________________
કળશ-૨૧૦
૩૦૭
તેણે કર્યાં એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! સમજાય છે કાંઈ? કહ્યું ને?
‘કહેવા માટે એમ છે...’ જ્ઞાનાવરણીય કર્મ જીવે કર્યું. કહેવા માટે કેમ? કે, રાગાદિના સમયે પરમાણુ બંધાય છે, સમય તો એક છે. સમય એક છે. અહીંયાં રાગ કર્યો અને ત્યાં મોહનીય બંધાયું. અહીંયાં આવા પરિણામ થયા અને ત્યાં ભવિષ્યનું આયુષ્ય બંધાયું તો એટલું તે સમયે જોઈને તેણે કર્યાં એવા જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! એમ કહેવામાં હેતુ શો? એટલો કે, એક સમય છે ને? બેયનો સમય તો એક જ છે. આહાહા..! જે સમયે એને જ્ઞાનાવરણીય બંધાય એવા ભાવ કર્યાં, ભાવનો કર્તા થઈને અજ્ઞાનીએ (ભાવ કર્યા) તે જ સમયે જ્ઞાનાવરણીય બંધાય છે. ભલે એ ૫૨માણુ પોતાની પર્યાયની યોગ્યતાને કાળે બંધાય છે, ત્યાં પોતાનો સ્વકાળ છે. પણ આ સમય અને આ સમય બેય એક હોવાને કા૨ણે તેણે બાંધ્યા એવું નિમિત્તથી જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! જુઓ તો ખરા માર્ગ પ્રભુનો! પરમાગમ શું કહે છે? સમજાય છે કાંઈ? ૫૨માગમ વ્યવહાર કોને કહે છે અને નિશ્ચય કોને કહે છે? પરમાર્થ નિશ્ચય કોને કહે છે? અશુદ્ધ નિશ્ચય કોને કહે છે? આહાહા..!
શુદ્ધ પરિણામનો કર્તા-કર્મ એ પણ ઉપચારથી છે. એ પહેલા આવી ગયું છે. કર્તા અને કર્મ એવા બે ભાગ પડી ગયા ને? શુદ્ધ પરિણામનો કર્તા આત્મા છે, એ પણ ઉપચારથી છે. વ્યાખ્યાનમાં પહેલા આવી ગયું છે. ક્યાં છે? કહ્યું છે પહેલું? આ બાજુ છે ક્યાંક, આ બાજુ છે, આ પાને. ખબર છે પણ પાના કંઈ યાદ રહે છે, બાપુ! કેટલામું? પચાસ પાને છે, હિન્દી. (કળશ–૪૯) તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલા છે એ ઉપચારમાત્રથી છે. આહાહા..! જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી....' આહાહા..! છે? હિન્દીમાં પચાસમે પાને છે, છઠ્ઠી-સાતમી લીટી છે, વચ્ચે છઠ્ઠી-સાતમી લીટી છે. મારા ગુજરાતી પુસ્તકમાં) તો અહીંયાં છે. જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે,...' જોયું? એ પણ કર્તા ઉપચારથી અને તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલા છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી...’ પોતાના પરિણામનો કર્તા આત્મા છે એમ કહેવું એ ઉપચાર છે, પણ ૫૨નો કર્તા તો ઉપચારથી પણ નથી. આહાહા..! આવી વાત છે, ભાઈ! શું થાય? (અહીંયાં કહે છે, અશુદ્ધ પરિણામો થતી વખતે) કર્મ જીવે કર્યું, સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે;...' આહાહા..! ‘કારણ કે... વિ નિશ્ચયેન વિન્સ્યતે”, “વિ નિશ્ચયેન વિન્યતે” જો.... નિશ્ચય નામ સાચી. નિશ્ચયનો અર્થ કર્યો પાછો. સાચી વ્યવહારદૃષ્ટિ. ઓલી જૂઠી વ્યવહારસૃષ્ટિ હતી. આહાહા..! નિશ્ચય નામ સાચી વ્યવહા૨દૃષ્ટિથી જોવામાં આવે, શું જોવામાં આવે? સ્વદ્રવ્યપરિણામ-પરદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો...’ ‘સવા વ Í ર્મ મ્ ષ્યતે” જોયું? સાચી વ્યવહારષ્ટિ. એટલો ભેદ થયો ને? પરિણામ જીવે કર્યા