________________
૩૦૪
કલશામૃત ભાગ-૬
અને તે પરિણામ તેનું કર્મ, કર્મ નામ કાર્ય. આહાહા.! સમજાય છે કાંઈ
ત્યાં શિલ્પી લીધો છે (પણ) બધું લેવું. શિલ્પી, કારીગર એમ પાઠ, મૂળ પાઠમાં છે. સોની હો, લુહાર હો, સુતાર હો. સુતાર લાકડા ઘડે છે તો એમ કહે કે, આ હથોડાથી ઘડે છે... હથોડો હોય, શું હોય? એમ કહેવું તે વ્યવહાર છે. બાકી તો સુતાર પોતાના રાગ પરિણામને કરે છે. આહાહા. અને રાગનું ફળ ભોગવે છે. નિશ્ચયમાં તો એમ છે. એમ શ્લોક છે. શિલ્પીનો શ્લોક છે કે, શિલ્પી પોતાના રાગને કરે અને શિલ્પી પોતાના રાગને, દુઃખને ભોગવે. પણ પરને કરે અને પરનું ફળ ભોગવે, જ્ઞાનાવરણીનો બંધ કરે અને જ્ઞાનાવરણીનું ફળ આત્મા ભોગવે એ તો વ્યવહારનું, જૂઠી દૃષ્ટિનું કથન છે. આહાહા...! સમજાય છે કાંઈ?
દયા પાળવામાં પરની પર્યાય આત્મા કરે એ તો નિમિત્તથી જુઠા વ્યવહારથી કહેવામાં આવે છે. ફક્ત દયા પાળવાનો ભાવ છે એ તેના પરિણામ છે તો અજ્ઞાની તેનો કર્તા અને એ પરિણામ તેનું કર્મ છે. સમજાય છે કાંઈ? આવી વાતું છે, બાપુ! બહુ ઝીણું, ભાઈ! આહાહા.! અંતરના સમય સમયના પરિણામ ભિન્ન ભિન્ન પરિણામ થાય છે. આહાહા.!
અહીંયાં એ કહે છે, “કહેવા માટે તો છે, વસ્તુ સ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે– “વ્યાવદિશા વ વત્ન એ તો વ્યવહાર કહેવામાં, કેવળ વ્યવહારથી કથન છે.
જૂઠી વ્યવહારદષ્ટિથી જ.” “ “કર્તા... “ “કરાયેલું કાર્ય. કર્તા ભિન્ન અને કાર્ય ભિન્ન એ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આત્મા રોટલી ખાય છે, એમ કહેવું એ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા.! બાકી રોટલીની પર્યાય પોતાથી થાય છે, એ ખાવાના પરિણામવાળાથી રોટલીની ટૂકડા થાય છે, એમ નથી. આહાહા...! આ તો ધીરાના કામ છે, બાપુ! આહાહા.! આ તો જેને આત્માનું હિત કરવું હોય... આહાહા. એની વાત છે. પહેલા તો અજ્ઞાનથી સિદ્ધ કરે છે. આહાહા.! છે ને?
કર્તા અને કર્મ. વ્યવહારથી કાર્ય કર્યું એમ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. પણ વિમિઝમ થતું જોયું? પણ ભિન્ન ભિન્ન છે. આહાહા.! એ સોની હથોડીથી ઘડે છે એમ કહેવું એ તો વ્યવહારથી, જૂઠા વ્યવહારથી છે, બાકી ભિન્ન ભિન્ન છે. હથોડીના પરિણામ અને ઘડતરમાં જે ચીજ હોય છે તેના પરિણામ, બેય ભિન્ન છે અને સોનીના પરિણામ પણ ભિન્ન છે. તો સોનીના પરિણામથી ત્યાં હથોડી ઉપડી અને ગ્રહણ કરી, એ સોનીના પરિણામ તેના કર્તા છે, એ તો વ્યવહારથી છે, નિશ્ચયથી એમ નથી. વિભિન્નમ્ પુષ્યતે'. સત્યદૃષ્ટિથી વિભિન્નમ્ સુતે. જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું. આહાહા.. સમજાય છે કઈ? બહુ માર્ગ, બાપુ સમ્યગ્દર્શન જ હજી બહુ સૂક્ષ્મ ચીજ (છે), પ્રભુ આહાહા.!
અહીંયાં તો હજી વ્યવહારથી પરપરિણામનો કર્તા વ્યવહારથી કહ્યું એ પણ નથી એટલું સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે ને? છ પ્રકારે.