________________
કળશ-૧૯૪
૧૦૫
કર્મનિત ભાવમાં આત્મબુદ્ધિ...' આહાહા..! એ શુભ-અશુભભાવ કર્મજન્ય છે, આત્મજન્ય નથી. વસ્તુનું સ્વરૂપ નથી. એ ઉપાધિ ભાવ છે, મેલ છે. એમાં આત્મબુદ્ધિ (અર્થાત્) એ મારું કર્તવ્ય છે, એવી આત્મબુદ્ધિ એ અજ્ઞાનભાવ છે. આહાહા..! અહીં પહોંચવું, માણસને નવરાશ ન મળે. આખી જિંદગી વેપાર ને ધંધા આડે ફસાઈ ગયા. એમાં અકસ્માત થઈ જાય તો! આહાહા..!
જુઓને હમણા તો ત્રણે ગુજરી ગયા, નહિ? સાહૂજી’, ‘નવનીતભાઈ’, ‘નવનીતભાઈ વેરી’. અહીંયાં બે લાખનો બંગલો છે. અહીં રહેતા હતા. બે-ત્રણ દિવસમાં વિશેષ થઈને ગુજરી ગયા. અને આ પોપટભાઈ’. પોપટલાલ મોહનલાલ વોરા’ ‘વઢવાણ’ના. ‘હસમુખભાઈ’ આવ્યા હતા, એમના દીકરા છે). છ ભાઈઓ, કરોડપતિ માણસ. અહીં હમણાં જ ચાર દિ' રહી ગયા. દિવાળી. રિત, સોમ, મંગળ, બુધ. અહીંથી ગુરુવારે ગયા. શનિવારે રાત્રે બાર વાગે ‘હસમુખે’ પૂછ્યું, બાપુજી! કેમ છે? (તો કહ્યું), હું જાઉં છું. આહાહા..! ‘હસમુખભાઈ’! પાંચ મકાન છે ને ત્યાં? સાત... સાત. છ છોકરા, એક એકને પાંચ પાંચ લાખના.. શું કહેવાય તમારે? બ્લોક! છ છોકરાના પાંચ પાંચ લાખના છે અને એક પોતાનો. પાંત્રીસ લાખના સાત (બ્લોક) છે. ભાઈ ઉપર સૂતા હશે, આ નીચે (હતા). એકદમ દુઃખાવો ઉપડ્યો. વિચાર કર્યો, સાંભળ્યું. એમ તો અહીં રહેનારા ને? અહીં મકાન છે. વિચાર કર્યો, થોડું ધ્યાન કર્યું. એકદમ અંદરથી દુઃખાવો (ઊપડ્યો). ‘હસમુખ’ની બાને બોલાવ્યા. દુઃખાવો છે, બોલાવો. બસ! ત્યાં તો... ચૂં... કર્યું. આ ગયા. કેમ બાપુજી? તો કહે, હું જાઉં છું. શરીરની સ્થિતિ જે સમયે છૂટવાની તે સમયમાં મોટા ઇન્દ્ર, નરેન્દ્ર આવે તો ફેરફાર થાય એમ ત્રણકાળમાં ન બને. આહાહા..! આ દેહ છૂટી જાય એ પહેલાં જો આત્માનું કામ ન કર્યું. આહાહા...!
અહીં એ કહે છે, એ રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી? કર્મનિત ભાવમાં આત્મબુદ્ધિ... આહાહા..! એ શુભ-અશુભભાવ રાગ છે એ તો કર્મનિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ છે. એમાં આત્મબુદ્ધિ–આ મારી ચીજ છે અને મને લાભદાયક છે એવી આત્મબુદ્ધિ અજ્ઞાન છે તે કારણે કર્તા, ભોક્તા થાય છે. સમજાણું કાંઈં? છે તો વાત લોજીકથી પણ અભ્યાસ નહિ, અંદરમાં આત્મા શું ચીજ છે? શું આત્મા છે? અને ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ ઇન્દ્રની, ઊર્ધ્વલોકના શકરેન્દ્ર છે, અત્યારે માથે બત્રીસ લાખ વિમાન છે. એમાં એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શકરેન્દ્ર છે, એકભવતારી છે. એક ભવે મોક્ષ જના૨ છે. શકરેન્દ્ર ભગવાનની સભામાં જાય છે. ત્યાં મહાવિદેહમાં. અહીં હતા ત્યારે અહીં આવતા. એની સભામાં ભગવાન આમ કહેતા હતા. આહાહા..! એ વાણી ‘કુંદકુંદાચાર્ય’ સંવત ૪૯માં અહીંથી ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. આ ‘કુંદકુંદાચાર્યદેવ' એમણે આ બનાવ્યું. ભગવાનનો આ સંદેશ છે. અમારો અનુભવ પણ આ છે. આહાહા..!