________________
કળશ-૧૯૮
૧૫૭
આહાર બનાવવા માટે ચાર-પાંચ બાયું હતી. મેં તો પ્રશ્ન કર્યો હતો, આ ઉદ્દેશિક આહાર કરે છે એનું શું)? એમ તો શું ખબર પડે? અમે કંઈ અવધિજ્ઞાની છીએ? કે, અમારી માટે બનાવે છે. બાર-તેર જણા માટે બનાવતા હતા. એમની સાથે એક બ્રહ્મચારી હતો એ બહુ નરમ હતો. ઈ મારી પાસે આવ્યો, કહે, મહારાજ! મને હિન્દી “મોક્ષમાર્ગ પ્રકાશક આપો ને. હિન્દી મળતા નથી. મેં કીધું, લઈ જાઓ, ભેટ લઈ જાઓ. જાઓ વાંચો બાપા, વાંચો. અહીંયાં તો ઘણા પુસ્તક છે. નરમ હતો. કાપડનો વેપારી હતો અને એક માણસ સાથે હતો. ભોજન માટે. ઉદ્દેશિક ભે છે એમાં બિલકુલ કોટિ નથી તૂટતી (એમ નથી). એષણા દોષ છે. અહિંસાનો દોષ છે અને એને માટે બનાવે છે અને જ્યાં ભોજન લેવા જાય છે તો એ શું કહે છે? આહાર શુદ્ધ. બોલે છે ને? આહાર શુદ્ધ, વચન શુદ્ધ, મન શુદ્ધ. તો એ તો જૂઠું છે. બનાવ્યું છે તો એને માટે, આહાર શુદ્ધ ક્યાંથી આવ્યો અને આવું બોલ્યા તોય લ્ય છે. જૂઠાની અનુમોદના (થઈ. પ્રભુ માર્ગ આવી છે. કોઈ વ્યક્તિ માટેની વાત નથી. આ તો વસ્તુના સ્વરૂપની સ્થિતિની વાત છે, ભાઈ! ભગવાના કોઈને દુઃખ થાય એવી તો કોઈની ભાવના નથી. સમજાય છે કાંઈ? આહાહા...! અહીંયાં તો ભઈ આ છે.
અહીંયાં એ કહ્યું, અશુદ્ધ પરિણામ થોડા અસ્થિરતાના થાય છે તેનો પણ સ્વામી નથી. આહાહા.! મુનિ કે ક્ષુલ્લક માટે બનાવેલો આહાર ત્યે તો કોટિ તૂટે છે. એષણા તૂટે છે, અહિંસા તૂટે છે. નવ કોટિમાં કોટિ તૂટે છે. પ્રભુ માર્ગ આવી છે. પ્રભુના વિરહ પડ્યા, વીતરાગ પરમાત્મા અત્યારે હાજર નહિ અને પાછળ આવી ગડબડ ચલાવવી, બાપુ માર્ગ એવો નથી. આહાહા.!
મુમુક્ષુ :- એમાં અવધિજ્ઞાનની વાત ક્યાં છે? ...
ઉત્તર :- પણ એ બુદ્ધિ ક્યાં? ચોખા સાથે બાર માણસ અને રાંધનાર ચાર. કોને માટે રાંધે છે? જવાબ આવો બાપા, કીધું, હોય નહિ, ભાઈઆહાહા.. એવી વાત છે.
અહીં એ કહે છે, કદાચિતુ મુનિને શુભરાગ આવી જાય, મુનિને શુભરાગ (આવે, તોપણ જાણનાર રહે છે. એ બારમી ગાથામાં આવ્યું ને? અગિયારમી ગાથામાં એમ કહ્યું કે, મૂલ્યમસિવો નુ સમૂવિટ્ટી રવિ નીવો.” પછી બારમી ગાથામાં એમ કહ્યું, વવરસિા પુખ ને હું પરમે ફિવા માવા' ત્યાં વ્યવહારનો ઉપદેશ છે, એ પ્રશ્ન નથી. “વવાર સિવા પુળ ને ટુ અપરણે ફિલા માવા' ત્યાં કેટલાક લોકો એવો અર્થ કરે છે કે, નીચેના માણસને વ્યવહારનો ઉપદેશ દેવો. ઇ વાત ત્યાં છે જ નહિ. એની વ્યાખ્યા એમ છે કે, “વવદારરિસતા ટીકામાં અમૃતચંદ્રાચાર્યે લીધું છે કે, રાગ આવે છે તેને જાણવો, તે કાળે જાણવો તેને “વહારવેસિવા' કહેવામાં આવ્યું છે. શું શબ્દ છે? ભૂલી ગયા.
મુમુક્ષુ :- કાળે જાણેલો પ્રયોજનવાન છે. ઉત્તર :- તે કાળે... શબ્દ...