________________
કળશ-૧૯૪
પોષ વદ ૪, શુક્રવાર તા. ૨૭-૦૧-૧૯૭૮.
કળશ-૧૯૪ પ્રવચન-૨૧૬
22
‘કળશટીકા’ શેઠ! હિન્દી સમજો છો? હિન્દી? તમે તો મુંબઈ” રહો છો. આજે હિન્દી ચાલશે. આ કેટલાક લોકો હિન્દી છે ને? મુંબઈ’વાળા તો સમજે. અહીંયાં આવ્યું છે. જુઓ! ૧૯૪ શ્લોક છે. ફરીને (લઈએ), શેઠ આવ્યા છે ને! કાલે અડધું વંચાઈ ગયું છે. ‘અચ વિતઃ તૃત્વ ન સ્વમાવઃ' છે? શેઠને બતાવો. કઠણ વાત છે થોડી. આહાહા..!
મુમુક્ષુ :– અમને સમજાય એવું છે કે નહિ?
ઉત્ત૨ :– સમજાય એવું છે. ન સમજાય એવી ચીજ (નથી). સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ સમજાય એવી વાત કરે છે. અમે દૃષ્ટાંત નથી દેતા? પાણીની તૃષા લાગી હોય તો ઘ૨માં ઘોડા અને બળદ હજાર, બે હજારના હોય તો એને કહે કે પાણી લાવો? બળદ ને હાથી ઘરમાં હોય, તૃષા લાગી હોય તો એને કહે કે પાણી લાવો? કેમકે સમજે છે કે એ પાણી નહિ સમજે. આઠ વર્ષની બાલિકા હશે તો સમજશે. આઠ વર્ષની બાલિકા (હોય એને કહે), બેટા! સાંકળી.. સાંકળી! પાણી લાવ. તો જે સમજે એને (કહે). એમ આચાર્યો સમજે એને વાત કરે છે. જેને સમજાય એવી વાત છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે એને કેમ ન સમજાય?
એ કહે છે, જુઓ! ‘અસ્ય વિત: તૃત્વ ન સ્વમાવઃ” ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો,.. ઝીણી સૂક્ષ્મ વાત છે, ભગવાન! આ વસ્તુ જે આત્મા છે એ તો ચૈતન્યમાત્ર જીવ છે. મુમુક્ષુ :– ચૈતન્ય એવો શબ્દ.. એનો અર્થ શું?
ઉત્તર :– વિશેષ હજી (સ્પષ્ટીકરણ) કરીએ છીએ. એમ જવા નહિ દઈએ. ચૈતન્યમાત્રનો અર્થ જાણન, દેખન જેનો સ્વભાવ (છે). આત્મા વસ્તુ છે તેનો સ્વભાવ શું? જાણન-દેખન, જ્ઞાતા-દૃષ્ટા જાણવું અને દેખવું એ ભગવાનઆત્માનો સ્વભાવ છે. સર્વજ્ઞ ૫રમાત્મા જિનેન્દ્રદેવ સર્વજ્ઞ થયા એ ક્યાંથી થયા? બહારથી ક્યાંયથી પર્યાય આવે છે? અંદ૨માં સર્વજ્ઞ સ્વભાવ છે, જ્ઞાન, દર્શન, આનંદ એવો સ્વભાવ છે એમાંથી સર્વજ્ઞ અને વીતરાગ થયા છે.
કહે છે કે, ‘અન્ય વિતઃ ર્તૃત્વ ન સ્વમાવઃ’ આ ‘ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો...' ભગવાન! ઝીણી વાત છે, પ્રભુ! જેમ આ આંખ છે ઇ જોવાનું કામ કરે છે. એમ ભગવાનઆત્મા જાણવું-દેખવું જેનો સ્વભાવ છે. રાગનું કરવું કે પુણ્યભાવનું કરવું એ એનો સ્વભાવ નથી, એ સિદ્ધ કરવું છે. પ્રભુ! આહાહા..! બાકી તો અનંતવાર શુભ ઘણું કર્યું. પુણ્ય પણ કર્યાં