________________
૩૦૮
કલામૃત ભાગ-૬
અને પરિણામ જીવનું કાર્ય, એ પણ વ્યવહારદૃષ્ટિથી છે, સાચી વ્યવહારદષ્ટિથી. ઓલી જૂઠી વ્યવહારદૃષ્ટિ હતી. આહાહા...! શું કહ્યું કે, આત્મા પોતાના પરિણામનો કર્તા અને પરિણામ આત્માનું કર્મ. ચાહે તો શુદ્ધ હો કે અશુદ્ધ હો. અશુદ્ધ અજ્ઞાનીના, શુદ્ધ જ્ઞાનીના, પણ એ પણ ઉપચારમાત્રથી છે. આહાહા! ઉપચાર નામ આરોપ. એ પણ વ્યવહારનયથી છે. પણ એ કેવી વ્યવહારનય? સાચી વ્યવહાર. આહાહા...! નિશ્ચયનો અર્થ એ કર્યો. આવી વાત છે.
નિશ્ચયેન' “સાચી વ્યવહારદૃષ્ટિથી જોવામાં આવે, શું જોવામાં આવે? સ્વદ્રવ્યપરિણામપદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો...” “વા કવ ર્ ર્મ વિમ્ પુષ્યતે” સ્વદ્રવ્યના પરિણામ અને પદ્રવ્યના પરિણામ, પોતપોતાના કર્તા-કર્મ છે, પરની સાથે તો કાંઈ સંબંધ છે નહિ છે? “સતા વ સર્વ કાળે... આહાહા...! ત્રણે કાળ, ત્રણ લોકમાં સર્વ કાળ. આહાહા...! પરિણમે છે જે દ્રવ્ય આ નિશ્ચય એટલે સાચી વ્યવહારદષ્ટિ. પરિણમે છે જે દ્રવ્ય.. જુઓ! પરિણમે છે જે દ્રવ્ય. દ્રવ્ય પરિણમે છે. પર્યાય લેવી છે એ અપેક્ષાએ. આહાહા...! પરિણમે છે જે દ્રવ્ય અને કર્મ અર્થાતુ દ્રવ્યનો પરિણામ.” “અમે પુષ્યતે” “એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે.... લ્યો, શું કહ્યું ઈ? આવું કેમ કહ્યું કે, સાચી વ્યવહારદૃષ્ટિથી કે એ પરિણામ, કર્મ વ્યાપ્ય અને આત્મા વ્યાપક અથવા પુદ્ગલાદિ દરેકમાં, અહીંયાં આત્મા લેવો. આત્મા વ્યાપક છે અને પરિણામ વ્યાપ્ય છે, એવો વ્યાપ્ય-વ્યાપક સંબંધ પોતામાં છે, એમ સાચી વ્યવહારદૃષ્ટિથી કહેવામાં આવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? નિશ્ચયથી તો વસ્તુ વસ્તુ છે. આહાહા..! પરિણામનો કર્તા કહેવો એ સાચી વ્યવહારદૃષ્ટિ છે. આહાહા...! પરના પરિણામનો કર્તા કહેવો એ જૂઠી વ્યવહારદષ્ટિથી છે. આહાહા.! આવી વાત હવે ક્યાં છે? મૂળ ચીજની મર્યાદા શું છે તે બતાવે છે. એ કોઈએ કલ્પી હોય ને માની હોય એ પ્રમાણે કંઈ વસ્તુની મર્યાદા હોય?
સર્વ કાળ પરિણમે છે જે દ્રવ્ય... જુઓ સિદ્ધાંત આ. જે પરિણમે છે તે દ્રવ્ય કર્તા અને પરિણમન થયું તે તેનું કર્મ, બસ! ત્રણે કાળ સિદ્ધાંત આ. પરમાણુમાં, આત્મામાં, એ દ્રવ્યમાં જે પલટે છે, પરિણમે છે, બદલાય છે એવું દ્રવ્ય કર્યા છે અને બદલાયું, પરિણામ થયા તે તેનું કર્મ, કાર્ય, બસ! આ સિવાય કોઈ પરની સાથે કોઈ સંબંધ છે નહિ. સમજાય છે કાંઈ? પોતામાં પણ આટલો ભેદ પાડવો એ સાચી વ્યવહારદૃષ્ટિ છે. આહાહા...! નિશ્ચયથી તો પરિણામ પરિણામનો કર્તા છે. દ્રવ્યને કર્તા કહેવો તે સાચી વ્યવહારષ્ટિ છે. આહાહા...! એવી વાત છે, બાપુ! બહુ સૂક્ષ્મ, ભાઈ તત્ત્વની દૃષ્ટિ. હજી તો પરથી ભિન્ન, પરના પરિણામ તે સમયે થાય છે.
આ હાથ જુઓ આમ હલે છે તો અહીંયાં તે સમયે તેનો વિકલ્પ છે અને એ સમયે આ હાથ આમ થયો તો જૂઠી વ્યવહારદૃષ્ટિથી કહેવામાં આવ્યું કે, તેણે આંગળી હલાવી.