________________
૧૦૨
કલશામૃત ભાગ-૬ છાલની પાછળ અંદર ધોળો મીઠો શ્રીફળ ગોળો પડ્યો છે. ધોળો, મીઠો, સ્વાદિષ્ટ ગોળો પડ્યો છે એનું નામ શ્રીફળ છે.
એમ આ દેહમાં ભગવાનઆત્મા (છે). આ દેહ છે એ ઉપરનું છાલું છે અને પુણ્યપાપના રજકણ કર્મ છે, એ કર્મને કારણે પૈસા-બૈસા, ધૂળ મળે ને વળી ધૂળ ન મળે, દરિદ્ર થાય એવા પુણ્ય-પાપના પરમાણુ કર્મ છે, એ કાચલી સમાન કર્મ જડ છે એ પણ ભિન્ન ચીજ છે અને કાચલી કોરની લાલ છાલ, એમ કર્મની કોરનો ભાવ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિના ભાવ એ લાલ છાલ જેવી ચીજ છે. આહાહા.. તેની પાછળ, જેમ એ નાળિયેર–શ્રીફળ ગોળો મીઠો અને સફેદ (છે) એમ આ રાગ ને પુણ્ય-પાપના ભાવના વિકલ્પથી અંદર ભિન્ન, ધોળો નામ શુદ્ધ, મીઠો નામ આનંદ, એ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા છે. પણ કોઈ દિ' સાંભળ્યું નથી હજી આત્મા શું છે? આહાહા.! સમજાણું કાંઈ?
અંદર ભગવાન આત્મા ધોળો સફેદ જેમ શ્રીફળ છે એમ ધોળો નામ શુદ્ધ, મીઠો નામ આનંદ એ શુદ્ધ આનંદકંદ પ્રભુ અંદર છે. આહાહા...! એ વસ્તુનો સ્વભાવ રાગને કરે એવો કોઈ સ્વભાવ છે જ નહિ. આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ! શું થાય? સર્વજ્ઞ ત્રિલોકનાથ મહાવિદેહમાં તો બિરાજે છે, “સીમંધરપ્રભુ! ત્યાં ઈન્દ્ર ને નરેન્દ્ર જાય છે. વર્તમાનમાં બિરાજે છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, સમવસરણમાં બિરાજે છે અને પાંચસે ધનુષનો દેહ છે, બે હજાર હાથ ઊંચો. ઇચ્છા વિના 3% ધ્વનિ નીકળે છે. એ તો વીતરાગ છે, સર્વજ્ઞ છે તેમને ઈચ્છાબિચ્છા થતી નથી. ઇચ્છા વિના % ધ્વનિ નીકળે છે. ઇન્દ્ર, નરેન્દ્ર મોટા અર્ધ લોકના સ્વામી. શકરે આવે છે, સભામાં સાંભળે છે. એ સાંભળવામાં ભગવાને આ કહ્યું હતું. એ આ સંદેશ છે. આહાહા...! સમજાણું કાંઈ?
પરમાત્મા એમ ફરમાવે છે કે, જેમ એ શ્રીફળમાં, શ્રીફળ નામ મીઠો ગોળો એને શ્રીફળ કહે છે. શ્રીફળ! એમ આ ભગવાનઆત્મા શરીર છાલા, કર્મ કાચલી અને પુણ્ય-પાપના ભાવ છાલ, તેનાથી ભિન્ન અંદર આનંદગોળો, ચૈતન્યગોળો ભિન્ન આત્મા છે. આહાહા....! આકરી વાત, ભાઈ! દુનિયાનો સત્ય વાત મળવી મુશ્કેલ છે, સાંભળવી મુશ્કેલ, પામવી તો મહા મુશ્કેલ છે. આહાહા. અનંત વાર રાજા થયો, દેવ થયો, ભિખારી થયો, નારકી થયો. પ્રભુ તો કહે છે કે, અનંત વાર નરકમાં ગયો. એ નરકની પીડા એક ક્ષણના દુઃખ કરોડો જીભ અને કરોડો ભવથી ન કહી શકે એવા દુઃખ પ્રભુ વર્ણવે છે. નીચે નરક, નારકી છે. સાત નરક છે. રત્નપ્રભા, શુક્લપ્રભા. નામ તો ઊંચા છે પણ છે તો નરક. સમજાણું કાંઈ આહાહા.! એક બાઈને ભાન નહોતું. પહેલી નરકનું નામ રત્નપ્રભા છે. છે તો દુઃખનો દરિયો પણ એનું નામ રત્નપ્રભા છે. એક બાઈને સાધુએ પૂછ્યું કે, બેના તમારે રત્નપ્રભા જાવું છે? મહારાજા અમારા જેવા રત્નપ્રભા જાય? આપના જેવા જાય. શેઠા રત્નપ્રભા એટલે શું હશે જાણે? એનું નામ છે. સિદ્ધાંતમાં સાત નરકના નામ છે. રત્નપ્રભા, શર્કરપ્રભા,