________________
કળશ-૧૯૦
પોષ સુદ ૧૩, શનિવાર તા. ૨૧-૦૧-૧૯૭૮.
કળશ-૧૯૦ પ્રવચન-૨૧૧
૫૧
૧૯૦ કળશ છે, થોડું ચાલ્યું છે, ફરીને (લઈએ). ‘મનસ: પ્રમાવòતિતઃ શુક્રમાવ: વયં મતિ” છે? દરબારને બતાવો. શું કહે છે?૧૯૦. સૂક્ષ્મ વાત છે. ૧૯૦ કળશ. અહીંયાં કહે છે કે, આ આત્મા જે દેહથી ભિન્ન છે ને, આ દેહ છે એ તો જડ છે, અચેતન, અજીવ છે અને ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ જે સચ્ચિદાનંદ પ્રભુ, એ આત્મા તો દેહથી ભિન્ન છે. એનાથી તો ભિન્ન છે પણ અંદરમાં જે શુભ-અશુભ રાગ થાય છે, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ પાપ વાસનાથી પણ આત્મા અંદર વસ્તુ ભિન્ન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિના ભાવ થાય છે એ પણ એક પુણ્યકર્મ, પુણ્યભાવ છે. તેનાથી પણ અંતર આત્મા ભિન્ન છે. સૂક્ષ્મ વાત છે, ભગવાન! આત્મધર્મની વાત (છે), આત્મજ્ઞાનની વાત છે, જે અનંતકાળમાં કદી એક સેકંડ પણ ક્યારેય આત્મજ્ઞાન કર્યું નથી. અનંતકાળમાં ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર ધારણ કરી પરિભ્રમણ કરે છે. તેને આત્મજ્ઞાન થાય તો જન્મ-મરણ મટે, નહિતર આ જન્મ-મરણ મટશે નહિ. આહાહા..!
કહે છે, ‘અલસઃ’ છે? ‘મનસ:’ ‘અનુભવમાં શિથિલ છે એવો જીવ,..’ બીજી લીટી. અનુભવમાં શિથિલ (છે) એવો જીવ. શું કહે છે? આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેની વર્તમાન દશામાં–હાલતમાં ભૂલ છે તો અનાદિથી રખડે છે પણ અંદર સ્વરૂપ એનું સચ્ચિદાનંદ-સત્—શાશ્વત ચિદ્ જ્ઞાન અને આનંદ એનું સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા અંદર ઘટ ઘટમાં ભિન્ન ભિન્ન બિરાજે છે પણ તેની ચીજની તેને ખબર નથી. અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા' પોતાની ચીજને ભૂલીને ચોરાશી (લાખ યોનિમાં) અવતાર કરે છે.
કહે છે, અનુભવમાં શિથિલ છે એવો જીવ,...' આહાહા..! ભગવાનઆત્મા આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ સ્વભાવ, તેનો અનુભવ. જે ચિદાનંદ પવિત્ર પ્રભુ આત્મા ભગવાન સ્વરૂપ એનું છે, તેનો જે અનુભવ છે) એ શુદ્ધભાવ (છે). પુણ્ય ને પાપના શુભ-અશુભભાવથી ભિન્ન અંદર શુદ્ધભાવ પ્રગટે છે). સૂક્ષ્મ વાત છે, ભગવાન! આહાહા..! આત્માનો અનુભવ એ શુદ્ધભાવ છે. એ શુદ્ધભાવ પુણ્ય-પાપના ભાવમાં રહેનારને એવો શુદ્ધભાવ કેવી રીતે થાય? એમ કહે છે. આહાહા..! અનંત અનંત કાળમાં પુણ્ય ને