________________
કળશ-૧૯૪
૧૦૧
એનો સ્વભાવ (છે). એમાં અનંત શક્તિઓ છે પણ કોઈ શક્તિ, ગુણ એવો નથી કે રાગ, દયા, દાનનો કરે એવો કોઈ ગુણ નથી. આહાહા! ઝીણી વાતું, ભગવાન! આહાહા...! અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યા નહિ અભિમાન.” અનંત અનંત કાળથી (રખડે છે). મોટો દેવ, નવમી રૈવેયક દેવ અનંતવાર થયો. પુણ્યની ક્રિયા કરી પણ એ રાગ મારું કર્તવ્ય છે એવી માન્યતા એ મિથ્યાષ્ટિ અજ્ઞાનીની છે. આહાહા...! એ કારણે તેને ચાર ગતિમાં રખડવું પડે છે. સમજાણું કાંઈ? છે?
રાગાદિ પરિણામ “સહજનો ગુણ નથી; મહા અધ્યાત્મ છે ને, પ્રભુ! આ કોઈ કથા વાર્તા નથી. આત્મામાં દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાનો ભાવ એ રાગ છે. રાગનો કર્તા
થાય એવો આત્મામાં કોઈ સ્વાભાવિક ગુણ નથી. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! શું થાય? અને વર્તમાનમાં તો ગડબડ બહુ થઈ ગઈ છે. આહાહા.. અંદર ચૈતન્યના તેજ (છે) એમાં કોઈ એવી શક્તિ, ગુણ નથી કે રાગ, દયા, દાન, પુણ્યના પરિણામનો કર્તા થાય એવો કોઈ આત્મામાં ગુણ છે જ નહિ. આહાહા.! એ તો અજ્ઞાનભાવથી માને છે. મિથ્યાશ્રદ્ધાથી માને છે કે રાગ મારું કર્તવ્ય છે અને રાગ મારું કાર્ય છે. આહાહા.. તો આ શરીર ને ધંધા-ફંધાના કાર્ય તો ક્યાંય રહી ગયા, ધૂળમાં. એનું કાર્ય આત્મા કરી શકે એ ત્રણકાળમાં નથી.
અહીંયાં તો પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે, પ્રભુ તારામાં એવી કોઈ શક્તિ, ગુણ નથી કે એ શુભભાવ છે તેને કરે, રચે એવી કોઈ શક્તિ નથી. તો એ થાય તો છે ને? ભાવ, શુભ-અશુભ રાગ તો થાય છે. એ કહે છે. કોઈ સહજ ગુણ નથી. કોની પેઠે? જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.” આહાહા.! પ્રભુ ચૈતન્યસ્વરૂપ તો આનંદનો જ ભોક્તા છે. એ રાગનો ભોક્તા પણ પ્રભુઆત્મા નથી. આહાહા...! દૃગંત પણ એ લીધું. આહાહા! પ્રભુ! તું ચૈતન્યદળ છો ને આનંદકંદા આહાહા...!
શકરકંદનું દૃષ્ટાંત આપ્યું હતું. શેઠા સાંજે આપ્યું હતું. શકરકંદ, શકરકંદ. આપણે એને શકરીયા કહીએ છીએ ને? પણ એનું નામ શકરકંદ છે. એનો અર્થ કે, ઉપરની જે લાલ છાલ છે એને ન દેખો તો અંદર શકરકંદ-સાકરની મીઠાશનો એ પિંડ છે. શકરકંદ કહે પણ લોકો શકરીયા, શકરીયા કરે. મૂળ તો સાકરકંદ (છે). એ સાકરની મીઠાશનું દળ છે. ઉપરની છાલ ન જુઓ તો એ ચીજ તો એનાથી ભિન્ન છે. એમ આ ભગવાન આત્મા... આહાહા.! શરીર, વાણી, મન તો ભિન્ન ચીજ છે.
જેમ શ્રીફળ હોય છે ને? શ્રીફળ, નાળિયેર. નાળિયેરના ઉપરના છાલા છે એ જુદી ચીજ છે અને એમાં કાચલી છે એ જુદી ચીજ છે અને કાચલી કોરની લાલ છાલ છે, આ બેનું, દીકરીયું ટોપરાપાક કરે છે ને ઘસીને? તો એ લાલ છાલ કાઢી નાખે છે ને? ધ્યાન રાખજો. એ છાલા જુદા છે, કાચલી જુદી છે અને લાલ છાલ જુદી છે અને લાલ