________________
કલશામૃત ભાગ-૬
૫૦
છે. આહાહા..! સમજાણું કાંઈ?
રાગાદિ અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી...' આહાહા..! અહીં તો તીવ્ર લીધું, જોયું? કેમ? કે, છઠ્ઠ ગુણસ્થાને પણ જે પંચ મહાવ્રતનો પ્રમાદભાવ છે તે સંજ્વલનનો તીવ્ર ભાવ છે. મંદ થઈ જાય તો તો સપ્તમ થઈ જાય. આહાહા..! શું કહ્યું? સાચા મુનિ હોય, આત્મઆનંદના જ્ઞાની, અનુભવી, તેમને પણ કોઈ પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તો ત્યાં સંજ્વલનનો તીવ્ર ભાવ કહેવામાં આવ્યો છે. કષાયનો તીવ્ર ભાવ છે. આહાહા..! એ અહીંયાં લીધો છે. પછી સાતમે (ગુણસ્થાને) આનંદમાં જાય છે પછી અબુદ્ધિપૂર્વકનો મંદ રાગ રહે છે. આહાહા..! તે કારણે શુભભાવને પણ તીવ્ર કષાય કહેવામાં આવ્યો છે. આહાહા..! સમજાણું કાંઈ? છે ને?
“અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી...' અહીં કંઈ અશુભભાવની એકલી વાત નથી. ખરેખર તો શુભભાવની જ વાત ચાલે છે. છે? એને અહીંયાં તીવ્રપણું કહ્યું છે. આહાહા..! મંદપણું તો અપ્રમત્તદશામાં અબુદ્ધિપૂર્વક રાગ રહી જાય તેને મંદ કષાય કહે છે. આહાહા..! છઠ્ઠી ભૂમિકામાં મુનિને પંચ મહાવ્રત, વંદન, સ્તુતિનો ભાવ આવે એ પણ કષાય તીવ્ર છે. આહાહા..! તો તેમાં શુદ્ઘ ઉપયોગ ક્યાંથી આવે? એમ કહે છે. સમજાણું કાંઈ?
જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી;...' આહાહા..! ‘કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે.’ લ્યો! શિથિલપણું એટલે વિકલ્પ, રાગપણું એ અશુદ્ધપણાનું મૂળ છે માટે શુદ્ધતા હોતી નથી. શુદ્ધતા તો સ્વભાવનો આશ્રય લેતા શુદ્ધતા થાય છે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
I