________________
૩૭૬
કિલશામૃત ભાગ-૬
કરી છે). અટકવાના સાધન અનંત, છૂટવાનું સાધન એક–સ્વસ્વરૂપ તરફ જવું તે. આહાહા.! સમજાણું કાંઈ?
મુમુક્ષ – દીપક વિષ્ટાને પ્રકાશે છે છતાં દુર્ગધ પેસતી નથી.
ઉત્તર :- દીવો એને અડતો નથી. અડે કોને? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં તો અભાવ છે. અડે કોને? ભાવ થઈ ગયો. આહાહા...! આકરું કામ. અરે! પગ જમીનને અડે નહિ. છતાં નીચે કાંકરી હોય તો વાગે એમ દેખાય. આહાહા.! ઈ વાગ્યું પણ નથી, કાંકરી શરીરને અડી પણ નથી. આહાહા.! અને એ શરીરમાં કાંઈ થયું અને જ્ઞાન અડ્યું નથી. આહાહા.! અરે. તેમાં એના તરફનો જરી અણગમાનો વિકલ્પ આવ્યો અને જ્ઞાન અડ્યું નથી. જ્ઞાનનો સ્વભાવ એવો ક્યાં છે? કે પરને અડે. આહાહા...! એ તો ભગવાન પોતાના સ્વભાવમાં રહી અને તેનું જ્ઞાન કરે એમ કહેવું એ વ્યવહાર છે. એ સંબંધીનું પોતાનું જ્ઞાન એને એ જાણે છે. એને સ્પર્શીને જાણે છે. રાગને સ્પર્શીને રાગને જાણતું નથી. આહાહા...! કહો, “ચીમનભાઈ...! આવું ક્યાં તમારા લોઢામાં હતું ત્યાં? આહાહા..! અને ન્યાયથી એના ખ્યાલમાં આવી શકે. આહાહા.! અરે..! મારું શું થશે? હું ક્યાં જઈશ? અને હું શું છું? એ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. એ ક્યાં જાય? આહાહા...!
બેનનો શબ્દ આવ્યો છે એ બધાને બહુ મીઠો લાગ્યો છે. “જાગતો જીવ ઊભો છે ને ઘણા કહે છે, લખો. એટલું બધું ક્યાં લખવું? ૐ કરીએ છીએ માંડ, બસલખી લ્યો! (એમ કહે છે). 5 બસ છે. જાગતો જીવ ઊભો છે તો તે ક્યાં જાય? એ જાણક સ્વભાવી ભગવાન ધ્રુવ છે નો એ પરિણમે તો જાણવારૂપે પરિણમે પણ પર છે માટે પરને જાણવાપણે પરિણમે છે એમેય નથી. આહાહા...! એ તો પોતાનો સ્વભાવ જ સ્વપર જાણવાનો સ્વભાવ એ આત્મજ્ઞપણું, એ તો સ્વપણું છે. આહાહા.! પણ અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે હું પરને જાણું છું તો બહાર ચાલ્યો ગયો. પરને જાણું છું માટે હું બહાર ગયો એમ થઈ જાય છે. આહાહા...! આવી વાત છે. પરને જાણવાનું કહેવું એ પણ ઉપચાર વ્યવહાર છે. આહાહા...! આવી વાત છે, ભાઈ!
ચૈતન્ય સ્વરૂપી ભગવાના “સ્વપપ્રકાશક શક્તિ હમારી તાતેં વચનભેદ ભ્રમ ભારી, શેયશક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા પરરૂપા ભાસી એ રાગ ને શરીર, વાણી પરણેય (છે) એને જ્ઞાનમાં પોતામાં રહીને તેને જાણવું એમ વ્યવહારથી કહેવાય પણ એને અડે છે અથવા એને જાણે છે માટે જ્ઞાન અશુદ્ધ થઈ ગયું, એ જ્ઞાન બહારમાં ચાલ્યું ગયું. આહાહા.! બહારને જાણે છે માટે જ્ઞાન પોતાના સ્થાનથી, ભાવથી છૂટીને બહારમાં ગયું એવો અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે. આહાહા...! હૈ?
મુમુક્ષુ – જ્ઞાન સર્વગત તો છે. ઉત્તરઃ- સર્વગત નહિ, એ વ્યવહારથી કહ્યું છે. એ તો પ્રવચનસારમાં (કહ્યું, “જ્ઞાનઅટ્ટા”