________________
કળશ- ૨૧૫
૩૬ ૯
ઉત્તર – પણ છે ને વ્યવહાર? કેવળી લોકાલોક જાણે છે એમ કહેવાય ને? એ જૂઠી વાત છે. ભાષા શું આવે? લોકાલોક પરવસ્તુ છે અને જાણવા ક્યાં જાય? એ તો પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. આહાહા...! લોકાલોક તો કેવળજ્ઞાનમાં નિમિત્ત છે, પણ લોકાલોકથી અહીંયાં લોકાલોકનું જ્ઞાન થાય છે, એમ નથી. આહાહા...! પોતાની પર્યાયમાં જે કેવળજ્ઞાન થયું એમાં લોકાલોક જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. એ લોકાલોક સંબંધી અને પોતા સંબંધી સ્વપર જ્ઞાન થાય છે તેને જાણે-દેખે છે. ઝીણી વાતું બહુ આહાહા...!
(સંવત) ૧૯૮૬માં મોટી ચર્ચા થઈ હતી. “દામનગર'. એમ કે, આ લોકાલોક છે તો કેવળજ્ઞાન થાય છે ને? લોકાલોક તો) અનંતકાળથી છે. મોટી ચર્ચા થઈ હતી. (સંવત) ૧૯૮૩ની સાલ. કેટલા વર્ષ થયા? પ૧ વર્ષ પહેલા. એક દામોદર શેઠ હતા, પૈસાવાળા. તે દિ દસ લાખ તો બહુ કહેવાતા ને? હવે અત્યારે દસ લાખ એટલે કાંઈ નહિ. તે દિ. દસ લાખ રૂપિયા, ચાલીસ હજારની પેદાશ હતી અને દસ હજારનું એક ગામ હતું. ઘરે ગામ હતું. વાણિયા અમારા દશાશ્રીમાળી, મોટા શેઠ. ઘરે ઘોડા, એક-બે ઘોડા એમ નહિ. પાંચ-સાત-દસ ઘોડા. ઘોડાની મોટી હાર કરેલી. એને આ વાત તે દિ બેઠી નહોતી. એ કહે કે, આ લોકાલોક છે તો જ્ઞાન થાય છે.
એ ‘વિરજીભાઈ સાથે વાત થઈ હતી. વિરજીભાઈ વકીલ હતા ને? “વિરજી વકીલ હતા, જામનગરવાળા”. એમની સાથે ઉપર ચર્ચા કરતા હતા પછી મારી પાસે આવ્યા. આ કેમ છે? કીધું. લોકાલોક છે તો જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. આવી ચર્ચા તો અમારે પચાસ-પચાસ વર્ષથી ચાલે છે આ બધું.
મુમુક્ષુ :- દીક્ષા લીધા પહેલા ચાલતું હતું.
ઉત્તર :- દીક્ષા લીધા પહેલા પણ ચાલતું હતું. કીધું, આહાર-પાણી કરે, સાધુ માટે મકાન કરેલા હોય અને સાધુ વાપરે તો નવ કોટિમાંથી કઈ કોટિ તૂટે? એ દીક્ષા લીધા પહેલા, ૬૫ વર્ષ પહેલાની વાત છે. સંવત ૧૯૬૯ની સાલ, સંવત ૧૯૬૯. ઓગણસીત્તેરને શું કહે છે? સીત્તેરમાં એક ઓછો. એ પ્રશ્ન અમારા ગુરુને કર્યો હતો. કીધું, આ મકાન જે સાધુ માટે બનાવ્યું હોય અને સાધુ વાપરે તો નવ કોટિમાંથી કઈ તૂટે? મન, વચન ને કાયા. કરવું, કરાવવું, અનુમોદન. એ તો બચાવ કરતા હતા. ખરેખર તો એને માટે બનાવેલું કે, એ નવ કોટિમાંથી અનુમોદનની કોટિ તૂટે છે, એક કોટિ સાચી રહેતી નથી. આહાહા. ૬૫ વર્ષ પહેલા, શેઠા અહીં તો ધંધો જ આ છે ને પહેલેથી. શું કહ્યું?
મુમુક્ષુ :- વિદેહક્ષેત્રથી લઈને આવ્યા છો ના
ઉત્તર :- આહાહા...! પૂછ્યું હતું કે, સાધુ એને માટે બનાવેલા આ મકાન વાપરે છે. આહાર-પાણીનો પ્રશ્ન એ સમયે નહોતો. કેમકે એ અમારા સંપ્રદાયના ગુરુ હતા. એને માટે બનેલા આહાર-પાણી બિલકુલ લે નહિ. એને માટે ચોકા કરીને કંઈ બને છે ત્રણકાળમાં