લીધું છે). આહાહા..! જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો શાયકમાત્ર છે,...’ આહાહા..! એ જાણનારો છે. એમ છે. કેમકે પોતાનો સ્વભાવ જ્ઞાન અને આનંદ છે એવું સ્વસન્મુખ થઈને ભાન થઈ ગયું તો પ૨સન્મુખના જેટલા રાગાદિ છે તેનો તે કર્તા-ભોક્તા નથી. પરં નાનન્” કહ્યું ને? કેવળ ‘જ્ઞાયકમાત્ર છે.’ અહીંયાં લીધું છે, જુઓ! ‘જ્ઞાયકમાત્ર છે,..’ જ્ઞાયકમાત્ર છે, એમ. જ્ઞાયકમાત્ર છે,..’ આહાહા..! શરીર, વાણી, મનની ક્રિયા થાય છે એ તો જડથી થાય છે, તેનો પણ જ્ઞાયકમાત્ર છે અને