________________
કળશ-૧૯૮
‘અમૃતચંદ્રાચાર્યે’ કર્યાં છે. પ્રભુ! તને ખબર નથી. આહા..! ઇ કહે, ‘અમૃતચંદ્રાચાર્યે’ ‘અપવેસ’નો અર્થ મૂકી દીધો છે માટે એ સમજ્યા નથી. ‘અપવેસ’ દ્રવ્યસૂત્ર છે, તો દ્રવ્યસૂત્રની વ્યાખ્યા નથી કરી. ભાવની કરી. મૂળ તો એમ છે. તો ઇ કહે, સમજી શક્યા નથી માટે અર્થ કર્યો નથી અને જ્ગસેનાચાર્યે” અર્થ કર્યો, ‘અપવેસ” એટલે દ્રવ્યસૂત્ર. એ ખોટું છે, કહે છે. ત્યારે શું છે? તો કહે, ‘અપવેસ’ એટલે અખંડ પ્રદેશ. પણ એવી વાત શાસ્ત્રમાં છે જ નહિ. કાં કહેવું અસંખ્ય પ્રદેશ અને કાં કહેવું એક પ્રદેશ, એમ શાસ્ત્રમાં આવે છે. ઇ શું કહ્યું? કાં કહેવું અસંખ્ય પ્રદેશ. ૪૭ શક્તિમાં આવે છે નિયતપ્રદેશત્વ શક્તિ, નિયતપ્રદેશત્વ શક્તિ. અસંખ્ય પ્રદેશી નિશ્ચય શક્તિ એમાં છે. એવું ગુણમાં આવ્યું છે. અને બહુ ટૂંકું કરવું હોય તો પંચાસ્તિકાય’માં ૩૧ ગાથામાં એમ આવ્યું છે, લોકપ્રમાણ એકપ્રદેશી, એમ આવ્યું છે. છે તો લોકપ્રમાણ પણ એકપ્રદેશી ગણવામાં આવ્યું. ભંગ નહિ કરીને. છે અસંખ્ય પ્રદેશ). પંચાસ્તિકાય’ની ૩૧ ગાથા છે. આ નિયતપ્રદેશત્વ છે એ ૪૭ શક્તિમાં છે. પ્રદેશ અખંડ છે એવી વાત ત્યાં છે જ નહિ. અસંખ્યપ્રદેશી ગણો કાં સામાન્યપણે કહેવું હોય તો એકપ્રદેશી કહો, બસ! સમજાય છે કાંઈ? વસ્તુનું સ્વરૂપ એવું છે. એ કોઈએ કર્યું નથી. જેવું છે તેવું ભગવાને કહ્યું છે. સમજાય છે કાંઈ?
અહીંયાં એ કહે છે, સમકિતી તો મુક્ત છે, કહે છે. આહાહા..! અબદ્ધસૃષ્ટ લીધું ને? ‘નો પસ્સવિ અપ્પાનું અવન્દ્વપુä' અબદ્ધ નાસ્તિથી કહ્યું છે મુક્ત છે એ અસ્તિથી છે. સમજાય છે કાંઈ? અબદ્ધસૃષ્ટ છે ને? બદ્ધસૃષ્ટ નથી, એ નાસ્તિથી (છે). અને મુક્ત એ અસ્તિથી છે. તો મુક્ત અહીંયાં લીધું છે. આહાહા..! વસ્તુ છે એ તો મુક્ત સ્વરૂપ જ છે. પર્યાયમાં રાગ ને પર્યાયમાં નિમિત્ત-નિમિત્ત સંબંધ છે. દ્રવ્ય અને રાગને નિમિત્તનિમિત્ત સંબંધ છે જ નહિ દ્રવ્યની સાથે. આહાહા..! શશીભાઈ’! એ અહીં કહે છે, જુઓ! ‘સમ્યગ્દષ્ટિ જીવ...’ ‘ત્તિ સઃ મુત્તઃ વ” આહાહા..! “દિ”નો અર્થ કર્યો, તે કારણથી.’ સ’ નામ ‘સમ્યગ્દષ્ટિ જીવ... ‘મુત્તઃ વ” જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે.’ આહાહા..! આ અપેક્ષાએ. પવિત્ર જે શુદ્ધ ભગવાન દ્રવ્ય ને ગુણ પવિત્ર છે એવી પરિણતિ–પ્રતીત, સમ્યગ્દર્શનમાં પરિણતિ પણ શુદ્ધ થઈ ગઈ. એમાં રાગનો સંબંધ નથી તે અપેક્ષાએ મુક્ત જ છે એમ કહેવામાં આવ્યું છે. દ્રવ્યે તો મુક્ત છે જ પણ પર્યાયમાં ભાન થયું તો પર્યાયમાં પણ એટલું મુક્તપણું આવ્યું તો તેને મુક્ત જ છે એમ કહી દીધું છે.
ફરીને, ‘મુજ્તઃ વ’ કહ્યું ને? પાઠ તો અમૃતચંદ્રાચાર્યદેવ’નો છે. ‘મુત્તઃ વ' (કહ્યું) તો પૂર્ણ મુક્ત તો છે નહિ. પણ બે પ્રકા૨ (છે). એક તો મુક્ત સ્વરૂપ છે એવો સમ્યગ્દર્શનમાં અનુભવ થયો તો મુક્ત સ્વરૂપ છે, તે કારણે અબદ્ધસ્પષ્ટ કહ્યું. એ પણ મુક્ત થયો. હવે અંદરનું ભાન થયું, રાગથી ભિન્ન છે એવી પરિણિત પણ એટલી મુક્ત થઈ ગઈ. રાગથી ભિન્ન થઈને અને સ્વભાવમાં એકતા થઈને શુદ્ધ પરિણતિ થઈ તેટલી પણ રાગથી મુક્ત
૧૫૯