________________
૧૫૪
કલશામૃત ભાગ-૬
સ્વભાવ છે. આહાહા..! આવી વાત છે. આકરું લાગે માણસને.
શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઇત્યાદિ છે તે સમસ્ત...’ કર્મનો સ્વભાવ છે. એમ. ‘તત્ત્વમાવસ્’ છે ને? ‘જીવનું સ્વરૂપ નથી...’ ‘રૂતિ વતમ્ નાનાતિ”. ‘વતમ્” એમ ખાસ કરીને, કેવળ ‘જ્ઞાનાતિ” બસ! કેવળ જ્ઞાનાતિ”, રાગને કેવળ જ્ઞાનાતિ”. કેવળ જ્ઞાનાતિ”નો અર્થ જરીયે એનો કર્તા-ભોક્તા થતો નથી. કેવળ જ્ઞાનાતિ”. આહાહા..! આવું સ્વરૂપ છે. કેવળ જ્ઞાનાતિ”. પોતામાં રહીને નબળાઈથી જે વિકારાદિ થયા તેને કેવળ જાણે જ છે. કેવળ નામ માત્ર જાણે જ છે. જરીયે કર્તા-ભોક્તા થતો નથી. એ માટે કેવળ” શબ્દ વાપર્યો છે. આહાહા..! દિગંબર સંતોની વાણી ઠેઠ સ્પર્શી નાખે એવી છે. આહાહા..! આવી વાત ક્યાંય છે નહિ. આ તો અંતરની વાત છે. સમજાય છે કાંઈ? શું કહે છે?
‘રૂતિ વતમ્ નાનાતિ” “એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી.’ ધણીપત્તે-પોતાના છે એમ થતું નથી. આહાહા..! વ્યવહાર રત્નત્રયના પરિણામ સમ્યગ્દષ્ટિને, પંચમ ગુણસ્થાનવર્તીને, મુનિને પણ આવે તો છે. સમજાય છે કાંઈ? પરંતુ તેના સ્વામીપણે પરિણમતો નથી. સ્વસ્વામીસંબંધ શક્તિ પોતામાં છે. ૪૭ શક્તિમાં છેલ્લી ૪૭મી સ્વસ્વામીસંબંધ (શક્તિ છે). સ્વ નામ પોતાનું દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ. સ્વ-પોતાનો, સ્વસ્વામી તેનો સ્વામી. તેનો સ્વસ્વામીસંબંધ ગુણ છે. તો ગુણની પક્કડ ગુણીની થઈ એ સ્વસ્વામીસંબંધનો જ સ્વામી થાય છે, એ રાગનો સ્વામી થતો નથી. શું કહ્યું?
ફરીથી. (રાગનો) સ્વામી કેમ થતો નથી? કે, અંદર આત્મામાં એક સ્વસ્વામીસંબંધ નામનો ગુણ છે, શક્તિ છે. સત્ સત્ પ્રભુ, તેનું સત્ત્વ. સત્ત્વ કહો, ભાવ કહો, ગુણ કહો, શક્તિ કહો. એ ગુણમાં એક સ્વસ્વામીસંબંધ નામનો ગુણ છે. એ કારણે પોતાના સ્વભાવનું ભાન જ્યાં થયું છે, તે પોતાના સ્વરૂપના સ્વસ્વામીસંબંધમાં રહે છે. ૫૨ની સાથે સ્વ અને હું સ્વામી એમ થતું નથી. આહાહા..! આવું છે, ભાઈ! ભાષા તો સાદી છે, પ્રભુ! ભાવ તો છે ઇ છે. બીજું શું કરે? આહાહા..! ભગવાન છે ને પ્રભુ તું પણ! ભગવાન સ્વરૂપ અંદર છે. આહાહા..!
કહે છે કે, વતમ્ નાનાતિ” અર્થાત્ કેવળનો અર્થ એટલો કર્યો કે, તેનું સ્વામીપણું નથી. નહિતર તો કેવળ કેવળ જાણનારો જ રહે છે. તેનો અર્થ કર્યો કે, તેનું સ્વામીપણું થતું નથી. સમજાય છે કાંઈ? આ તો ભાઈ, આ કંઈ વિદ્વત્તાની ચીજ નથી, આ તો અંત૨ની ચીજ છે. એ કોઈ ભાષામાં હોશિયાર થઈ જાય ને લોકોને સમજાવે માટે એ જ્ઞાન (એમ નથી). વિદ્વત્તા એ કોઈ જ્ઞાન નથી. જ્ઞાન તો કોઈ બીજી ચીજ છે. આહાહા..! લોકોને સમજાવતા પણ ન આવડે, એવી શક્તિ ન હોય તો એનું સમ્માન ચાલ્યું નથી જતું. આહાહા..! મુમુક્ષુ :– જ્ઞાનને હેય માનશે તો શિથિલ નહિ થઈ જાય?
ઉત્ત૨ :– હેય માને એટલે અંદર ઉગ્ર પુરુષાર્થ થયો. કેમકે આત્મામાં એક વીર્ય નામનો
=