________________
૧૦૬
કલશમૃત ભાગ-૬
આ આત્મા વસ્તુ છે એ તો ચિઘન શુદ્ધ નિર્મળ (છે). જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, જેમાં નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે...... આહાહા...! “શ્રી જિન વીરે ધર્મ પ્રકાશ્યો, શ્રી જિન વીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ રે...” એ પુણ્યના, પાપના ભાવ કષાય છે, વિકાર છે, સંસારનું કારણ છે. આહાહા...! એનાથી રહિત ભગવાને વીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ.” એ પુણ્ય-પાપનો ભાવ, કષ–કષ નામ સંસાર અને આય નામ લાભ. કષાય કહે છે ને? કષાય. આ કસાઈ નહિ, કષાય. કષ નામ સંસાર અને આય નામ લાભ. જેમાં પરિભ્રમણનો લાભ મળે એવા ભાવને કષાય કહેવામાં આવે છે. એ કષાયભાવથી રહિત અકષાયભાવ આત્માની દૃષ્ટિ ને અનુભવ થવો તે અકષાયભાવધર્મ છે. આહાહા...! એવું ભાન નથી. આહાહા...! તો “અજ્ઞાનાત’ અજ્ઞાનથી રાગાદિનો કર્તા છે એવો પણ છે. છે ને?
જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ. આહાહા.! મિથ્યાશ્રદ્ધા છે, જૂઠી માન્યતા છે તે કારણે એ શુભ-અશુભભાવનો ભોક્તા થાય છે અને કર્તા થાય છે અને ચાર ગતિમાં રખડે
છે. આહા...! સમજાણું કાંઈ? “સુખીયા જગતમાં સંત, દુરીજન દુખીયા” સંત નામ રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ, દૃષ્ટિ છે એ જીવ સમકિતી સુખી જગતમાં છે. બાકી બધા પ્રાણી દુઃખી, દુઃખી દુઃખના દરિયામાં ડૂબી ગયા છે. એ વાત અહીં કરે છે. આહાહા...! મિથ્યાત્વ લીધું ને? “આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ....” આહાહા...! મિથ્યાદર્શન શલ્ય, મિથ્યાત્વનું મહા વિપરીત શ્રદ્ધાનું શલ્ય છે. શું? કે પુણ્ય અને પાપ મારા છે એવી આત્મબુદ્ધિ અને મારું કર્તવ્ય છે એવો ભાવ તે મિથ્યાત્વભાવ છે. આહાહા! છે? સૂક્ષ્મ તો છે, ભગવાન! શું થાય? માર્ગ તો જેવો છે તેવો છે. દુનિયાને અભ્યાસ ન મળે અને આવી વાત અત્યારે સાંભળવા મળે નહિ. આ કરો, આ કરો, આ કરો. ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, સિદ્ધચક્રની પૂજા કરો ને ફલાણું કરો... આહાહા...!
અહીં કહે છે કે, “કર્મજનતભાવમાં આત્મબુદ્ધિ... કર્મ નામ ઉત્પન્ન થયેલા પુણ્યપાપના ભાવ, એમાં આત્મબુદ્ધિ. “એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ... આહાહા...! મિથ્યાશ્રદ્ધાને કારણે કર્મના સંગે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના ભાવ, તેને કર્માનિત કહેવામાં આવે છે. ભગવાન આત્મા આનંદકંદ (છે) તેનાથી ઉત્પન્ન થતા નથી. અંદર સ્વભાવમાં એવું કાંઈ છે નહિ. પર્યાયમાં વર્તમાન દશામાં કર્મના સંયોગનું લક્ષ કરીને ઉત્પન્ન થયેલા પુણ્યપાપના ભાવ, તેનો મિથ્યાત્વભાવથી કર્તા-ભોકતા થાય છે. આહાહા.! આવો માર્ગ છે, ભાઈ! સમજાણું કાંઈ? શેઠા આહાહા.. “સાગરના મોટા વેપારી છે, બીડીના મોટા વેપારી છે. ભગવાનદાસ શોભાલાલ. “શોભાલાલ' છે ને? આ શેઠ નાના છે અને બીજા મોટા શેઠ છે. અહીંયાં બે લાખનું મકાન છે. બીડીના મોટા વેપારી છે. કરોડપતિ છે. દુખી છે અમારે હિસાબે તો. શેઠ! આહાહા.!