________________
૩૧૨
કલામૃત ભાગ-૬
આવી ગયું છે. સમજાય છે કાંઈ ભેદજ્ઞાન પહેલા, જો તું જૈનનું માનતો હોય તો, એમ લીધું ને? જૈનને માનનારો સ્યાદ્વાદ માનો. અર્થાત્ ભેદજ્ઞાન થયા પહેલા વિકારનો કર્તા તું છો એમ જાણ. વિકાર કર્મથી થાય છે એમ ન જાણો. આહાહા.! અને ભેદજ્ઞાન થયા પછી “á', “á' શબ્દ પડ્યો છે, પછી... આહાહા.. સમકિતીને વ્યવહાર, રાગની ક્રિયા આવે છે. તેને જ વ્યવહાર કહે છે, અજ્ઞાનીને વ્યવહાર છે ક્યાં? નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. આહાહા.! નિશ્ચય છે તેને વ્યવહારનો અકર્તા માનો, ભેદજ્ઞાન થયા પછી. આહાહા...! જૈનના મતવાળા, માનનારા, જૈનની આજ્ઞા માને છે તો આ આજ્ઞા છે, એમ કહે છે. આહાહા. સમજાય છે કાંઈ? માસ્તર છોકરાને ભણાવી શકે છે. નહિ? પંડિતજી! સારો માસ્તર હોય તો છોકરાને સારું જ્ઞાન થાય. સાધારણ માસ્તર હોય તો ઓછું થાય એમ છે?
મુમુક્ષુ :- ગુરુ તો ઉપદેશ આપે છે.
ઉત્તર :- કોણ આપે છે? ઉપદેશ ઉપદેશથી ચાલે છે. આહાહા...! અને તેને જ્ઞાન થાય છે તે તેની પર્યાયથી થાય છે, વાણીથી થાય છે? વાણીના પરિણામ અને તેના જ્ઞાનના પરિણામ બેય ભિન્ન ચીજ છે. આહાહા...!
અન્ય દ્રવ્યનું પરિણામ અન્ય દ્રવ્યનું કર્મએવું તો અનુભવમાં ઘટતું નથી.” જુઓ! જ્ઞાનમાં તો આવતું નથી. અમારા જ્ઞાનમાં તો (આવતું નથી). આહાહા. કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્ય-વ્યાપકપણું નથી. આહાહા.... આત્મા વ્યાપક થઈને કર્મની પર્યાયનું વ્યાપ્ય કરે એમ થતું નથી. કર્મ વ્યાપક થઈને જીવના પરિણામ વ્યાપ્ય કરે એમ થતું નથી. આહાહા.. સમજાય છે કાંઈ? એ વ્યાપ્ય-વ્યાપકપણે બે દ્રવ્યમાં ઘટતું નથી, એક દ્રવ્યમાં ઘટે છે. એ ઉપચારથી. દ્રવ્ય કર્તા અને પરિણામ કર્મ, એ પણ ઉપચારથી છે. યથાર્થમાં તો પરિણામ પરિણામનો કર્તા (છે). દ્રવ્ય તો ધ્રુવ તરીકે છે. આહાહા.! સમજાય છે કાંઈ પણ જ્યારે એમ લેવું હોય, અહીંયાં તો આવ્યું ને, પરિણમે છે આવ્યું ને? પરિણમે છે જે દ્રવ્ય” એમ આવ્યું ને? પર્યાય તેની છે એ અપેક્ષાએ. ધ્રુવ તો ધ્રુવ છે, ધ્રુવ પરિણમે ક્યાં પરિણમે છે તો પર્યાય. તો પર્યાયનો કર્તા પર્યાય છે નિશ્ચયથી તો. આહાહા.. એમ અમારા જ્ઞાનમાં આવે છે, એમ અહીંયાં આચાર્ય કહે છે. (જેવું) આવે છે એવું અમે કહીએ છીએ. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)