________________
૧૦૪
કલામૃત ભાગ-૬
ભોક્તા નથી તેમ કર્તા નથી.
ભાવાર્થ આમ છે કે જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય. આહાહા.! ભગવાન અતીન્દ્રિય આનંદનો પિંડ, ચૈતન્યના નૂરનું પૂર એ રાગને ભોગવે કેવી રીતે? ત્યારે કહે છે કે, જો એ રાગને ભોગવતો નથી તો એ રાગનો કર્તા કેવી રીતે હોય? હૈ?
મુમુક્ષુ :- કેન્સર થાય ત્યારે દુઃખ થાય છે.
ઉત્તર :- કેન્સરનું દુઃખ નથી. કેન્સર તો જડની દશા છે. તેમાં હું છું, મને થાય છે એવો ભાવ દુઃખનું કારણ છે. આ (દેહ) તો જડ, માટી, ધૂળ છે. કેન્સર હો કે શું કહેવાય તમારે? ક્ષય રોગ, આ બધું કહેવાય છે ને? મોટા સોળ રોગ આવે છે. નરકમાં ઊપજે ત્યારે સોળ રોગ હોય છે. ભગવાન કહે છે, નરકમાં ઊપજે ત્યારે પહેલેથી સોળ રોગ (હોય છે). કેન્સર શું ક્ષય ને દમ ને શ્વાસ ને એવા સોળ રોગ અનંત વાર ભોગવ્યા, પ્રભુ એ આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન વિના. બાકી તો પુણ્ય પણ અનંતવાર કર્યા અને પાપ પણ અનંતવાર કર્યા અને કરીને ચાર ગતિમાં રખડ્યો. આહાહા...! ભવનો અંત કરનારી જે ચીજ અંદર છે. આહાહા...! પ્રભુ! તેં એનું જ્ઞાન કર્યું નથી, એની પ્રતીતિ થઈ નથી એ વિના તને અનુભવ થયો નહિ અને એ વિના તારા ભવના અંત આવ્યા નહિ. સમજાણું કાંઈ?
અહીં એ કહે છે કે, “જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી.” આહાહા...! વસ્તુ છે તે રાગની કર્તા નથી. આહાહા...! ત્યારે કોઈ કહે કે, આ દેખાય છે ને? રાગ કરે છે, શુભભાવ કરે છે, પાપભાવ કરે છે ને? એ હવે કહે છે. અહીં સુધી તો પહેલા આવ્યું હતું, અહીં સુધી કાલે સવારે આવ્યું હતું. આ તો શેઠ આવ્યા એટલે ફરીને લીધું. પહેલા શું હતું એ ખ્યાલમાં આવે એટલે. આહાહા...!
હવે અહીંથી નવું. ‘યં છર્તા અજ્ઞાનાત્ વ “આ જ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે. આહાહા... પુણ્ય અને પાપના ભાવ, શુભ કે અશુભભાવ રાગ એને તો અશુચિ કીધા છે. ભગવાન તો નિર્મળાનંદ અંદર શુદ્ધ છે અને પુણ્ય-પાપને તો અજીવ કહ્યા છે, જડ કહ્યા છે. ભગવાન ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પુણ્ય-પાપને તો પ્રભુએ દુઃખ કહ્યા છે, પ્રભુ આનંદ સ્વરૂપ ભિન્ન છે. આહાહા.! એવું જેને ભાન નથી. એ કહે છે, જુઓ! “વર્તા અજ્ઞાનાત્ વ' “આ જ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી?” “જ્ઞાનાત્ વ' “કર્મજાનત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ.” આહાહા...! કહે છે કે, આત્મદ્રવ્ય જે રાગનો ભોક્તા પણ નથી ને રાગનો કર્તા પણ નથી તો આ પ્રત્યક્ષ દેખાય છે ને? તો કહે છે કે, પ્રભુ તારા સ્વરૂપનું તને ભાન નથી. એ અજ્ઞાનને કારણે અર્થાતુ મિથ્યાશ્રદ્ધાને કારણે. છે? જુઓ!