________________
કળશ-૧૯૪
થયો તો દ્રવ્ય-ગુણથી થયો એમ નથી. આહાહા! બે નયનું જ્ઞાન કરાવવું છે ને? હેં?
મુમુક્ષુ :- દ્રવ્ય-ગુણ તો ત્રણે કાળે છે, પર્યાયમાં જ થાય ને...
ઉત્તર :- પર્યાયમાં થાય છે. પર્યાયમાં થાય છે પણ માને છે કે મારો ગુણ એવો છે કે વિકાર થાય છે, એમ અજ્ઞાની માને છે. અને અહીં તો પર્યાયમાં નબળાઈને લઈને થોડો થાય છે એ કોઈ ગુણ ને દ્રવ્યને લઈને નહિ, દ્રવ્યના સ્વભાવને લઈને નહિ. મારી નબળાઈને લઈને પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ? આહાહા! ત્યારે કહ્યું કે, અજ્ઞાનીને પર્યાયમાં થાય છે. પણ ઈ અજ્ઞાનપણે માને છે કે હું એનો કર્તા છું. એમ અજ્ઞાનપણે માને છે અને જ્ઞાનીને થાય છે એ માનતો નથી કે મારો કોઈ ગુણ છે માટે થયો છે. પણ પર્યાયમાં કમજોરી છે તો રાગ થયો છે. આહાહા...!
મુમુક્ષુ :- એક ખીલે બાંધો ને.
ઉત્તર :- એક ખીલે બાંધ્યો છે. પ્રમાણજ્ઞાન. નિશ્ચય સ્વભાવ અને દ્રવ્યના જ્ઞાનમાં એ કર્તા-ભોક્તા નથી પણ પર્યાયની પરિણતિમાં પરિણમે છે એ અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. પ્રમાણજ્ઞાન કરાવવા માટે વાત કરી છે. આહાહા...! વ્યવહારનયનું પણ જ્ઞાન તો જેવું હોય એવું માનવું, જાણવું જોઈએ ને? રાગ (રૂપે) પરિણમે છે તો વ્યવહારનય જાણે છે કે, છે. અને બેનું ભેગું થાય ત્યારે પ્રમાણજ્ઞાન કહેવાય છે. આહાહા...!
મુમુક્ષુ - હમણાં તો કીધું કે રાગને કરતો નથી.
ઉત્તર :- એ તો સ્વભાવથી અને દ્રવ્યથી થતો નથી. પણ પર્યાયમાં થાય છે ને? ત્રણ પ્રકાર છે ને? દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણ છે. તો દ્રવ્ય અને ગુણથી તો છે નહિ. સમકિતીને પણ નથી અને મિથ્યાષ્ટિને પણ નથી. મિથ્યાષ્ટિને પણ કાંઈ દ્રવ્ય, ગુણને લઈને નથી. એ માને છે કે, આ રાગને હું કરું છું. દ્રવ્યથી કરું છું એમ એ માને છે. આહાહા. એમ માને છે. સમજાણું કાંઈ? અને આ તો પર્યાયમાં મારું પરિણમન કમજોરીથી (થાય છે). વ્યવહારનયનો વિષય પર્યાયને પર્યાય તરીકે જે રીતે થઈ છે તેને તે રીતે જાણવી. વ્યવહારનયનો વિષય જાણેલો પ્રયોજનવાન છે. અને અજ્ઞાની તો કર્તા થાય છે એમ આગળ કહેશે.
જ્ઞાનાવ વર્તાાં જુઓ પાઠમાં છે. છે? અજ્ઞાનથી માને છે કે હું એનો કર્તા છું. દ્રવ્ય-ગુણ કર્તા છે એમ એ માને છે. એની દૃષ્ટિ દ્રવ્ય-ગુણ ઉપર ક્યાં છે? દ્રવ્ય-ગુણને તો ભૂલી ગયેલો છે પણ આ દ્રવ્ય જાણે એનો કર્તા છે એમ એ માને છેપણ ધર્મીને દ્રવ્ય-ગુણનું જ્ઞાન છે કે મારો કોઈ ગુણ ને દ્રવ્ય કોઈ વિકાર કરે એવી મારી શક્તિ નથી. પણ પર્યાયમાં મારી કમજોરીને લઈને રાગાદિ થાય તેનો કર્તા અને ભોક્તા (છું), તે જાણવા લાયક છે એમ માનું છું. આહાહા...! આવી વાતું છે. “શાંતિભાઈ! આહાહા...! એક કોર ના ને એક કોર હા. બાપુ કઈ અપેક્ષાએ હા, ના? આહાહા...! કોઈ દ્રવ્યની, ગુણની એવી