________________
૩૦૬
કલશામૃત ભાગ-૬
કર્યાં એ આત્મા કેવી રીતે થાય? આહાહા..! સમજાય છે કાંઈ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં સમજવું તેહ’. અહીંયાં એમ કહે કે, કર્તા ઇ જ છે. તો પછી જ્ઞાની પણ રાગનો કર્તા છે? એમ સિદ્ધ ન થાય. આહાહા..! સમજાય છે કાંઈ? એ બપોરે આવશે. વ્યવહા૨ રત્નત્રયના વિકલ્પનો કર્તા પણ ધર્મી નથી. કરાવનાર નથી, અનુમોદન ક૨ના૨ નથી. આહાહા..! એ રાગ થાય છે પણ જ્ઞાનીના ધ્યેયમાં તો આત્મા છે. આહાહા..!
જાગતો જીવ જ્ઞાયકભાવ પડ્યો છે ને પ્રભુ! આહાહા..! બેનની એ ભાષા છે ને? જાગતો જીવ ઊભો છે ને! વચનામૃતમાં છે. જ્ઞાયકભાવ ધ્રુવ છે ને! આહાહા..! એવી દૃષ્ટિ જ્યાં થઈ તો જરૂર તેને આત્મા પ્રાપ્ત થાય. આહાહા..! અને ચૈતન્યના પરિણામથી પ્રાપ્ત ન થાય એમ ત્રણકાળમાં બને નહિ. સમજાય છે કાંઈ? અને રાગથી પ્રાપ્ત થાય એમ ત્રણકાળમાં બને નહિ. આહાહા..! આવું સ્વરૂપ.
ત્યાં તો બધા કારીગર લીધા છે. એ તો નામું લખનારેય કારીગર કહેવાય ને? કલમથી લખે છે. કલમ કર્તા અને અક્ષર તેના પરિણામ એમ પણ નહિ અને કર્મનો કરનારો જે પરિણામ રાગ અને રાગના પિરણામ કર્યાં અને એ કલમ ચાલે છે તે તેનું કાર્ય એમ છે નહિ. કલમ સમજાય છે? સમજાય છે કાંઈ? સુતાર, લુહાર, કુંભાર લ્યો, કુંભાર. કુંભાર પણ કારીગર છે ને? કુંભાર ઘડાને કરે છે એમ કહેવું એ જૂઠી વ્યવહારદૃષ્ટિથી છે. અજ્ઞાની કુંભાર પોતાના પરિણામનો કર્તા છે. આહાહા..! ઘડાને બનાવવાનો ભાવ, એ ભાવનો કર્તા અજ્ઞાની છે. આહાહા..! જ્ઞાની કુંભાર હોય, સમિકતી કુંભાર હોય ને? તો એ ઘડાના પરિણામનો કર્તા તો નથી પણ રાગ આવે છે તે પરિણામનો કર્તા પણ ધર્મી નથી. આહાહા..! આ તો વસ્તુની સ્થિતિની મર્યાદા એવી છે. આ કોઈ ભગવાને કરી છે, એમ છે? ભગવાને તો જેવી છે તેવી જાણી, તેવી કહી, તેવી છે, બસ! આહાહા..! એ કહ્યું ને?
એવું કેમ કહેવામાં આવે છે, એમ કહે છે. રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોત...' સમયે વ્યવહાર કહેવામાં આ કારણ છે, એમ કહે છે. શું કહ્યું? કે, જ્ઞાનાવરણી કર્મ જીવ કરે છે એવો વ્યવહાર, જૂઠી દૃષ્ટિથી કહેવાનો હેતુ શો છે? કારણ શું? આહાહા..! કે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં...' સમયે, જોયું? તે સમયે. જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે...’ એ સમયે પુદ્ગલ પિરણમે છે. આહાહા..! પરિણમે છે પોતાને કારણે, આહાહા..! પણ સમય એક થયો ને? અહીંયાં રાગ કર્યો, ત્યાં જ્ઞાનાવરણીય બંધાયું, મોહનીય બંધાયું વગેરે. તો એ એક સમયે આમ સાથે છે. આહાહા..! થતી વખતે. જ્ઞાનાવરણાદિ, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય બધા લેવા. આહાહા..! પુદ્દગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે.' જોયું? કહેવા માટે કેમ છે? વ્યવહારથી કહેવા માટે કેમ છે? એ સિદ્ધાંત કહ્યો. આહાહા..! જ્યારે રાગાદિ પરિણામ, પુણ્ય-પાપ, દયા, દાનના પરિણામ થાય છે તે જ વખતે પુદૂગલ કર્મરૂપે પરિણમે છે તો એક સમય જોઈને