________________
કળશ-૧૯૦
૪૯
આહાહા.... “મનસ: પ્રમાનિત: શુલ્કમાવઃ મવતિ “અનુભવમાં શિથિલ...” આહાહા...! એ પ્રતિક્રમણ ને પરિહાર ને વંદન ને સ્તુતિ ને એ બધા ભાવ તો પ્રભુ આળસભાવપ્રમાદભાવ છે. આહાહા. ભગવાન આત્માનો જ્યાં આનંદ ન આવે એ બધો પ્રમાદભાવ છે. આહાહા.! ભગવાન તો અંતર અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. આહાહા.! પ્રમાદ. છે? ‘અનુભવમાં શિથિલ...” પ્રમાદની વ્યાખ્યા આળસ, આળસ. આળસ કહો કે પ્રમાદ કહો, પ્રમાદ કહો કે બધા વિકલ્પ કહો. આહાહા.! રાગની વૃત્તિ ઊઠે છે એ એક આળસ છે, એ પ્રમાદ છે.
એવો જીવ (વળી કેવો છે?) નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે. અનેક પ્રકારના રાગની આકુળતાથી સહિત છે. “એવો જીવ” “શુદ્ધમાવ: શું મવતિ એવો જીવ શુદ્ધ
ક્યાંથી હોય? અને શુદ્ધભાવ વિના ધર્મ હોતો નથી. આહાહા.! એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિનો શુભભાવ એ અશુદ્ધ છે. આહાહા...! રાડ નાખી જાય છે ને છે? “નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે એવો જીવ, શુદ્ધોપયોગી ક્યાંથી હોય?” જુઓ! આહાહા...! હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, કામ, ક્રોધ ભાવ પાપ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવત્ સ્મરણ એ પુણ્ય. બેય ભાવ આળસ અને પ્રમાદ છે, એ અશુદ્ધભાવ છે. એમાં શુદ્ધભાવ કયાંથી આવ્યો? તેનાથી શુદ્ધભાવ ક્યાંથી થાય? એમ કહે છે. આહાહા.! છે?
“શુદ્ધમાવ: ભવતિ “શુદ્ધોપયોગી કયાંથી હોય? અર્થાત્ નથી હોતો.” શું કહ્યું? કે, વિકલ્પ જે રાગ ઊઠે છે એ તો આળસભાવ, પ્રમાદભાવ છે ના તો આળસ અને પ્રમાદ ને વિકલ્પથી શુદ્ધભાવ કેવી રીતે થાય? આહાહા.! શુદ્ધભાવ તો એ વિકલ્પથી રહિત ભગવાન ચેતના સ્વરૂપનો, ચેતનનો અનુભવ કરવો, એ શુદ્ધભાવ છે. એ શુદ્ધભાવ ધર્મ છે. આહાહા...! છે કે નહિ અંદર? શુદ્ધોપયોગી ક્યાંથી હોય? અર્થાતુ નથી હોતો.”
“યત: તરતા પ્રમાઃ વષાયમરરવાત' કારણ કે અનુભવમાં શિથિલતા....” આહાહા! અંતર આનંદના અનુભવમાં શિથિલતા. આહાહા...! ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ, પ્રભુ તેના અનુભવમાં જે શિથિલ છે, પ્રમાદી છે–આળસુ છે. એમ કહ્યું ને? “શિથિલતા નાના પ્રકારના વિકલ્પ છે. શા કારણથી થાય છે?’ આહાહા.! “ષાયમરૌRવાત' એ તો કષાય “રાગાદિ અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી થાય છે. આહાહા...! એ વિકલ્પ થાય છે, ભણવું, ભણાવવું, આહાહા. પ્રભુ! “સમાધિ શતકમાં તો એમ કહ્યું કે, અમે બીજાને ઉપદેશ આપીએ છીએ એવો વિકલ્પ ઉન્માદ છે. આહાહા...! કેમકે ભગવાન આત્મા તો એ વિકલ્પ, રાગથી ભિન્ન અંદર છે. તો બીજાને સમજાવવામાં જે વિકલ્પ ઊઠે છે એ તો શુભભાવ છે. તેને પણ ત્યાં... આહાહા. ઉન્માદ કહ્યું. આહાહા...! અને તારા વિકલ્પથી શું એ સમજી જાય છે? સમજી શકે છે? આહાહા.. તેની યોગ્યતાથી તે સમજે છે. તેને સમજાવું એવો વિકલ્પ ઊઠે છે તો એ ઉન્માદ , સમાધિ નહિ. “સમાધિ શતકનો અધિકાર