________________
૩૭૪
કલશામૃત ભાગ-૬
હું રાગને અડું છું, રાગને સ્પર્શ છું, શરીરને સ્પર્શ છું, એમ રાગને જાણનારો ભિન્ન છે એવા અનુભવથી ભ્રષ્ટ કેમ થાય છે? આહાહા...! સમજાણું કાંઈ?
કેવા છે જનો? અરે.. કેવા છે જીવો જગતના આહાહા.! “દ્રવ્યાન્તરવુqનાવુધિયઃ પોતાના દ્રવ્યથી અનેરી “શેયવસ્તુને જાણે છે તેથી...” જુમ્હન' જાણે મેં સ્પર્શ કર્યો એટલે અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને.... આહાહા! શરીર ને વાણીને જ્ઞાન જાણે છતાં જ્ઞાન શરીર, વાણીને સ્પર્શે નહિ એવો તો જ્ઞાનનો સ્વભાવ છે એનાથી જનો અનુભવથી ભ્રષ્ટ કેમ થાય છે? કે, હું આ શરીરને અડું છું. આહાહા..! આ શરીરની જે ઇન્દ્રિયો છે એને પણ આત્મા અડતો નથી. આહાહા.! છતાં એ જ્ઞાનના અનુભવમાં તો શરીરને સ્પર્યા વિનાનું જ્ઞાન (છે) એવો વસ્તુનો અનુભવ છે. પણ એને ઠેકાણે હું શરીરને સ્પર્શ છું, આ સુંવાળું શરીર છે એને હું અડું છું એવી રીતે જીવને પરદ્રવ્ય સાથે ચુંબન નામ સ્પર્શ કેમ માને છે? આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ આહાહા.! જન્મ-મરણના અંત લાવવાની વાતું બાપુ આકરી બહુ. એના ફળ પણ કેટલા! અનંત આનંદ. આનંદ. આનંદ. આહાહા...!
જીવતત્ત્વ જ્ઞાનસ્વરૂપે સ્થિત છે). એ પરતત્ત્વ જે છે જડ શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ-પરિવાર આદિ બધાને પોતામાં રહીને જાણવાનો સ્વભાવ છે પણ છતાં એને આ થાય કે, હું આને અડું છું, આને સ્પર્શ છું એમ માનીને) જ્ઞાનના સ્વરૂપથી ભ્રષ્ટ કેમ થઈ જાય છે? આહાહા...! સમજાણું કાંઈ? ચુંબનનો અર્થ અહીં અશુદ્ધ કર્યો, પણ ચુંબનનો અર્થ સ્પર્શવું થાય છે. આહાહા...! આ ચુંબન નથી લેતા શરીરને ને બાળકને? એ હોઠેય ત્યાં અડતો નથી. કહે છે. આહાહા.. આત્માનું જ્ઞાન તો હોઠને શેનું અડે પણ હોઠ એના છોકરાનું ચુંબન લેતો હોઠ એના શરીરને અડતો નથી. અરે.! આવી વાતા કેમકે તત્ત્વ તત્ત્વ ભિન્ન છે. શરીર, વાણી, મન એ અજીવ તત્ત્વ છે. દયા, દાનના, વ્રતના ભાવ છે તે આસવ તત્ત્વ અથવા પુણ્ય તત્ત્વ છે. ભગવાન છે તે જ્ઞાયક તત્ત્વ છે. આહાહા...! આવી વાત છે. એ જ્ઞાયક તત્ત્વ પરને અડ્યા વિના જાણવાનું સ્વરૂપ જ એનું એવું છે. છતાં આ શું થયું? જીવો, જગતના પ્રાણી શું કરે છે? આહાહા.. કે, અમે આ રાગને જાણતાં રાગને સ્પર્શીએ છીએ? આહાહા...! તેથી અમે અશુદ્ધ થઈ જઈએ છીએ. આહા..! એમ આ ભ્રમણા કેમ થઈ જગતને? આહાહા...! સમજાણું કાંઈ?
એક તત્ત્વ બીજા તત્ત્વને સ્પર્શે તો બે તત્ત્વ એક થઈ જાય છે, ભિન્ન રહેતા નથી. આહાહા...! આ તો ધીરાના કામ છે, ભાઈ! આ કઈ બહારથી કોઈ વ્રત કર્યા ને અપવાસ કર્યા ને એથી થઈ ગયો ધર્મ, એ તો ક્યાંય ત્રણ કાળમાં નથી. પણ એ વતનો વિકલ્પ ઊઠ્યો... આહાહા.! એને પણ જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતામાં રહીને એને સ્પર્યા વિના જાણે છતાં આને હું સ્પર્શ છું, અડું છું અને તેથી હું પરને જાણતા અશુદ્ધ થઈ જઉં છું, આવો ભ્રમ અજ્ઞાનીને કેમ થાય છે? આહાહા.! બહુ સૂક્ષ્મ વાત છે. સમજાય છે કાંઈ? છે?