________________
૯૮
કલશામૃત ભાગ-૬
કોઈ શક્તિ નથી કે દ્રવ્ય, ગુણનો કોઈ સ્વભાવ નથી કે ઉદયભાવ કરે. પણ છે ને? ત્યારે કહે છે, પર્યાયમાં દ્રવ્ય, ગુણનું ભાન હોવા છતાં શુદ્ઘ દ્રવ્ય, ગુણ રાગને કરે નહિ એવી માન્યતા, અનુભવ હોવા છતાં પર્યાયમાં નબળાઈને લઈને પર્યાયને જાણવા માટે વ્યવહારનયથી પર્યાયમાં કર્તા-ભોક્તા છે. આહાહા..! અશુદ્ધનિશ્ચયથી એમ કહેવાય. અશુદ્ધનિશ્વય એટલે વ્યવહાર છે. આહાહા..! આ રીતે એમાં, હોં! પાછું દ્રવ્ય ને ગુણની દૃષ્ટિથી પર્યાયમાં વિકાર થયો છે એમ નહિ. સમ્યગ્દષ્ટિને પણ દ્રવ્ય ને ગુણના સ્વભાવને આશ્રયે ને દૃષ્ટિથી વિકાર થયો છે એમ નહિ. આહાહા..! વર્તમાન પોતાની કમજોરીને લઈને, નબળાઈને લઈને પર્યાયમાં રાગનું વ્યવહારનું પરિણમન છે એને એ જાણે છે. સમજાણું કાંઈ? એ પરિણમન ૫૨માં છે અને પરને લઈને છે એમ નથી. આહાહા..!
‘કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે—જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય;...' ભાષા દેખો! અહીં સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે. જેને ભોગવે તો તેનો કર્તા કહેવાય પણ એનો ભોક્તા નથી. શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિમાં દ્રવ્ય સ્વભાવના અનુભવમાં, એના આશ્રયના લક્ષમાં એ વિકા૨નો ભોક્તા નથી તો કર્તા પણ નથી. આહાહા..! આવું હવે વાણિયાને નવરાશ ન મળે અને નિર્ણય કરવો. આ વિના ઉદ્ધાર નથી, ભાઈ! ચોરાશીના અવતાર રખડીને દુઃખી થઈને મરી ગયો છે. આહા..! એ આવી ગયું હતું, નહિ? શું કીધું? મરણતુલ્ય. ભાષા નથી આવી? આમાં ક્યાંક આવી ગઈ છે. આ બાજુ (હતી). જીવ મરણતુલ્ય થઈ રહ્યો હતો. ક્યાંક છે, આ બાજુ છે, અહીં હેઠે. આહાહા..! છે ક્યાં? બધું કંઈ યાદ રહે છે? ભાવ યાદ રહે. શેમાં હતું ઇ? હૈં? ૨૮ કળશ? હા, જીવનો અધિકા૨ છે ને? ૨૮. આમાં તો હિન્દી છે, ઓલામાં ગુજરાતી હતું. ૨૮મો કળશ ને? પહેલેથી? આ બાજુ છે. આમાં ફે૨ છે. ૨૮૧ કળશ.. કળશ, બસ! આ. બીજી લીટી છે, બીજી બાજુમાં બીજી લીટી. હિન્દી છે ને?
જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું;...' આહાહા..! છતી ચીજ છે એનો નકા૨ કરીને રાગ જ છું એમ મરણતુલ્ય કરી નાખ્યું. આત્માને મરણતુલ્ય કરી નાખ્યો. આહાહા..! છે? ‘જીવ અધિકા૨’ છે ને? ૨૮મા (કળશની) (૩૦ મા પાને) છેલ્લેથી ચોથી લીટી. મરણતુલ્ય કર્યો છે. એમ છે ને? મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું;...' આહાહા..! એટલે? આમ છતી ચીજ છે એ નહિ અને આ રાગ તે હું, એ મરણતુલ્ય (થઈ ગયો). છે એનો નકાર કરતો હતો તો મરણતુલ્ય થઈ રહ્યો હતો. આહાહા..! સમજાણું કાંઈ?
અહીંયાં જે કહ્યું, આપણે ચાલતો અધિકાર. કેટલામો આવ્યો? ૧૯૪. જેમ જીવદ્રવ્ય કર્મનું ભોક્તા પણ નથી. જીવદ્રવ્ય કર્મનો ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી.' આહાહા..! ત્યારે કર્તા કેમ થાય છે એ વાત વિશેષ ક૨શે.