________________
કળશ-૨૧૫
ઉત્તર :– અડે તો વાંધો (છે) એ મિથ્યાદૃષ્ટિ મલિન માને. અડે નામ સ્પર્શ કરતો નથી. કેમકે રાગ અને જ્ઞાયકભાવની વચ્ચે અત્યંત અભાવ છે. આહાહા..! રાગતત્ત્વ એ પુણ્યતત્ત્વ છે, મલિન તત્ત્વ છે, અચેતન તત્ત્વ છે, ભગવાન ચેતન તત્ત્વ છે, નિર્મળ તત્ત્વ છે, જ્ઞાયક સ્વભાવથી ભરેલું તત્ત્વ છે. એ રાગને અડ્યા વિના જ્ઞાન રાગને પોતાના ભાવમાં રહી, ક્ષેત્રમાં રહી અને રાગને જાણે. પણ આ લોકો રાગને જાણતા હું રાગને જાણું છું એટલે સ્પર્શ કરું છું, એમ ભ્રષ્ટ કેમ થઈ જાય છે? એમ કહે છે. આહાહા..! છેલ્લી ગાથાઓ (છે).
૩૦૩
મુમુક્ષુ :– રાગને જ્ઞાન અડે તો બન્ને એક થઈ જાય.
ઉત્તર :– બે વસ્તુ તદ્દન ભિન્ન છે અને ભિન્નને ભિન્ન અડી શકતું નથી. બહિલુંટતી, આવી ગયું છે ને ઇ? પહેલા આવી ગયું, નહિ? આહાહા..! એ રાગથી ભગવાનઆત્મા બહિલુંટતી–બહાર ફરે છે અને આત્માના સ્વભાવથી પણ રાગ હિલૂંટતી. આહાહા..!
એક દ્રવ્ય બીજા દ્રવ્યને તો અડતું નથી.. આહાહા..! ગજબ વાત છે! એ તો દાખલો આપ્યો હતો ને, ચાલવાનો? આ પગ ચાલે છે એ જમીનને અડતો નથી. અરે......! આ વાત ક્યાં...? કેમકે જમીનની પર્યાય અને આત્માની પર્યાંય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવમાં ભાવ સ્પર્શરૂપે કેમ હોઈ શકે? આહાહા..! આવું છે. વીતરાગમાર્ગ, સત્ય બહુ અલૌકિક છે. સાંભળવા મળે નહિ, બિચારા ક્યાં જાય? આહાહા..! એ રખડપટ્ટી ચોરાશીમાં કાગડા, કૂતરાના અવતા૨ કરી કરીને મરી જાય, અનંતવાર. આહાહા..!
અહીંયાં તો આચાર્ય મહારાજ એમ કહે છે કે, વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે,...' શું પ્રગટ છે? કે, રાગને સ્પમાં વિના, પરદ્રવ્યને અડ્યા વિના જ્ઞાન એને જાણે એવું વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે. આહાહા..! સમજાય છે? ભાવ બહુ ઊંડા છે, ભાષા તો સાદી છે. આહાહા..! આ બીડી પીવે છે કહે છે કે, બીડીને હાથ અડતો નથી. તેમ હોઠને આત્મા અડતો નથી. આહાહા..! તેમ રાગ થયો તેને આત્મા અડતો નથી. અરે..! પ્રભુ! જો તો ખરો! એ.. શેઠ! તમારું લીધું, બીડીનું. દાખલો, દાખલા વિના સમજાય શી રીતે? આહાહા..!
મુમુક્ષુ :– અડતી નથી તો પીવામાં શું વાંધો છે?
ઉત્તર ઃ– પણ પીવું ક્યાં રહ્યું ન્યાં? બીડીને અડતો નથી ને હોઠ અડતો નથી, આત્મા હોઠને અડતો નથી. આહાહા..! આવી વાત છે, ભાઈ! જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો સાંભળવા મળતો નથી એવી ચીજ થઈ ગઈ છે. શું થાય? આહાહા..!
જુઓ! હવે આવે છે. જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે’ એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે?” જોયું? આહાહા..! હું રાગને રાગમાં પેઠા વિના મારામાં રહીને રાગને જાણું છું. આવા સ્વભાવનો અનુભવ, એનાથી જીવ કેમ ભ્રષ્ટ થાય છે કે