________________
કળશ-૨૧૦
૩૦૩ કરે છે પણ તન્મય થતો નથી, એમ પાઠ છે. કુંદકુંદાચાર્યદેવનો મૂળ શ્લોક છે). આહાહા.! શું થાય? પ્રભુ! બહુ માર્ગ ફરી ગયો. આહાહા.! હજી સમ્યગ્દર્શન તો ક્યાંય રહી ગયું. હજી તો અજ્ઞાની કર્મના પરિણામ કરે છે, આત્મા બાંધે એવું ભોગવે. એમ કહેવાય છે કે નહિ? એ જૂઠી દૃષ્ટિએ કહેવામાં આવે છે. પરદ્રવ્યના પરિણામ આત્મા કેવી રીતે કરે? આહાહા...! સમજાય છે કાંઈ? એ વણકર કપડાને વણે છે, વણે છે કહે છે ને? એ કેવી રીતે વણે? આહાહા...! કેમકે પ્રત્યેક પદાર્થની તે તે સમયમાં જન્મક્ષણ-પરિણામની ઉત્પત્તિનો કાળ છે. આહાહા...! ત્યાં ત્યાં તે પરિણામ ઉત્પન્ન થાય છે. પૂર્વની પર્યાય પણ કેવી રીતે? અને પર તો કરે જ કેવી રીતે? આહાહા...! તત્ત્વનું વસ્તુ સ્વરૂપ આમ છે એવી સ્થિતિ વ્યવહારે પણ શ્રદ્ધામાં ન આવે... આહાહા.! વ્યવહારશ્રદ્ધા નિશ્ચયશ્રદ્ધા તો સમ્યગ્દર્શનમાં પરની શ્રદ્ધાનો અહીંયાં ખ્યાલ પણ નથી, પણ પહેલા શ્રદ્ધામાં, આ પરિણામ આ પરિણામનો કર્તા નથી, એક દ્રવ્યના પર્યાય-પરિણામનો કર્તા બીજું દ્રવ્ય નથી).
શિલ્પી, હથોડો લ્ય. હથોડો કહે છે ને? હથોડો લીધો, એવો પાઠ છે. હથોડો ગ્રહણ કરે છે પણ તન્મય થતો નથી, એમ પાઠ છે, મૂળ પાઠ છે, તેનો શ્લોક છે. કારીગર ઉપકરણને ગ્રહણ કરે છે પણ તન્મય થતો નથી એનો અર્થ કે ગ્રહણ કરતો જ નથી. એ તો નિમિત્તથી કથન છે. આહાહા.! લીધું, કોણ લે? ભાઈ! આંગળીના પરિણામથી આ શીશપેન ઊંચી થઈ એમ કહેવામાં તો નિમિત્તનું જૂઠા વ્યવહારથી કથન છે. બાકી તેના પરિણામનો કર્તા તે દ્રવ્ય છે અને આંગળીના પરિણામનો કર્તા પરમાણુ છે. આહાહા...! આવી વાત છે).
મુમુક્ષુ :- જીવે શું કર્યું?
ઉત્તર – જીવે રાગ પરિણામ કર્યા. અહીં તો પહેલી અજ્ઞાનીની સમુચ્ચય વાત લેવી છે ને?
અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે. આહાહા...! જ્ઞાની તો રાગનો કર્તા પણ નથી. એ વિકલ્પ આવે છે તે સમયે પોતાના સ્વભાવની દૃષ્ટિ છે તો સ્વનું જ્ઞાન કરવામાં પર્યાયમાં સ્વપર જાણવાના સામર્થ્યથી પરને જાણે છે એમ કહેવામાં આવ્યું. આહાહા.! રાગ જે આવ્યો તેનો અજ્ઞાનભાવે કર્તા આત્મા છે અહીંયાં તો પહેલા એ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? આહાહા. કેમકે એના પરિણામ છે. પરિણામી દ્રવ્યના પરિણામ છે. અહીં તો ત્યાં સુધી લ્ય છે, દ્રવ્ય પરિણમે છે, તેનું દ્રવ્ય પરિણમે છે. પરિણામ એના, પર્યાય એની છે એ બતાવે છે. આહાહા.. શું થાય? ભાઈ બધું છે, છે એમ છે. આહાહા.! એ સોની હથોડો ગ્રહણ કરે છે અને હથોડા વડે કરે છે એમ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! એ ગ્રહણ કરી શકતો જ નથી. હથોડો ઉપાડી શકતો જ નથી. ઓહોહો...! આમ (ઊંચું) થાય છે તો એ પરિણામનો કર્તા આંગળી પણ નથી, સોનીના આત્માના પરિણામ પણ નહિ. આહાહા. તે તે ક્ષણમાં તે તે પરમાણુની તે પર્યાય પોતાથી થાય છે તો કર્તા તે પરમાણુ