________________
કળશ-૨૧૦
૩૧૧ ઉત્તર :– ઉઘાડી શકે નહિ, પાના આમ ઊંચા કરી શકે નહિ. આહાહા.! એ બધા જજ છે. અભિમાની હતા. એ ડાહ્યાભાઈ !?
મુમુક્ષુ :- કરવાનું અભિમાન.
ઉત્તર :- અભિમાન. ઘણાંમાં મોટા જજ હતા, ત્યાં “અમદાવાદમાં ઘણી કોર્ટ છે ને? કોર્ટના ઘણા વકીલો વ્યાખ્યાનમાં આવતા. અરે! બાપુ! મારગડા પ્રભુ! જુદા છે, ભાઈ! આહાહા...! કોઈ વ્યક્તિના અનાદર માટે નથી. આ તો વસ્તુની સ્થિતિ આ છે. હૈ? આહાહા...! | ‘અનુભવમાં આવે છે.” જુઓ! શું કહે છે? દરેક પદાર્થ વ્યાપક વિસ્તાર પામીને પરિણમે છે અને એ પરિણામ તેનું કર્મ અને એ કર્તા, એમ વિચારમાં, અનુભવમાં આવે છે. અનુભવ નામ જ્ઞાનમાં એમ ભાસે છે. સમજાય છે કાંઈ? અનુભવનો અર્થ તો ઘણો ચાલે છે. બે પરમાણુ, ચાર પરમાણુ એકરૂપ થાય છે ને? એક, બે, ચાર એ અનુભવે છે એમ શાસ્ત્રમાં પાઠ છે. એને પણ અનુભવે છે એવો પાઠ છે. શું કહ્યું? એક પરમાણુમાં બે ગુણ ચીકાશ છે, બીજામાં ચાર ગુણ ચીકાશ છે તો અહીંયાં ચાર ગુણ થયા, પોતાથી થયા છે, પણ બે એકરૂપ થયા એમ અનુભવે છે. “સમયસારમાં પહેલા આવે છે. જડની અનુભૂતિ, નહિ? જડમાં પણ અનુભૂતિ છે. એ અનુભૂતિ નામ તે રૂપે થવું. આહાહા..! ભગવાન આત્માની અનુભૂતિમાં આનંદનો સ્વાદ આવવો તે અનુભૂતિ છે. આહાહા.! અને ઓલું અનુભૂતિ નામ થવું, બસ! આહાહા.! એવી ચીજ છે.
“ઘટે છે–અનુભવમાં આવે છે. એનો અર્થ જ્ઞાનમાં જાણવામાં આવે છે, એમ. પરના પરિણામ તેનું કર્મ અને તે તેનો કર્તા એમ અનુભવમાં આવે છે એનો અર્થ મારા જ્ઞાનમાં એમ આવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? પોતાના પરિણામ કર્મ અને પોતાના પરિણામનો આત્મા કર્તા એમ જ્ઞાનમાં આવે છે. આહાહા. “અન્ય દ્રવ્યનું અન્ય કર્તા, અન્ય દ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ” કર્મ એટલે કાર્ય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય અને બીજું દ્રવ્ય તેનું કર્તા “એવું તો અનુભવમાં ઘટતું નથી; આહાહા...! એમ તો અમારા જ્ઞાનમાં આવતું નથી, એમ કહે છે. આહાહા..! અમારા જ્ઞાનમાં એમ તો અમને ભાસતું નથી. આહાહા...! સમજાય છે કાંઈ? એ ૩૭રમાં કહ્યું કે, કુંભાર ઘડો કરે છે એમ અમને તો દેખાતું નથી. ઘડો તો માટીથી થાય છે એમ અમને તો દેખાય છે. આહાહા! સમજાય છે કાંઈ?
એ અજ્ઞાની) કહે, એકાંત થઈ જાય છે. કથંચિત્ કર્તા પણ કહો, કથંચિત્ અકર્તા કહો. એમ નથી. સ્વના પરિણામ રાગનો કર્તા કથંચિત્ છે એ પણ અજ્ઞાનભાવમાં. એ પહેલા આવી ગયું ને, આપણે આવી ગયું. “મેવાવવોઘ’ ભેદજ્ઞાન પહેલા, ભેદજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયા પહેલા રાગ મારું કાર્ય અને રાગ કર્તા એમ જાણો. અજ્ઞાનભાવે જાણો. આહાહા...! અને ભેદજ્ઞાન ઊર્ધ્વ કરો, પછી જ્યારે ભેદજ્ઞાન થયું, રાગથી ભિન્ન પડ્યો, વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી પણ સમ્યગ્દર્શનમાં ભિન્ન પડ્યો ત્યારથી તું... આહાહા.! અકર્તા જાણ. પહેલા