________________
૩૧૦
કલશામૃત ભાગ-૬
પોતામાં પરિણામ સાથે વ્યાપ્ય-વ્યાપક હોવાને કારણે, માટે કર્તા છે. વ્યાપક કર્તા, પરિણામ કર્મ. તેથી કર્તા. શા માટે કર્તા છે? કે, પોતપોતાની સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે પરિણમે છે માટે કર્તા. વ્યાપક અને વ્યાપ્ય પોતામાં છે તે કારણે કર્તા કહેવામાં આવે છે અને તે જ કર્મ. પોતાના વ્યાપ્ય-વ્યાપકરૂપી કર્તા અને તે જ કર્મ. વ્યાપક એ કર્તા અને વ્યાપ્ય એ કર્મ. કર્મ એટલે કાર્ય. આહાહા.. કેમ કે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે; આહાહા...! આહાહા.! આ ભાષા બોલવામાં આવે છે, ભાષા, તેની પર્યાયનો કર્તા એ ભાષા છે. ભાષાવર્ગણા વ્યાપક છે અને પરિણામ-પર્યાય થઈ તે વ્યાપ્ય છે. આહાહા...! આત્મા તેનો કર્તા છે જ નહિ. અરેરે.! આહાહા.! કહો, આ વકીલો કોર્ટમાં દલીલો કરતા હશે ને? રામજીભાઈએ દલીલ નહિ કરી હોય ત્યાં? આ જજ છે, જજ હતા, “અમદાવાદમાં જજ (હતા), રિટાયર થઈ ગયા. રિટાયર છે ને હવે તો? “અમદાવાદમાં કોર્ટમાં જજ હતા. બધા વ્યાખ્યાનમાં આવતા ત્યાં “અમદાવાદમાં જ-બજ, વકીલો બધા મોટા મોટા વ્યાખ્યાનમાં બધાય આવે, પણ આ વાત બહુ ઝીણી પડે, સૂક્ષ્મ. શું થાય? આહાહા...! અભ્યાસ નહિ. હૈ?
મુમુક્ષુ :- જજને પણ ઝીણી પડે?
ઉત્તર :- જજને શું, જજ તો લૌકિકના જજ છે કે અહીંના? “ડાહ્યાભાઈ'! આહાહા.! ઈ ડૉક્ટર છે. એનો દીકરો થયો છે? ‘તારાચંદભાઈ જજ હતા? એમ. એના બાપ હતા ને ત્યાં આવતા. વ્યાખ્યાન એવું સરસ આવે તો આંખમાંથી આસું ચાલ્યા જતા. ‘તારાચંદભાઈને. ખબર છે ને. વ્યાખ્યાનમાં એવી શૈલી આવતી હોય, અંદરથી જ્યારે ધારા આવતી હોય). બેઠા હોય આમ. થાંભલાની ઓથે ત્યાં બેસતા. આસુંની ધારા ચાલતી. રોવે. આહાહા.! આ શું ચીજ છે ને કેમ પ્રાપ્ત થાય? “તારાચંદને પ્રેમ હતો. આહાહા.! જજ હતા? શું આપણને ખબર નથી. વેપારી હશે એમ હતું).
અહીંયાં કહે છે કે, દરેક પરમાણુ, એક એક પરમાણુ અને એક એક આત્મા, નિગોદના એક શરીરમાં અનંત આત્માઓ, એમાં એક આત્માના પરિણામ અને બીજા આત્માના પરિણામ વચ્ચે કર્તા-કર્મ નથી. અને આટલામાં અનંત તૈજસ, કાર્મણના રજકણ પડ્યા છે તો એક એક તૈજસ-કાર્પણ પરમાણુના પરિણામ, એ પરમાણુના પરિણામ પરમાણુ વ્યાપક થઈને કરે છે. એ જીવ વ્યાપક થઈને કરતો નથી. આહાહા.! આવું છે, બાપુ ઝીણું બહુ લોકોને એવું લાગે...
પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;-એમ વિચારતાં ઘટે છે. જોયું? યથાર્થ જ્ઞાન કરવાથી વ્યાપ્ય-વ્યાપકપણું એક એક દ્રવ્યમાં પોતામાં છે, પરની સાથે વ્યાપ્ય-વ્યાપકપણું છે નહિ. આહાહા...! ભાષા બોલી શકે નહિ, આત્મા ખાય શકે નહિ, આહાહા...! આત્મા અક્ષર લખી શકે નહિ. શું?
મુમુક્ષુ :- ચોપડી ઉઘાડી શકે નહિ.