________________
કળશ- ૨૧૫
૩૭૧
સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ છે. હજી ધર્મની પહેલી સીડી, મોક્ષમહેલની પહેલી સીડી. એ
છ ઢાળામાં આવે છે. સમ્યગ્દર્શન, હોં! એ તો બાપુ અપૂર્વ વાત છે અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન ને વ્રત ને ચારિત્ર બધા નિરર્થક છે. આહાહા.! સમજાય છે કાંઈ?
સમ્યગ્દર્શન એટલે આત્મા આનંદસ્વરૂપ પ્રભુ અને જ્ઞાનનો સાગર પરમાત્મા, પોતે પરમાત્મસ્વરૂપ છે, જિન સોહી આત્મા, એની અંતર અનુભવમાં પ્રતીતિ કરીને આનંદનો સ્વાદ લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા. એ વિના બધા ક્રિયાકાંડ નિરર્થક છે, સંસાર ખાતે છે. દિગંબર દર્શન, જૈનદર્શન સૂક્ષ્મ છે. આહાહા.!
આકુળિત થાય છે. જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે બુદ્ધિ. પરને જાણવાથી હું અશુદ્ધ થઈ જાઉં છું માટે પરને જાણવું છૂટી જાય તો હું શુદ્ધ થઈ જાઉં, એવી તારી માન્યતા જૂઠી છે. જ્ઞાતા-દષ્ટા તો સ્વભાવ છે. પર સંબંધી જે પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થાય છે તો પરને જાણે-દેખે છે, એમ વ્યવહારે કહેવામાં આવે છે અને પોતાને જાણે-ખે છે એ નિશ્ચય છે. આહાહા.. તો આકુળિત થઈને દુઃખી કેમ થાય છે કે, અરેરે...! હું પરને જાણું છું તો અશુદ્ધ થઈ જાઉં છું). જેમ કસાયખાને ઘેંટા કાપતા હોય. આહાહા.! એ શું છે? એ જોયું તો જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? એ તો જોવાનો સ્વભાવ છે. અરે.! શું છે તને? કે, અરે.રે...! બોકડો લટકે એને કાપી નાખે. કસાયખાનામાં મરી ગયેલા લટકાવે. જોયા છે ને? કસાયખાનામાં આમ લટકાવી રાખે, મડદાં. અને ઓલો માણસ નીકળ્યો ને જોવે આમ... આહા...! શું છે? જોવામાં આવ્યું તો તારામાં મલિનતા થઈ ગઈ? સમજાય છે કાંઈ?
એકવાર તો અમે “મુંબઈ નીકળ્યા હતા, “મુંબઈ'. ગૃહસ્થાશ્રમમાં પાલેજથી માલ લેવા ગયેલા તો એક મુસલમાન હશે, તો આ કુકડા... કુકડા હોય ને? આટલા નાના નાના બચ્ચા. પચીસ-પચાસ હતા. એના ભજીયા કરતા હતા. મેં નજરે જોયું છે. એ કૂકડાના નાના નાના (બચ્ચા) ફરતા હતા. ચણાનો લોટ, અને હું આમ બજારમાં નીકળ્યો. આ તો ૬૪-૬૫ સાલની વાત છે. એ લઈ પગ કાપી, ચણામાં બોળી તેલમાં ભજીયાને તળતા હતા. પંચેન્દ્રિયનું એકનું એક ભજીયું. આહાહા...! કાળા કેર છે. ભાવમાં. એ ક્રિયા કરી શકતો નથી પણ ભાવ એના મહાક્લેશ અને પાપ. પણ એ જોવાથી શું આત્મા-જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? એમ કહે છે. એ તો દેખે છે, દેખવાનો સ્વભાવ છે. કારખાના દેખે. કેવળજ્ઞાનમાં તો બધા કસાયના કારખાના જોવે છે. હું જેટલા કષાયના કારખાના છે એ બધા નથી દેખાતા? જોવાથી અશુદ્ધ થઈ જાય છે? પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્વપ»કાશક જાણવાની શક્તિ છે તો જાણે. માટે પરને જાણવાથી અશુદ્ધ થાય છે એમ પણ નહિ અને પરનું કાંઈ કરી શકે છે એમ પણ નથી. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)