________________
૩૭૨
કલામૃત ભાગ-૬
મહા વદ ૧, ગુરુવાર તા. ૨૩-૦૨-૧૯૭૮.
કળશ–૨૧૫ પ્રવચન-૨૩૯
કળશટીકા' ૨૧૫ કળશ, ફરીને થોડું લઈએ. “નનાઃ તત્ત્વત વિ ચેવત્તે અરે.. સંસારી જીવો...” આચાર્ય કરુણા કરીને કહે છે કે, અરે.. જીવો! આહાહા.! “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે,” શું કહે છે? ભગવાનઆત્મા તો શુદ્ધ સ્વરૂપ જ છે. પરનો એ કર્તા પણ નથી. દયા, દાનના ભાવને કરે એમેય નથી. પરને તો કરે નહિ.. આહાહા...! પણ દયા, દાનના ભાવને કરે એવું નથી. એ તો શુદ્ધ ચીજ–વસ્તુ છે. આહાહા.
“સમસ્ત શેયને જાણે છે એટલે કે, અંદર રાગ આવે એને એ સ્પર્યા વિના જ્ઞાન જાણે એવો એનો સ્વભાવ છે. શું કહ્યું સમજાણું? આહાહા...! ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્મા એને કોઈ દયા, દાન આદિનો રાગ આવે પણ એથી પરની દયા કરી શકે એ તો પ્રશ્ન છે જ નહિ... આહાહા! આવી ચીજ છે. પણ એ ભાવ આવ્યો અને જ્ઞાન સ્વભાવ સ્પર્શતો નથી. શું કહ્યું? એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તો ચૈતન્યજ્યોત ચેતના એ રાગાદિ અચેતન સ્વભાવને સ્પર્શતો નથી. આહાહા...! એ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. એમ જેના જ્ઞાનમાં જણાય એ આત્મા રાગ અંદર થાય તો રાગને સ્પર્યા વિના રાગને જાણે છે. આહાહા...! સમજાણું કાંઈ પરની દયા પાળવી કે મારવો એ તો કરી શકતો નથી કેમકે પરને અડી શકતો નથી. પણ અંદરમાં રાગ આવે એ પણ શુદ્ધ જીવના સ્વભાવમાં રાગનું અડવું અને ચુંબન કરવું એટલે સ્પર્શવું, ચુંબન એટલે સ્પર્શવું (એ પણ નથી). આહાહા.! એ ચૈતન્યઘન ભગવાન આત્મા એની સત્તા ચેતન જાણવા-દેખવાની છે, આ જાણવા-દેખવામાં જે રાગ આવે એને પણ સ્પર્યા વિના તે પોતાના ક્ષેત્રમાં, ભાવમાં રહી અને એને જાણે છે. આહાહા.! છે?
કેમ ભ્રષ્ટ થાય છે? અરે એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? એટલે રાગને જાણતા એને એમ થઈ જાય છે કે અરે...! હું રાગરૂપ થઈ ગયો અથવા રાગ મારા જ્ઞાનસ્વરૂપે થઈ ગયો એમ જીવ કેમ ભ્રષ્ટ થાય છે? આહાહા..! બહુ ઝીણી વાતું છે, બાપા આહા...! જૈનધર્મ બહુ સૂક્ષ્મ છે. લોકોએ કહ્યો છે એ બધી વાત બહારની છે. આહા.! અહીંયાં તો શુદ્ધ જીવ સ્વરૂપ છે તે રાગને જાણતા રાગને અડતો નથી. એ પરણેય છે. અને ખરેખર એ રાગ છે એ ચેતનથી ભિન્ન જાત છે માટે અચેતન છે. એ અચેતનને ચેતન અડતો નથી. આહાહા...! હૈ?
મુમુક્ષુ - અડે તો વાંધો શું છે?