________________
કળશ-૧૯૪
નથી લીધું. આહાહા..! વેલયિતૃત્વવત્ જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.' આહાહા..! ભગવાનઆત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય (છે) એ વિભાવનો ભોક્તા પણ નથી. ભોક્તાવતુ કર્તા નથી એમ દૃષ્ટાંત લીધો છે. બહારનું કોઈ દૃષ્ટાંત નથી લીધું. છે? કેમકે ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે) એ રાગનો ભોક્તા કેવી રીતે થાય? જેમાં કોઈ સ્વભાવ નથી, શક્તિ નથી, દ્રવ્ય નથી તો એ રાગનો ભોક્તા કેવી રીતે થાય? સમજાણું કાંઈ? આહાહા..! ભોક્તાવત્. રાગનો ભોક્તા નથી એ કારણે રાગનો કર્તા નથી. આહાહા..! સમજાણું કાંઈ? છે ને?
૯૫
‘વેચિતૃત્વવત્” જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.’ દૃષ્ટાંત પણ આ (લીધું છે). દૃષ્ટાંતમાં આ લીધું. આહા..! કેમકે વિકારનો ભોક્તા કેવી રીતે થાય? કેમકે એમાં કોઈ ગુણ તો એવો નથી તો વિકારનો ભોક્તા કેવી રીતે થાય? આહાહા..! વિકારનો ભોક્તા નથી કેમકે નિર્વિકારી અનંત ગુણ અને શક્તિઓ છે. (જો) વિકારનો ભોક્તા નથી તો કર્તા નથી. દૃષ્ટાંત આ દીધું. આહાહા..! સમજાણું કાંઈ! વિકારનો ભોક્તા નથી. આહાહા..! પાઠ એ છે ને? વેયિતૃત્વવત્” જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.’ એમ છે ને? એમ કરીને કર્તા પણ નથી (એમ કહ્યું). ભોક્તા પણ નથી તો કર્તા ક્યાંથી થયો? એમ કહે છે. કેમકે એનો આનંદ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, શાંત સ્વભાવ એ વિકારને કેવી રીતે ભોગવે? જો વિકારનો ભોક્તા નથી તો કર્તા કેવી રીતે થાય? આહાહા..! ઝીણી વાતું બહુ. અહીં તો ધમાલ.. બહા૨નું આ કર્યું ને આ કર્યું ને આ કર્યું... આહાહા..! આ રથયાત્રા કાઠી ને ગજરથ કાઢ્યા ને આ મંદિરો બનાવ્યા ને......
મુમુક્ષુ :- ઇ તો આપણે બનાવ્યા.
ઉત્તર ઃ- કોણ બનાવે? રામજીભાઈ’ ધ્યાન રાખતા હતા.
મુમુક્ષુ :- મેં બનાવ્યા હતા.
ઉત્તર :– કાંઈ બનાવ્યા નથી. ધ્યાન રાખતા હતા, એમ મેં કહ્યું હતું. આહાહા..! ભારે વાત છે. ગજબ વાત છે, બાપા!
પ્રભુ! તું કોણ છો? તારામાં ગુણ તો બેસુમાર છે પણ કોઈ ગુણ એવો નથી કે વિકારને વેદે. જો વિકા૨ને વેઢે નહિ તો કર્તા ક્યાંથી થાય? કહે છે. સમજાણું કાંઈ? આહાહા..! ‘હુકમચંદજી’! આવી વાતું છે, આકરી પડે લોકોને. આહાહા..! વસ્તુસ્થિતિ એવી છે. માથે કહ્યું ને? જીવદ્રવ્ય જ એવું છે ને, જીવદ્રવ્યનો સ્વભાવ જ એવો છે ને! જીવદ્રવ્ય એવું છે, એવો એનો સ્વભાવ જ એવો છે ને! તો રાગનો કર્તા ક્યાંથી થાય? કેમકે એના સ્વભાવમાં કોઈ (એવો ગુણ) નથી. તો કહે છે, કોની પેઠે?
‘વેવયિતૃત્વવત્” આહાહા..! દૃષ્ટાંતમાં (એમ લીધું કે), વિકારને ભોગવે એ આત્મા નહિ. આહાહા..! વિકારને ભોગવે નહિ એ કારણે આત્મા વિકારનો કર્તા નથી. દૃષ્ટાંત આમ લીધું