________________
૧૫૮
કલશામૃત ભાગ-૬
મુમુક્ષુ :- તવાત્વે’.
ઉત્તર ઃ- “તવાત્વે’. મારે તો ઇ શબ્દ (હતો). ‘તવાÒ” સંસ્કૃત શબ્દ છે. ‘તવાત્વે’ તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર આવે તે કાળે જાણેલો, એમ. બીજે સમયે બીજો વ્યવહા૨ (આવે) તો તે કાળે તે જાણેલો. કેમકે સમયે સમયે ધર્મીની શુદ્ધિ વધે છે અને અશુદ્ધિ ઘટે છે તો તે સમયે લીધું છે. એવો પાઠ છે, “તવાર્તો” લીધું છે. ‘તવાÒ” નામ તે તે સમયે જાણેલો પ્રયોજનવાન છે. જે પહેલે સમયે જાણ્યું કે, અશુદ્ધતા થોડી છે અને શુદ્ધતા વિશેષ છે. પછી શુદ્ધતા વિશેષ વધી, અશુદ્ધતા ઘટી. તો તે સમયે તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. સમય સમયનું ભિન્ન ભિન્ન જ્ઞાન તે તે સમયે જાણેલું પ્રયોજનવાન છે. એમ ‘તવાÒ” શબ્દ પડ્યો છે. સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્રાચાર્યે' ઘણું સ્પષ્ટ કર્યું છે. એનો અર્થ લોકો એમ કરે છે કે, નીચેનાને વ્યવહા૨નો ઉપદેશ કરવો. એ ઉપદેશ કરવાની વ્યાખ્યા છે જ નહિ. આહાહા..!
ભાઈએ પ્રશ્ન કર્યો હતો, શાહુજી’એ, ‘કલકત્તામાં. અહીંયાં આ કહ્યું છે ને? ‘વવહાવેસિવા’. કીધું, બાપુ! દેશનાનો અર્થ ત્યાં ઉપદેશ નથી. સંસ્કૃત ટીકા તો જુઓ. તે સમયે જેટલો વ્યવહાર આવે છે અને શુદ્ધિની જેટલી પર્યાય છે તે બેયને જાણવું તે વ્યવહા૨ છે. ત્રિકાળને જાણવું એ નિશ્ચય છે અને પર્યાયની શુદ્ધિ-અશુદ્ધિનું જાણવું તેનું નામ વ્યવહા૨ છે. શું થાય પ્રભુ? આમાં શું કરવું? માર્ગ તો આ છે.
એ અહીં કહે છે, જુઓ! સ્વામીપણું. ‘કેવળ’ શબ્દ અહીંયાં લીધો છે. સ્વામીપણું નથી, તે તો કેવળ જાણનારો રહે છે. આહાહા..! ત્તિ સઃ મુત્ત: વ ગજબ વાત છે, જુઓ! ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા..! કેમકે પ્રભુ આત્મા મુક્ત સ્વરૂપ છે. શાસ્ત્રભાષાથી અહીંયાં મુક્ત આવ્યું છે અને ૧૪-૧૫ ગાથામાં અબદ્ધસૃષ્ટ આવ્યું છે. પ્રભુ અબદ્ધસૃષ્ટ છે તેને જાણ્યો તેણે જિનશાસન જાણ્યું. શુદ્ધ ઉપયોગમાં જાણવામાં આવ્યો કે, આ આત્મા તો અબદ્ધસૃષ્ટ છે. બદ્ધ અને સ્પષ્ટ છે જ નહિ. વિશેષ નથી, સંયુક્ત નથી. બોલ છે. અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અસંયુક્ત, અવિશેષ એવા પાંચ બોલ છે. એ પાંચ બોલમાં એમ છે, એકલો આત્મા શુદ્ધ ચૈતન્યઘન નિશ્ચય પૂર્ણ છે એમ જે જાણે છે તેણે જિનશાસન જાણ્યું. ‘પાવિ નિળસાસનું સળં',
અત્યારે વળી આ પ્રશ્ન આવ્યો છે ને? વિદ્યાનંદજી” તરફથી. ‘અપવેસસંતમાં’. ‘અપવેસસંતમાં’નો અર્થ એણે એવો કર્યો છે—અખંડ પ્રદેશ. એમ નથી. યસેનાચાર્યદેવ’ની ટીકામાં ચોખ્ખો શબ્દ છે તેને જૂઠો કહે છે. જ્ગસેનાચાર્યદેવ'ની વાત ખોટી છે (એમ કહે છે). લ્યો, આચાર્યની વાત ખોટી છે. અમૃતચંદ્રાચાર્યને’ ‘અપવેસ’નો અર્થ સમજાયો નથી. માટે છોડી દીધો. અરે..! ‘અમૃતચંદ્રાચાર્ય’ કોણ છે? પ્રભુ! આહાહા..! એણે તો ગણધર જેવા (કામ કર્યાં છે). કુંદકુંદાચાર્યે” તીર્થંકર જેવા કામ કર્યાં છે અને ગણધર જેવા કામ