________________
કળશ- ૨૧૦
૩૦૯
સાચી વ્યવહારદૃષ્ટિથી જુઓ તો આંગળીના પરિણામપણે પરિણમનાર પરમાણુ છે અને પરિણામ તેનું કર્મ છે. આ લખવાની પર્યાય તેનું કાર્ય છે એમ છે નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? ઓહોહો. મોટી ઉથલપાથલ થાય એવું છે.
આ કહે, આપણે વ્યવહાર રત્નત્રય કરીએ તો નિશ્ચય પામીએ. આહાહા...! હજી તો નિશ્ચય જેને આત્માનો અનુભવ છે, આનંદનો સ્વાદ આવ્યો હોય, એવી દૃષ્ટિમાં આખો આત્મા આનંદમય છે, જ્ઞાનની પર્યાયમાં ભાન થયું, પર્યાયનું વદન થયું) તો આખો આત્મા જ્ઞાનમય છે એવું અનુભવમાં આવે છે. સમજાય છે કાંઈ? આહાહા.... એ પણ નિશ્ચયથી તો એ દ્રવ્ય પરિણામનો કર્તા નથી, પરિણામ પરિણામનો કર્તા છે. સમજાય છે કાંઈ?
ષટૂકારકની તો કાલે વાત ચાલી ને? દરેક દ્રવ્યના એક સમયના પરિણમનમાં ષટૂકારકનું પરિણમન થવાથી પર્યાય થાય છે. પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું કરણ-સાધન પર્યાય, પર્યાય પોતામાં રાખી, પર્યાયથી પર્યાય થઈ, પર્યાયના આધારે પર્યાય થઈ. એક સમયની પર્યાયમાં ષકારક છે. આહાહા.! વિકૃત કે અવિકૃત સમજાય છે કઈ? આહાહા...! એ વિકૃત પરિણતિ કર્મથી થઈ નથી, દ્રવ્ય-ગુણથી થઈ નથી. હવે અવિકૃત પરિણમન, સમ્યગ્દર્શન પરિણામ. એ દર્શનમોહનો અભાવ થયો તો એ પરિણામ થયા એમ પણ નહિ. આહાહા...! અને સમકિતના પરિણામ દ્રવ્ય કર્યા એમ પણ નિશ્ચયથી નથી. સમજાય છે કાંઈ? એવા સમ્યગ્દર્શનના કાળમાં વ્યવહાર, રાગ આવે છે તો તેનો પણ કર્તા નથી. તેને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો એ સંબંધી પોતાનું જ્ઞાન છે તેને જ જાણે છે. આહાહા...! સમજાય છે કાંઈ વ્યવહાર ને નિશ્ચયના ગોટા મોટા. ક્યાંય પત્તો લાગે નહિ. આહાહા.! છે ને?
“સુષ્યને “એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે...” શું કહે છે? કોઈપણ જીવ અથવા પુદ્ગલ પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપક છે. આહાહા. પરિણામો દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપક છે, પર સાથે કોઈ વ્યાપ્ય-વ્યાપક છે જ નહિ. આહાહા...! શાસ્ત્રમાં એમ આવે, ઇસમિતિમાં જોઈને ચાલવું. આવે ને? એ બધા વ્યવહારના કથન છે. વાત તો એ છે કે, એમને પ્રમાદના પરિણામ નથી એટલું બતાવવું છે. આહાહા...! પગના પરિણામ આત્મા કરી રાગના પરિણામનો કર્તા પણ જ્ઞાની નથી તો પછી પગ આમ ઊંચા-નીચા કરવાનો કર્તા આત્મા છે એ તો છે જ નહિ. આહાહા.! શું થાય? આ તો બાપુ વીતરાગનો માર્ગ છે. આહાહા. અનંત તીર્થકરોએ પરમાગમમાં આ કહ્યું. પરમાગમની દૃષ્ટિ શું છે? અને પરમાગમનો હુકમ શું છે? એ એણે જાણવું જોઈએ ને? સમજાય છે કાંઈ? આમાં કોઈની સફારશ કામ ન આવે કાંઈ. સફારશને શું કહે છે? આહાહા...! વસ્તુસ્થિતિ આમ છે ત્યાં... આહાહા..!
એક એક દ્રવ્ય પોતપોતાના પરિણામમાં વ્યાપ્ય-વ્યાપક છે તેથી કર્તા છે. ક્યા કારણે?