________________
૯૪
કલશમૃત ભાગ-૬
પુગલ બે દ્રવ્યમાં) છે એ અપેક્ષાએ વિભાવ નામ વિશેષ ભાવ, ખાસ ભાવ લીધો. પણ વિભાવનો અર્થ એવો નથી કે વિભાવશક્તિ છે તો વિભાવશક્તિ વિકાર કરે. વિભાવિક શક્તિ સિદ્ધમાં પણ છે. સમજાણું કાંઈ? કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. આહાહા.! વિભાવિક શક્તિ પણ એક ગુણ છે પણ વિકાર કરે એવો એ ગુણનો સ્વભાવ નથી. આહાહા...! એ તો નિમિત્તાધીન થઈને પર્યાયમાં વિકાર કરે એ કોઈ કંઈ ગુણ નથી, એ તો પર્યાયબુદ્ધિથી વિકાર થયો છે, ગુણબુદ્ધિથી થયો નથી. આત્મામાં વિભાવિક ગુણ છે તો એ ગુણને કારણે વિકાર ઉત્પન્ન થાય છે એવો ગુણ નથી. આહાહા.! ફક્ત વિભાવિક શક્તિ નામનો (ગુણ છે). જેમ જ્ઞાન ગુણ છે, જેવો દર્શન ગુણ છે એવો વિભાવિક શક્તિ નામનો ગુણ છે, બસ! પણ એ ગુણ વિકાર કરે એવો ગુણ છે, એમ નથી. સમજાણું કાંઈ? ચાર દ્રવ્યમાં નથી માટે વિભાવ-વિશેષે ભાવ, વિશેષ–ખાસ ભાવ ગણવામાં આવ્યો પણ એ ભાવ કોઈ વિકાર કરે અને ઉદય રાગને કરે એવું ત્રણકાળમાં નથી. આહાહા.! સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ!
અહીં તો આત્મા જેવો છે તેવો કેવો છે? એમ કહે છે ને કે, કોઈ ગુણ એવો નથી કે રાગને કરે, એવો એ છે. એવી દૃષ્ટિમાં જ્યારે આત્મા આવે છે તો સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા થતો જ નથી, એમ કહે છે. આહાહા! વિભાવ એક સમયની નિમિત્તાધીન પર્યાયષ્ટિથી વિકાર થાય છે. વિકાર કોઈ ગુણથી, શક્તિથી, સ્વભાવથી થતો નથી. આહાહા...! તો જ્યારે પર્યાયદૃષ્ટિ નિમિત્તને આધીન થઈ વિકત તથઈ) એ દૃષ્ટિ જ્યારે છૂટી ગઈ અને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ તો દ્રવ્ય સ્વભાવમાં રાગને કરે એવો કોઈ (સ્વભાવ) નથી. આહાહા...! સમજાણું કાંઈ? અશુદ્ધ પરિણામ લીધા ને? જુઓ!
રાગાદિ પરિણામને કરે એવો સહજનો ગુણ નથી.” “ન સ્વમાવઃ “ન સ્વમાવઃ'. વ્યવહાર રત્નત્રય, દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો વિકલ્પ, પંચ મહાવ્રતનો વિકલ્પ રાગ... આહાહા.! શાસ્ત્ર વાંચવાનો રાગ... આહાહા.! શાસ્ત્ર સમ્મુખ બુદ્ધિ વ્યભિચારિણી છે, એ રાગ... આહાહા..! એ રાગને રચે એવો કોઈ સ્વભાવ તો નથી. સ્વભાવ નથી તો સ્વભાવદૃષ્ટિવંત રાગનો કર્તા નથી. આ ઝીણી વાત છે, ભાઈ! આ તો “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને બધા અધિકાર કહ્યા પછી હવે કળશ ચડાવે છે. મંદર થયા પછી કળશ ચડાવે છે ને? એમ આ કળશ ચડાવે છે. આહાહા...! લોજીક, ન્યાયથી વાત કરે છે). પ્રભુ! તું કાયમી છો અને તારામાં જે સ્વભાવ છે તે અનંત કાયમી, તો એ કાયમી કોઈ સ્વભાવ... આહાહા.! વ્યવહાર રત્નત્રયના રાગને કરે એવો તારા કાયમી સ્વભાવમાં કોઈ સ્વભાવ તો છે નહિ. સમજાણું કાંઈ? તો કેમ થાય છે એ વાત કરશે. કેમ થાય છે એ વાત કરશે. આહાહા...! થાય તો છે ને! અને કર્તા છે એમ માને છે ને તો કેવી રીતે થાય છે એ કહેશે. અજ્ઞાનથી (થાય છે).
સહજનો ગુણ નથી.” આહાહા.દષ્ટાંતમાં પણ એમ લીધું, દૃષ્ટાંત પણ બહારનું