________________
કળશ-૧૯૮
૧૫૫
ગુણ છે, એ ગુણનું કાર્ય ૪૭ શક્તિમાં શું લીધું છે? સમયસાર'માં છેલ્લે ૪૭ શક્તિ (આવે છે). આત્મામાં વીર્ય-પુરુષાર્થ નામનો ગુણ છે. આ જડ વીર્ય છે (જેનાથી) પુત્ર-પુત્રી ઉત્પન્ન થાય છે એ તો જડ, માટી–ધૂળ છે. આ તો અંદર એક વીર્ય નામનો ગુણ અનાદિઅનંત છે. પ્રભુએ એનું સ્વરૂપ એવું લીધું છે અને એવું છે કે, વીર્ય–સ્વસ્વરૂપની રચના કરે તેનું નામ વીર્ય કહીએ. પોતાના શુદ્ધ નિર્મળ પરિણામની રચના કરે તેનું નામ વીર્ય ગુણ કહીએ. અશુદ્ધ વ્યવહાર રત્નત્રયની રચના કરે... આહાહા..! તેને તો નપુંસક કહ્યા છે. પુણ્ય-પાપ અધિકા૨’માં છે અને બીજે ઠેકાણે છે. ક્લીબ’ કહ્યું છે, સંસ્કૃતમાં ‘ક્લીબ’ (કહ્યું છે). આહાહા..! પુણ્ય-પાપના ભાવની રચના કરે એ ક્લીબ છે. કેમકે જેમ ક્લીબ-નપુંસકને વીર્ય હોતું નથી તો તેને સંતાન થતા નથી. એમ શુભભાવમાં ધર્મ પર્યાય ઉત્પન્ન થતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ?
અહીંયાં (કહે છે), પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી.’ પરિણમે છે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ પરિણમે તો છે ને? અને નયના અધિકારમાં તો એમ પણ લીધું, ૪૭ નયમાં કે, ધર્મી હો, સંત હો તોપણ રાગ આવે છે તે રાગનું પરિણમન છે તેટલો કર્તા છું એમ જાણે છે. કર્તા નામ ક૨વાલાયક છે એમ નહિ, કર્તવ્ય એમ નહિ. પણ કર્તા નામ પિરણમવું, હું મારાથી કરું છું એમ. ૪૭ નયમાં એમ લીધું છે અને ભોક્તા પણ હું છું, હું રાગનો ભોક્તા છું. પર્યાયદૃષ્ટિથી, હોં! પર્યાયથી. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં કર્તાભોક્તા છે જ નહિ. પરંતુ પર્યાયમાં સમકિતીને પણ જ્યાં સુધી રાગ અને પુણ્યાદિનું પરિણમન થાય છે ત્યાં સુધી તે કર્તા છે એમ નયથી જાણે છે. આહાહા..! અને ભોક્તા પણ હું છું એમ જાણે છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાયદૃષ્ટિથી પર્યાંયનું જ્ઞાન કરવા, વ્યવહારનયનું (જ્ઞાન કરવા). અહીંયાં તો જ્યાં નિશ્ચયથી અંદર દૃષ્ટિના વિષયનું જ્ઞાન ચાલે છે ત્યાં તો તે પરિણમનનો કર્તા હું નથી (એમ આવે). આહાહા...!
મનોહરલાલજી વર્ણી’ છે ને? એમણે બે પ્રશ્ન કર્યા હતા, જ્યપુર’ આવ્યા હતા, ‘જયપુર’ આવ્યા હતા ખાસ. ક્ષુલ્લક છે ને ક્ષુલ્લક આવ્યા હતા, બે દિવસ રહ્યા હતા. એમણે બે પ્રશ્ન કર્યાં હતા. પહેલા આ પ્રશ્ન કર્યો હતો કે, આ રાગને પુદ્ગલ પિરણામ કેમ કહ્યા? ભાઈ જાણો છો મનોહરલાલજી’ને? એને પુદ્ગલ પરિણામ કેમ કહ્યા? કેમકે એ નીકળી જાય છે, પોતાના નથી, નીકળી જાય છે માટે પુદ્ગલ કીધા. પોતામાં રહે તે જીવ છે. નીકળી જાય છે માટે પુદ્ગલ પિરણામ. પુદ્ગલ પિરણામ નહિ પણ પુદ્ગલ કીધું છે. ‘કર્તા-કર્મ (અધિકાર)માં તો રાગ દયા, દાનના વિકલ્પને પુદ્ગલ કીધા છે. આવ્યું છે ને ૭૫-૭૬ ગાથામાં? સમજાય છે કાંઈ? બે પ્રશ્ન થયા હતા. એક આ પ્રશ્ન થયો હતો. બીજો પ્રશ્ન (આ થયો હતો કે), તમે જો આ ઉદ્દેશિક આહારનો ખુલાસો કરો તો સારું. લોકો કરે છે, એમ. એટલું બોલ્યા નહોતા પણ ઉદ્દેશિકનો અર્થ થાય તો (સારું). મેં કીધું, પ્રભુના વિરહમાં શું