________________
કળશ-૧૯૪
૧૦૩
વાલુકાપ્રભા એવા નામ છે. ઓલી જાણે રત્નપ્રભા એટલે શું હશે? ઈ તો એણે પૂછ્યું કે, બા! તમારે રત્નપ્રભા જાવું છે? મહારાજા અમારા જેવા ગરીબ માણસ કેમ જાય? આપ જેવા જાય. અરે.! એને ખબર નથી કે આ રત્નપ્રભા નારીનું સ્થાન છે. જેના દુઃખનો પાર નથી. પ્રભુ તો કરોડ જીભે અને કરોડ ભવે એના ક્ષણના દુખ ન કહી શકે એટલું દુઃખ છે, પ્રભુત્યાં અનંતવાર આ જન્મીને આવ્યો છે. અનાદિ કાળનો છે, ઈ ક્યાં નવો છે? છે... છે... ને છે. અનાદિથી છે એ ક્યાં રહ્યો? આ રખડવામાં રહ્યો. આહાહા. પણ એની ચીજ એ પોતે સ્વભાવ શું છે? અને એના સ્વભાવનું સામર્થ્ય શું છે એ કોઈ દિ. સાંભળ્યું ને રુચ્યું નથી એને. ભગવાનના સમવસરણમાં પણ અનંત વાર ગયો પણ એ વાત એણે અંદર પ્રેમથી સાંભળી નથી. પ્રેમથી, હોં! આમ તો સાંભળી છે. આહાહા..!
અહીંયાં કહે છે કે, તારો સ્વભાવ... આહાહા.! જેમ ભોક્તા નથી. આહાહા.! શું કહે છે? શુભ-અશુભ ભાવ છે એનો કર્તા નથી. કેમ કે એનો ભોક્તા નથી. આનંદકંદ પ્રભુ છે એ વિકારનો ભોક્તા કેમ થાય? આહાહા.! સમજાણું કાંઈ? એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે. શ્રીફળ કહો, શકરીયું કહો. આહાહા...! અંદર પૂર્ણાનંદની શક્તિથી ભરેલો, પ્રભા આહાહા! એ શુભાશુભભાવ રાગનો રચનારું એ વસ્તુનું સ્વરૂપ નથી. કેમ કે, વસ્તુ આનંદકંદ પ્રભુ છે એ વિકારનો ભોક્તા પણ નથી. વિકારનો ભોક્તા ને કર્તા થાય છે એ અજ્ઞાનભાવે થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? એ કહે છે, જુઓ!
ભોક્નત્વવત્. “જીવ કર્મનો ભોક્તા પણ નથી.” આહાહા...! ઝેર–પુણ્ય અને પાપના ભાવ. પ્રભુ! સૂક્ષ્મ પડે પણ છે તો શુભ-અશુભભાવ ઝેર. પ્રભુ આત્મા અમૃતનો સાગર અંદર છે. એ અમૃતનો અતીન્દ્રિય અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ, એનાથી પુણ્ય અને પાપના ભાવ એ વિરુદ્ધ છે. આ સુખ છે તો એ દુઃખ છે, આ ચૈતન્ય છે તો એ અચેતન છે, આ શાંત છે તો એ અશાંતિ છે, આ જીવસ્વભાવ છે તો એ જડસ્વભાવ છે. આહાહા.! સમજાણું કાંઈ? - રાગનો કર્તા નથી. કઈ રીતે? કે, રાગનો ભોક્તા નથી (એ રીતે). કેમકે ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, એ વિકારને કેમ ભોગવે? વાસ્તવિક સ્વરૂપનું જેને ભાન થયું એ વિકારને કેમ ભોગવે? વિકારનો ભોક્તા નથી તો એ વિકારનો કર્તા પણ નથી. “સુમનભાઈ ! ઝીણી વાત છે, ભાઈ! બધી ખબર છે ને, અમે તો આખી દુનિયા જોઈ છે ને બધું જોયું છે. પણ આ વાત કાંઈ બીજી છે, અનંતકાળમાં એને મળી નથી. સમજાણું કાંઈ? કાં મોટા (શેઠ) હોય તો બે-પાંચ-દસ લાખ દાનમાં ખર્ચે તો ધર્મ થઈ જાય એમ માને. માને, ધર્મ ધૂળમાંય નથી. કરોડ શું અબજો રૂપિયા હોય તોય જડ છે, માટી છે, ધૂળ છે. સ્વામી થઈને ધૂળ આપે તો મિથ્યાત્વ છે. કદાચિત્ રાગ મંદ કરીને આપે તો પુણ્ય છે. એ પણ રાગ છે, શુભ છે. એ આત્મા નહિ, આત્માનો ધર્મ નહિ. આહાહા...! સમજાણું કાંઈ? શું કહ્યું? જેમ)