________________
૯૬
કલશમૃત ભાગ-૬
છે. આહાહા...!
મુમુક્ષુ :- વિકારને ભોગવે એ તો વ્યવહારનય છે.
ઉત્તર – ભોગવે જ નહિ. વ્યવહાર પણ ભોગવે નહિ. બિલકુલ નહિ. એ તો જ્ઞાનપ્રધાન કથન કરે ત્યારે એમ કહેવામાં આવે છે કે, પર્યાયમાં જેટલો રાગ છે તેટલો કર્તા છે. એ તો જ્ઞાનની પ્રધાનતામાં જાણવા માટે કથન કર્યું. ૪૭ નય. ૪૭ મયમાં કર્તાનય છે ને? સમ્યગ્દષ્ટિને છે. પણ એ જુદી વાત છે. એ તો એ પરિણમન છે એ અપેક્ષાએ કર્તા કહ્યો. પણ કરવા લાયક છે એવો કોઈ ગુણ, શક્તિ નથી. પણ પર્યાયમાં પરિણમે છે તો કર્તા (છે) એમ જ્ઞાન જાણે છે. પર્યાયમાં છે એમ) જ્ઞાન જાણે છે, દ્રવ્યમાં તો એમ છે નહિ. આહાહા.! કહ્યું ઈ? હૈ?
ફરીને. દ્રવ્ય અને એના ગુણ જે સ્વભાવ છે એ દૃષ્ટિએ તો રાગનું પરિણમન તો એમાં છે નહિ. આહાહા.. પણ પર્યાયમાં રાગ થાય છે ને? કે, થાય છે તો જ્ઞાન જાણે છે કે, આટલું પરિણમન મારી કચાશ છે), મારે કારણે છે, એટલું. પણ કરવા લાયક છે, મારો ગુણ કરવા લાયક છે માટે કર્તા છું એમ નહિ પણ પર્યાયમાં મારી નબળાઈથી રાગ આવે છે અને તેનું પરિણમન કરે તે કર્તા, એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. આહાહા.!
ભોક્તા પણ એમ કહ્યું. રંગરેજની પેઠે રાગનો કર્તા કહ્યો અને ભોક્તા. દરદી જેમ ઔષધ ખાય છે એમ પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થાય નહિ ત્યાં સુધી જરી ભોક્તા (છે). રાગનું પરિણમન છે એ પર્યાયની દૃષ્ટિથી, પર્યાયનું જ્ઞાન કરવાથી તેનો ભોક્તા પર્યાયમાં છે.
અહીંયાં લેવું છે કે, કર્તા ને ભોક્તા છે એવો કોઈ એનો ગુણ નથી. એ તો પર્યાયમાં યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? શું શું કહ્યું? જે દ્રવ્ય વસ્તુ છે ને તેના જે અનંત અપાર ગુણ છે એ માહ્યલો કોઈ ગુણ એવો નથી કે રાગને કરે અને ભોગવે. પણ એની પર્યાયમાં. હવે દ્રવ્ય-ગુણ છોડી દીધા. આહાહા...! પણ પર્યાયમાં સમકિતીને પણ જે રાગ થાય છે ને? તો કહે છે, પરિણમન છે તો કર્તા કહેવામાં આવે છે. પર્યાય, હોં દ્રવ્ય-ગુણમાં તો છે નહિ. આહાહા...! પણ પર્યાયની યોગ્યતામાં જેટલો રાગરૂપ થાય છે તેટલો કર્તા છે એમ) જ્ઞાનમાં (જાણે છે). પર્યાયમાં પર્યાયને જાણવાનું જ્ઞાન કરે છે. પણ એ રાગ કોઈ ગુણ છે, કર્તા કે સ્વભાવ, શક્તિ કોઈ રાગનો સ્વભાવ છે એમ નથી. આહાહા. પણ જ્યાં સુધી પર્યાયમાં પુરુષાર્થની નબળાઈ છે... આહાહા.! ત્યાં સુધી પર્યાયમાં થાય છે એ દ્રવ્ય-ગુણથી થતો નથી. આહાહા...!
મુમુક્ષુ :- દ્રવ્યથી પર્યાય થતી નથી.
ઉત્તર :- એનાથી નથી. આહાહા...! ફક્ત પર્યાયમાં ધર્માત્માને પણ રાગ થાય છે અને તેનો ભોક્તા પણ થાય છે પણ એ તો પર્યાયમાં પર્યાયનું જ્ઞાન કરાવવું (કહ્યું). એ પર્યાયમાં