________________
કળશ-૨૧૫
૩૭૫
‘દ્રવ્યાન્તરદ્યુમ્નના તધિયઃ’ ‘આનધિયઃ’ શું? પરને સ્પર્શીને શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે...' પરનું સ્પર્શવું, જાણે અડું છું એ કેમ છૂટે? અથવા પ૨નું જાણવું મને થાય છે, એ તો ૫૨નું જાણવું થયું એ તો અશુદ્ધતા થઈ. માટે ૫૨નું જાણવું કેમ છૂટે? એમ અજ્ઞાની ભ્રમ કરે છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! એને ઘણે ઠેકાણેથી પાછો વાળવો પડશે. હેં? આહા..! આ કંઈ વાતે વડા થાય એવું નથી. વડા માટે અનાજ ને તેલ ને ઘી જોઈએ. એમ આ અંદરનો માલ છે. આહાહા..!
ચૈતન્ય તત્ત્વ તે અચેતન તત્ત્વને કેમ અડે? અચેતન જડ તો ઠીક પણ રાગેય અચેતન છે એને કેમ અડે? આહાહા..! એટલે કે એને કેમ સ્પર્શે? એટલે કે જ્ઞાનને એમ થઈ જાય કે આ રાગને જાણું છું માટે હું સ્પર્યો છું અને તેથી એનું મને જ્ઞાન થાય છે તે અશુદ્ધ છે. એથી એનું જ્ઞાન છૂટે તો હું શુદ્ધ થાઉં, એ ભ્રમ છે. સમજાય છે કાંઈ? આહાહા..! અહીં તો હજી ૫૨ની દયા પાળે તો ધર્મ થાય (એમ માને). અર........! કાળા કેર કરે છે ને! આત્માને હણી નાખે છે. મરણતુલ્ય કરે છે, નથી આવ્યું? ‘કળશ ટીકા’માં આવ્યું છે. આહાહા..! હૈં?
મુમુક્ષુ :- સમાધિ શતકમાં એમ કહ્યું, હણાય જાય છે.
ઉત્તર ઃ- આ તો જગત હણાય છે, પણ અહીં તો પોતે મરણતુલ્ય થઈ જાય છે. પોતાને મરણતુલ્ય કરી નાખે છે. આહાહા..! એટલે કે જાણે હું જાગતી જ્યોત ચૈતન્ય જ્ઞાન, દર્શન, આનંદના સ્વભાવવાળી છું એમ નથી માનતો. એ તો જાણે કે રાગને કરું છું ને રાગને સ્પર્ષં છું એ જીવના સ્વરૂપને એણે મરણતુલ્ય કરી નાખ્યું. જાણનાર-દેખનારના સ્વભાવને તેણે હણી નાખ્યો. આહાહા..! પ૨ને તો હણી શકતો નથી... આહાહા..! પણ પોતાને આ રીતે વ્યવહા૨ રત્નત્રયનો રાગ આવે એને હું અડું છું, ઇ તો ઠીક, ઇ તો વળી વ્યવહાર રત્નત્રયથી મને નિશ્ચયમાં લાભ થાય છે, અરે..! પ્રભુ! તું જ્ઞાન અને આનંદનો ધણી છો, એ રાગના વિકારથી તને અવિકારીનો લાભ થાય (એમ કેમ બને) અવિકારી તું છો એમાંથી અવિકારી લાભ થાય. આહાહા..! સમજાણું કાંઈ? આવો ધર્મ હવે.
મુમુક્ષુ :- અપરાધભાવથી નિરપરાધભાવ કેમ થાય?
ઉત્તર ઃ– હા, પણ અત્યારે તો ઇ ચાલ્યું છે.
અહીં તો ઇથી આગળ જઈને એને જાણવાથી હું અશુદ્ધ થઈ જાઉં છું. તો એ તો એનું જાણવું અને પોતાનું જાણવું એ તો પોતાના સ્વભાવમાં રહીને જાણી શકવાનો સ્વભાવ છે. ૫૨નું જાણવું થઈ ગયું માટે અશુદ્ધ થઈ ગયો. પ૨વસ્તુ છે ને? એને જાણ્યું તો અશુદ્ધ થઈ ગયો માટે સ્વને જાણું તો શુદ્ધ, એ પ૨ને જાણવું છોડી દઉં. તો પ૨નું જાણવું તો તારો સ્વપપ્રકાશક સ્વભાવ છે. એને છોડવા જઈશ તો તારી વસ્તુ છૂટી જશે. આહાહા..! અરે..! ચોરાશીના અવતા૨માં રખડી મર્યો છે અનંતકાળ. આવી ભ્રમણા ક્યાંક ક્યાંક એવી (રીતે