________________
પર
કલશમૃત ભાગ-૬
પાપના ભાવ, બે પ્રકારના ભાવથી એ રખડ્યો છે, રહ્યો છે. અહીં કહે છે કે, હવે જો તારે ધર્મ કરવો હોય, આત્મજ્ઞાન કરવું હોય તો આત્માનો અનુભવ તો પુય ને પાપ, શુભ-અશુભભાવથી ભિન્ન અનુભવ થશે. સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, પ્રભુ આ દેહ તો જડ, માટી, ધૂળ છે. મસાણની રાખ છે આ તો. મસાણમાં રાખ થશે.
ભગવાન અંદર નિત્ય અવિનાશી પ્રભુ છે પણ એની એને ખબર નથી. તો કહે છે કે, કેવી રીતે ખબર પડે? કે, અંદરમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય છે તેનાથી પણ અંદર ભિન્ન પડી, પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ કરવો અને અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાનમાં સ્વસંવેદન (કરવું, સ્વ નામ પોતાથી પોતાનું વેદન કરવું તેને અહીંયાં શુદ્ધભાવ, અનુભવ અને ધર્મ કહે છે. આહાહા..! સમજાણું કાંઈ?
કહે છે કે, “અનુભવમાં શિથિલ છે એવો જીવ, નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે.” વિકલ્પની વૃત્તિઓ, રાગ. શુભ-અશુભ રાગની વૃત્તિમાં જે રોકાઈ ગયો છે, આહાહા. તેને અહીંયાં અંતરનો અનુભવ, શુદ્ધભાવ કેવી રીતે થશે? એમ કહે છે. ભગવાન અંદર પવિત્ર છે, સચ્ચિદાનંદ નિર્મળ છે. તે પવિત્રતાનો અનુભવ શુભભાવ અને અશુભભાવમાં રોકાવાથી એ અનુભવ નથી થતો. આહાહા...! આકરી વાત છે. સમજાણું કાંઈ? એ કહે છે. અનુભવમાં શિથિલ, વિકલ્પથી સહિત એવો જીવ શુદ્ધ ઉપયોગી કેવી રીતે થાય છે? બહુ ટૂંકા શબ્દો છે. અધ્યાત્મની વાત છે ને, ભાઈ! અધ્યાત્મની, આત્માની વાત છે.
કહે છે કે, જેને આત્મામાં પ્રમાદ નામ આળસ, આળસ નામ શુભ કે અશુભભાવ (થાય) એ બન્ને પ્રમાદને આળસ ને અશુદ્ધ છે. આહાહા.. તેનાથી ભગવાનઆત્માનું સ્વરૂપ જે અંદર છે એ તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ? એ ભિન્નનો અનુભવ, પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી તેને એ શુદ્ધભાવનો અનુભવ કેવી રીતે થાય છે? ઝીણી વાત છે, ભાઈ! અનંતવાર આવા દયા, દાન, વ્રત, ભક્તિ, તપ પણ અનંતવાર કર્યા છે પણ એ બધા વિકલ્પ, વૃત્તિઓ, રાગ છે. તેનાથી અંદર ભિન્ન ચૈતન્યસ્વરૂપ આનંદ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે તેનો અનુભવ, તેની સન્મુખતા, તેના આનંદનો સ્વાદ એ પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી કેવી રીતે થાય? આહાહા...! ઝીણી વાત છે. દરબારા સમજાય છે? તમારી હિન્દી ભાષા જુદી છે. કુરાવલીથી આવ્યા છે. “અંબાલાલભાઈ લાવ્યા છે. કુરાવલી'નું નક્કી કરવા. આહાહા...! સમજાણું કાંઈ?
અહીંયાં પ્રભુ ચૈતન્ય અંદર આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ છે ને આહાહા...! સત્ શાશ્વત, આત્મા સત્ શાશ્વત અવિનાશી છે અને તેનો સ્વભાવ પણ અતીન્દ્રિય આનંદ છે. આ પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષ ને સુખ-દુઃખની કલ્પના એ તેનો સ્વભાવ નથી, એ તો વિકાર છે. આહાહા.! એ વિકારથી રહિત પોતાના આત્માનો અનુભવ, એ પ્રમાદમાં રહેવાવાળા જીવને કેવી રીતે થાય છે. પ્રમાદ શબ્દ શુભ-અશુભભાવ... આહાહા! ઝીણી વાત બહુ ભાઈ!