________________
૩૭૦
કલામૃત ભાગ-૬
લે નહિ. એવી એની શક્તિ. એ તો મહાપાપ છે. એને માટે બનાવેલું દે અને લે એ તો બધા પાપી છે. આહાહા.! એ ચર્ચા તો ત્યાં સંવત ૧૯૬૯માં (થઈ હતી). કીધું, ભઈ! જુઓ મેં તો જવાબ નહોતો આપ્યો. મોટી ઉંમરના ને મેં હજી દીક્ષા લીધેલી. મારા મનમાં એ વખતે હતું કે, જેને માટે બનાવ્યું હોય એ વાપરે, ભલે કર્યું ન હોય, કરાવ્યું ન હોય પણ એ એનું અનુમોદન છે. એની નવ કોટિ તૂટી જાય છે. આહાહા.! મન, વચન ને કાય, કરવું, કરાવવું, અનુમોદવું એમ) નવ. તો એમાં નવ કોટિમાં તેનું અનુમોદન થાય છે. શેઠ! આ તો ૬૫ વર્ષ પહેલાની વાત છે. આહાહા...!
મુમુક્ષુ :- દિગંબર અને શ્વેતાંબરમાં ફરક હોય.
ઉત્તર – બધી માન્યતા તો એક જાતની છે, આ જાતની હોય તો. એને માટે કરેલા ચોકા, આહાર લે એ મહાપાપ છે. આહાહા...!
મુમુક્ષુ :- પંચમકાળ છે....
ઉત્તર :- પંચમકાળમાં શેરો-હલવો બનાવે છે તો લોટને બદલે ધૂળથી બને છે? શેઠ! ખોટા રૂપિયા હલાવતા હશે અત્યારે પહેલા તો એવું હતું, શેઠા સારા સાવકારને કોઈ ખોટા રૂપિયા આવે તો ત્યાં (-ઊંબરામાં) જડી દયે. ચાલવા ન દયે. એને ખતવે નહિ અને લાકડાનું હોય ને મોઢા આગળ, શું કહેવાય? ઊંબરો. ઊંબરો...! ઊંબરાને શું કહે છે? ત્યાં જડી દયે. સાવકારની રીત હતી કે ખોટો રૂપિયો આવે તો ગણતરીમાં લ્ય નહિ, ચાલવા દયે નહિ. બહાર ચાલવા ન ધે. જડી દે. એમ વીતરાગનો માર્ગ એવો છે કે ખોટું ચાલવા શ્વે નહિ, ખોટું હોય તેને ખોટું સિદ્ધ કરીને ત્યાં ને ત્યાં જડી દે કે, ખોટું છે, આ માર્ગ સાચો નથી. સમજાય છે કાંઈ?
અહીં કહે છે... આહાહા...! કેવા છે જન? “વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે?’ આહાહા.! પરને જાણવાથી તું અશુદ્ધ થઈ જાય છે એવો ભ્રમ કેમ કરે છે? તારું સ્વરૂપ જ જાણવું દેખવું છે, રાગને જાણવાથી શું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે? રાગ આવે છે, ધર્મીને પણ રાગ (આવે છે) પણ રાગને જાણે છે કે, આ રાગ છે, મારી ચીજ નહિ. શું રાગને જાણ્યો તો જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? આહાહા! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! આહાહા.! એ કહે છે, જુઓ!
કેવા છે જનો?” આહાહા.! શું પરને જાણવાથી ભ્રષ્ટ થાય છે? “વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? સમસ્ત શેયવસ્તુને જાણે છે જીવ તેથી અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે.’ આહાહા...! એમ કે આ શેયને જાણવું એ કેમ છૂટે? પણ કેમ છૂટે? જાણવાનો તો તારો સ્વભાવ છે. આહા! રાગથી તો છૂટવા ચાહે છે, પરથી તો છૂટવા ચાહે છે પણ પરના દેખવા અને જાણવાથી છૂટવા માગે છે, એમ કહે છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત, બાપુ વીતરાગનો માર્ગ.