________________
૧૦૦
કલશામૃત ભાગ-૬
ને પાપ પણ કર્યા ને ચાર ગતિમાં અનંતકાળથી રખડ્યો. એ કોઈ નવી ચીજ નથી. નવી ચીજ તો અંદર ચૈતન્યમૂર્તિ, ચૈતન્યનો પ્રવાહ ચાલે છે. જેમ પાણીનો પ્રવાહ હોય છે, ઘોડાપુર કહે છે. પાણીનું ઘોડાપુર સમજાય છે? શેઠા ઘોડાપુર સમજાય છે? પાણીનું પૂર જોરદાર આવે ને અમારે તો ‘ઉમરાળામાં નદી છે). અત્યારે ૮૮ વર્ષ થયા. ૭૦ વર્ષ પહેલા અમે રમતા ત્યારે ઉપરથી પાણી આવતું, વીસ ગાઉ છેટેથી. આટલા આટલા પાણીના દળ. પાંચ-દસ ઇંચ વરસાદ આવ્યો હોય. એને ઘોડાપુર કહે. અમે તો રમતા હતા. વૃદ્ધો ઉપરથી રાડ પાડે. છોકરાઓ જલ્દી બહાર આવો, ઘોડાપુર આવે છે. આટલું આટલું ઊંચું પાણીનું દળ ચાલ્યું આવે. ઈ પ્રવાહ છે.
એમ ભગવાનઆત્મા ચૈતન્ય નૂરનું–તેજનું પૂર-પ્રવાહ છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ એણે કદી અનંતકાળમાં કદી કર્યું નથી, બાકી ધૂળધાણી કરીને અનંતવાર ભવ કર્યા. નરકના, નિગોદના... અરે.. અબજોપતિના ને ભિખારાના. સો વાર માંગે તો એક વાર મળે એવા ભિખારીના ભવ અનંત વાર કર્યા. એ કોઈ ચીજ નથી. એ તો ચાર ગતિનું દુઃખ છે.
અહીંયાં કહે છે કે, પ્રભુ તારો સ્વભાવ શું? ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો,” આહાહા...! એ તો જાણન, દેખન એનો સ્વભાવ છે. એ “જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામોને કરે એવો સહજનો ગુણ નથી... આહાહા...! સૂક્ષ્મ વાત છે, ભગવાના અહીં તો ભગવાન તરીકે જ બોલાવે છે. અંદર ભગવાન સ્વરૂપ છે. પણ ક્યાં ખબર નથી, ખબર ન મળે. આત્મા પુણ્ય ને પાપના ભાવ જે શુભ-અશુભ થાય છે એ રાગ છે. એ રાગનો જ્ઞાનસ્વરૂપ પ્રભુ કર્તા નથી એવો તેનો સ્વભાવ છે. આહાહા. ચૈતન્યનું પૂર અંદર નૂર. ચૈતન્યના તેજનું–નૂરનું પૂર પ્રવાહ અંદર ધ્રુવ (છે). આહાહા...! એ ક્યાં હશે? એવી ચીજ જે છે એ પુણ્ય અને પાપ. છે ને? “રાગાદિ પરિણામ...” રાગ, પુષ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ આદિના ભાવ. સૂક્ષ્મ છે, પ્રભુ! તેનો કર્તા આત્મા નથી. આત્માનો સ્વભાવ એવો છે જ નહિ. તેનો જો કરવાનો સ્વભાવ હોય તો સ્વભાવ કર્તા મટે નહિ અને ક્યારેય મોક્ષ થાય નહિ. આહાહા...! એ કહે છે.
ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવનો, રાગાદિ પરિણામોને કરે એવો સહજનો ગુણ નથી;.” શું કહે છે? સૂક્ષ્મ છે, પ્રભુ! અમે તો બધાને જાણીએ છીએ કે આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે એવી કોઈ શક્તિ કે ગુણ નથી. આત્મામાં અનંત ગુણ છે. આહાહા.! અનંત બેસુમારા વસ્તુ એક અને ગુણ, એની શક્તિ, સ્વભાવ અનંત છે. જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તૃત્વ, પ્રમેયત્વ, પ્રભુત્વ વગેરે વગેરે, પણ કોઈ શક્તિ કે સ્વભાવ એવો નથી કે વિકારને કરે એવો કોઈ એનો ગુણ હોય, એવો કોઈ ગુણ નથી. સમજાણું કાંઈ? આહાહા.!
એ ચૈતન્યસૂર્ય છે. જેમ આ સૂર્યનો પ્રકાશ જડ છે. એ જડનો પ્રકાશ, જે ચેતનાસત્તામાં ભાસ થાય છે કે આ જડ છે. એ ચેતનાસત્તા પ્રકાશનું પૂર છે. ચૈતન્યના પ્રકાશનું પૂર