________________
૩૦૨
કલશામૃત ભાગ-૬
એમ કહેવામાં આવે છે કે... વેલણ કહે છે ને? વેલણથી રોટલી થાય છે. એ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? અહીંયાં તો મૂળ પાઠમાં દૃષ્ટાંત દીધો છે, એનો શ્લોક છે. શિલ્પી. કારીગર જે છે ને? કારીગર. સોની, લુહાર, સુતાર, વણકર. વણકર સમજ્યા? કપડા વણે છે. શું કહે છે? ઝૂલા. વણકર. સોની, લ્યોને! સોની દાગીના કરે છે, ઝવેરાત (કહે છે? ઝવેરાતના પરિણામ કરે છે એમ વ્યવહારથી તે નિમિત્ત છે એટલે કહેવામાં આવ્યું છે, જૂઠી દૃષ્ટિએ. આહાહા...! સમજાય છે કાંઈ? સોની દાગીના બનાવે છે એમ નિમિત્તનું લક્ષ કરાવવા, જ્ઞાન કરાવવા જૂઠી વ્યવહારદૃષ્ટિથી, સોની દાગીના કરે છે, વણકર કપડા વણે છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહેવામાં આવે છે). નિમિત્ત એ પર ચીજ છે અને પરના પરિણામ પરથી થાય છે, પોતાના પરિણામ પોતાથી થાય છે. એમ નિશ્ચયથી વિચારતાં તો પરથી પરિણામ થયા એ જૂઠી દૃષ્ટિએ કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ
મુમુક્ષુ - સોનીને મજૂરી આપવી કે નહિ?
ઉત્તર :- ક્ષે કોણ? શેઠા એ પૈસા છે ને? પૈસાના પરિણામ છે, આમ જવાના, એ પરિણામનો કર્તા એ પૈસાના પરમાણ છે. તમે આપો છો એમ કહેવું એ તો જૂઠી દૃષ્ટિથી છે, એમ કહે છે. શેઠા એને બહુ વેપાર મોટો કરોડો (છે ને? તો બધાને ચે ને મજૂરી દે ને. આહાહા.! બીડ્યું વાળ ને... કોણ (વાળે ?
મુમુક્ષુ :- મજૂરી તો દેવી જ જોઈએ ને, નહિતર શેનો કામ કરે?
ઉત્તર :- કામ કોણ કરે? બાપુ! ભગવાન! બહુ ઝીણી વાત, બાપુ! આહાહા.! આ તમારે લાદી. લાદી છે ને તમારે શું કહેવાય એ? થાણા. થાણા', થાણામાં (કારખાનુ) છે. ત્યાં અમે ઉતર્યા હતા ને લાદીનો મોટો વેપાર છે. પોપટભાઈના દીકરા છે, પોપટભાઈ! બેય ભાઈઓ આવ્યા છે. કરોડોપતિ છે ઈ. ધૂળના પતિ આહાહા.! શું કહ્યું?
મુમુક્ષુ :- ધૂળના ભલે, શાકભાજી ને રોટલા તો થાય છે ને?
ઉત્તર :- શાકભાજી ને રોટલા એનાથી મળતા નથી. એ પરમાણુ પણ જેની પાસે આવવાના છે, “ખાનેવાલે કા નામ પરમાણુ મેં હૈ એમ આવે છે ને? એનો અર્થ કે, જે પરમાણુ એની પાસે આવવાના છે એ આવશે. તેની ઇચ્છા છે એટલે આવશે એમ નથી. આહાહા...! સૂક્ષ્મ વાત બહુ ભાઈ! સમ્યગ્દર્શન તો એથી સૂક્ષ્મ છે). અહીં તો હજી અજ્ઞાનપણાની વાત કરે છે. આહાહા...!
અજ્ઞાનપણે પણ શિલ્પી પોતાના પાઠ એવો છે એટલે તકરાર કરે છે, પાઠમાં એમ છે ને કે, શિલ્પી કરે છે, એવો શબ્દ છે. પાઠ, મૂળ પાઠ છે). એ લોકો રતનચંદજીને એ કહે છે, જુઓ કરે તો છે, તન્મય થતો નથી. પાઠ એમ છે. પણ ઈ તો કરે છે એ તો વ્યવહારનય, જૂઠી દૃષ્ટિએ કહેવામાં આવ્યું છે. પાઠ એમ છે, મૂળ પાઠ છે, હોં! શિલ્પી