________________
૧૫૬
કલશમૃત ભાગ-૬
કહું? લોકો કરે છે અને ત્યે છે એ તો ઉદ્દેશિક છે. એનો કહેવાનો આશય હતો કે, લોકો કરે છે ને? લેવાવાળાને શું? અરે...! પણ ખબર નથી લેવાવાળાને કે મારા માટે બનાવે છે? સમજાણું કાંઈ? અગિયારમી પડિમાવાળાને પણ ઉદ્દેશિક ખપે નહિ. નવ કોટિમાં એક કોટિ તૂટે છે. સમજાય છે કાંઈ? અનુમોદન થઈ જાય છે. ત્યાં નવ કોટિનો ત્યાગ નથી રહેતો. સમજાય છે કઈ?
એ પ્રશ્ન તો અમારા ગૃહસ્થાશ્રમમાં હતો. (સંવત) ૧૯૬૯ ની સાલ. ૧૯૭૦ ની સાલમાં ઢુંઢિયાની દીક્ષા થઈ. ૬૯, ૬૯ સમજ્યા? ૬૯. અમારા ગુરુને મેં પ્રશ્ન કર્યો હતો. ૬૫ વર્ષ થયા. કીધું, સાધુ માટે આ મકાન બનાવે અને સાધુ વાપરે તો નવ કોટિમાં કઈ કોટિ તૂટે? નવ કોટિ સમજાય છે? મન-વચન-કાયા, કરવું-કરાવવું અને અનુમોદવું. એ તો એ વખતે પ્રશ્ન કર્યો હતો. ૬૫ વર્ષ પહેલા. એટલી વાત સાંભળી કે, સાધુ માટે અપાસરા બનાવ્યો હોય અને વાપરે તો એ સાધુ નહિ વાપરે. મેં પૂછ્યું કે, નવ કોટિએ ત્યાગ છે તો એને માટે મકાન બનાવ્યું અને વાપરે તો કઈ કોટિ તૂટે? તો અમારા ગુરુ બહુ ભદ્રિક હતા. દૃષ્ટિ તો સંપ્રદાયની હતી, મિથ્યાષ્ટિ હતી પણ આમ બહુ ભદ્રિક હતા એટલે મારી દીક્ષા અટકી જાય એ કારણે એવો જવાબ આપ્યો. કારણ કે મેં દીક્ષા નહોતી લીધી. મેં પ્રશ્ન કર્યો હતો. એમણે કહ્યું, તમારા માટે તમારા ભાઈએ મકાન બનાવ્યું હોય અને તમે વાપરો એમાં કયું કરવું આવે? મેં પછી જવાબ ન આપ્યો. મારા ખ્યાલમાં હતું એ વખતે કે, અનુમોદન થાય. નવ કોટિમાં એક કોટિ તૂટી જાય છે. સમજાય છે કાંઈ? બાપુ આ તો પ્રભુનો માર્ગ છે, આ કંઈ કોઈનો નથી. પોતાની કલ્પનાથી અર્થ કરવા એ કોઈ ચીજ નથી. ભગવાન બિરાજે છે. ભગવાન સાક્ષાત્ બિરાજે છે એની પેઢીને નામે કંઈક ચલાવવું એમ હોય નહિ). પ્રભુનો માર્ગ છે, ભાઈ! આહાહા.! ભવનો ભય એને હોવો જોઈએ ને? આહાહા.
એ ઉદ્દેશિકનો પ્રશ્ન કર્યો હતો એમને કહ્યું, મેં તો શાંતિથી કહ્યું હતું, હોં હું તો દ્રવ્યલિંગી ક્ષુલ્લકને પણ કોઈને માનતો નથી. શાંતિથી સાંભળતા હતા. મેં પણ શાંતિથી કહ્યું. વસ્તુની સ્થિતિ આ છે). દ્રવ્યલિંગી ક્ષુલ્લક પણ હું તો કોઈને અત્યારે માનતો નથી. કેમકે એ પણ એની માટે બનાવેલું) ત્યે છે. મેં તો શાંતિથી (કહ્યું. અમને કોઈનો અનાદર નથી. વિરોધ હોય તોપણ ભગવાન છે. આત્માની સાથે પ્રેમ રાખવો. કોઈપણ માણસ હો, ગમે તેટલી વિરોધ શ્રદ્ધા હો પણ તેના પ્રત્યે વેરવિરોધ બિલકુલ ન કરવા. શાંતિથી. શાંતિથી. એ પણ અંદર ભગવાન છે. એક સમયની ભૂલ છે એ ભૂલ કાઢી નાખશે. આપણે તો એમ લેવું. સમજાય છે કાંઈ? હું તો શું કહું? પ્રભુ! અત્યારે ભગવાનના વિરહ પડ્યા અને એને માટે ત્યે તો દોષ નથી એમ નથી, ભાઈ! એની માટે બનાવેલું ત્યે છે.
હમણા પાંચ સાધુ આવ્યા હતા ને? હમણા “ભાવનગર ગયા હતા ને? પાંચ સાધુ હતા, પાંચ આર્શિકા હતી, એક ક્ષુલ્લક (એમ) અગિયાર (હતા) અને એક માણસ હતો,