________________
૩૦૫
કળશ-૨૧૦ પંડિતજી છે. એને કંઠસ્થ છે. નિન્દવ (આદિ) છ બોલ આવે છે ને? એ છ બોલના પરિણામ થયા તો જ્ઞાનાવરણીય કર્મ બંધાયું એ વ્યવહાર જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું. નિશ્ચયથી એ છ બોલના પરિણામનો કર્તા અજ્ઞાની જીવ છે અને તેનું જ કર્મ–કાર્ય છે. છ પ્રકારે જે આવરણ બંધાય છે એ છ ભાવનું કાર્ય અજ્ઞાનીનું કાર્ય છે અને અજ્ઞાની જ તેનો કર્તા છે. કર્તા-કર્મ ‘વિભિન્ન પુષ્યતે' પરથી ભિન્ન જાણવું જોઈએ, એમ કહે છે. સમજાય છે કાંઈ? આહા...! આવી વાત છે, ભાઈ! આ તો સત્ય આવે તો સની જે વસ્તુસ્થિતિ છે એ તો પ્રસિદ્ધ થાય છે ને. જોયું?
“વિમિત્રમ્ પુષ્યતે” “જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તા–એવું કહેવા માટે સત્ય છે...” કહેવામાત્ર છે. આહાહા...! “કારણ કે યુક્તિ એમ છે... કેમ કહેવામાં આવે છે એ હવે લ્ય છે. “રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે....” રાગદ્વેષ, વિષયવાસના આદિના પરિણામ અજ્ઞાની પોતાના માનીને કરે છે એ બરાબર છે. બરાબરનો અર્થ એ પરિણામનો કર્તા અજ્ઞાની છે એમ બરાબર છે. સમજાય છે કાંઈ?
મુમુક્ષુ :- આ વ્યવહાર જૂઠો નથી?
ઉત્તર :- નહિ. અજ્ઞાનીનો વ્યવહાર જ્ઞાનીની અપેક્ષાએ જૂઠો છે પણ તેની અપેક્ષાએ જૂઠો નથી. તેની અપેક્ષાએ અજ્ઞાનીના પરિણામ કર્તા, કર્મ તેના પોતામાં છે, એ વાત એ અપેક્ષાએ સિદ્ધ કરવી છે. જ્ઞાનીની અપેક્ષાએ ભિન્ન છે એ વાત જુદી છે. અહીંયાં તો અજ્ઞાની પોતાના રાગનો કર્તા છે, દયા, દાન, વ્રત, ભક્તિના જેવા પરિણામ કરે તેનો એ કર્તા અને તે તેનું કર્મ અને એ વખતે કર્મબંધન થાય તેનો આત્મા કર્તા અને કર્મ, એવો પરની સાથે સંબંધ નથી. આવું છે, પ્રભુશું થાય? સત્ય તો સત્ય રહેશે. એ કોઈનું ઊંધું માન્ય કંઈ સત્ય ફરી નહિ જાય. આહાહા.! અમે આ બધાના (કામ) કરી દઈએ... આહાહા.!
કારણ કે યુક્તિ એમ છે કે રાગાદિ અશુદ્ધ પરિણામ...” જુઓ! એ પુણ્ય ને પાપના ભાવ અશુદ્ધ પરિણામ છે. આહા...! તે “જીવ કરે છે...” એ જીવના પરિણામ છે, એ કોઈ જડના પરિણામ નથી. આહાહા...! એક બાજુ જ્યાં સ્વભાવની દૃષ્ટિ ચાલે ત્યાં કહે કે, વિકારનો કર્તા કર્મ છે અને કર્મ વ્યાપક ને વિકાર પરિણામ વ્યાપ્ય. એ બીજી દૃષ્ટિ છે. એ તો સ્વભાવના જ્ઞાતા-દેણપણાના પરિણમનમાં), હું તો જ્ઞાન સ્વરૂપ છું, હું શું કરું? રાગ કરવાની મારામાં કોઈ શક્તિ નથી, ગુણ નથી, સ્વભાવ નથી તો એ રાગનો કર્તા હું નથી. સમ્યગ્દષ્ટિ એવી રીતે પોતાને જાણે છે. આહાહા. સમજાણું કાંઈ પણ અહીંયાં એ વાત સિદ્ધ નથી કરવી. ત્યાં સિદ્ધ કરતી વખતે એમ કહે કે, રાગ પુદ્ગલ છે, પુદ્ગલ કર્તા છે, પુદ્ગલ સ્વામી છે. આહાહા...!
એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ, ભગવાન પૂર્ણાનંદનો નાથ જેની દૃષ્ટિમાં આવ્યો, આહાહા...! પૂર્ણ સ્વભાવ શુદ્ધ પવિત્રનો પિંડ પ્રભુ, એ જ્યાં દૃષ્ટિમાં આવ્યો ત્યાં વિકારી પરિણામનો