________________
૩૬૮
કિલશામૃત ભાગ-૬
છે-“જીવ સમસ્ત શેયને જાણે છે, સમસ્ત શેયથી ભિન્ન છે, એવો સ્વભાવ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. ૨૩-૨૧૫.
(શાર્દૂલવિક્રીડિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२३-२१५।।) આહાહા...! શું કહે છે? અરે “નના: તત્ત્વ વુિં વ્યવન્ત' અરે....! જનો અર્થાત્ સમસ્ત સંસારી જીવો જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધરસ્વરૂપ છે...આહાહા..! ભગવાન આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદસ્વરૂપ છે. આહાહા! એ પરને જાણવામાં અશુદ્ધ થઈ જાય છે એમ નથી. ત્યાં સુધી વાત લઈ ગયા. પરને જાણવું-દેખવું એ પણ પોતાનો સ્વભાવ છે. એ પરને જાણે-દેખે એટલે પર સંબંધીનું જ્ઞાન પોતાનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? તો પરને જાણવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. આહાહા.! અવગુણ જોવાથી, કોઈ અવગુણી પ્રાણીને જોવાથી અહીંયાં અશુદ્ધ થઈ જાય છે, અવગુણ આવી જાય છે એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ?
“નના: હે જીવો. “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે” સમસ્ત શેય-રાગ, શરીર, વાણી બધું જોય છે તેને જાણે. આહા. અહીં તો સિદ્ધ કરવું છે ને એટલે (એમ કહ્યું. નહિતર તો... “એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? અરે.રે... આહાહા.! એ જાણવું-દેખવું તો પોતાનો સ્વભાવ છે. પરચીજ સંબંધી જ્ઞાન અને પરસંબંધીના દર્શન એ પોતામાં પોતાને જાણવું દેખવું તો સ્વભાવ છે. તો પર ચીજ જોવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હૈ?
મુમુક્ષુ :- ગુરુદેવા પરશેયને જાણે છે એમ લખ્યું છે.
ઉત્તર :- વ્યવહાર કહ્યો છે ને. જાણે છે એટલે એમ કહેવાનો આશય છે કે જાણે છે છતાં અશુદ્ધ થયો નથી. છે સિદ્ધ કરવા માટે આ વાત કરી છે.
મુમુક્ષુ :- જાણે છે એ જૂઠી દૃષ્ટિ થઈ.
ઉત્તર :- એને જાણે છે એ વ્યવહાર થયો પણ અહીં જ્ઞાન જાણે છે ને? એમ અહીં નિશ્ચય સિદ્ધ કરવું છે. પણ એને જાણે છે માટે અહીં અશુદ્ધ થઈ ગયું, એમ નથી. એટલું સિદ્ધ કરવું છે.
મુમુક્ષુ :- વ્યવહાર તો જૂઠો છે.