________________
કળશ-૧૪
૧૦૭ અહીં ભગવાન શું કહે છે? કે, પુણ્ય અને પાપના ભાવ મારા છે એમ માને છે એ અજ્ઞાનથી મિથ્યાદૃષ્ટિથી માને છે. આહાહા...! સમજાણું કાંઈ? છે? “કર્માનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે.” અજ્ઞાન જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ...” મિથ્યાશ્રદ્ધારૂપી વિકારી ભાવ, વિભાવભાવ. પોતાના સ્વભાવભાવથી વિરુદ્ધ ભાવ. આહાહા...! સાંભળવું કઠણ પડે એ સમજે ને બેસાડે ક્યારે? હજી બેસાડવું કઠણ પડે અંદર, એવી વાત છે, પ્રભુ! મોક્ષનો માર્ગ ધર્મ સમ્યગ્દર્શન. આ મિથ્યાત્વ છે તેની સામે સમ્યગ્દર્શન. (જેને) સમ્યગ્દર્શન છે તે રાગનો કર્તા થતો નથી. સમ્યગ્દષ્ટિ થાય છે તો રાગ થાય છે પણ મારું કર્તવ્ય છે અને મારી ચીજ છે એમ નથી માનતો. આહાહા.!
શ્રેણિક રાજા ભગવાનના વખતમાં થયા. શ્રેણિક રાજા! અબજો રૂપિયાની દિવસની રાજને પેદાશ. એ તો અત્યારે પણ છે ને એક દેશ નહિ? ક્યો આરબ? કયો દેશ છે? એક કલાકની દોઢ કરોડની પેદાશ. એક કલાકની દોઢ કરોડા પેટ્રોલ નીકળ્યું છે. દેશ તો નાનો છે પણ પેટ્રોલના કૂવા નીકળ્યા છે ને તો એક કલાકની દોઢ કરોડની પેદાશ છે અને એ સિવાય બીજો દેશ છે એની એક દિવસની એક અબજની પેદાશ છે. ક્યો દેશ? નામ ભૂલી ગયા, નામ કંઈ આવડતા નથી. કોઈ કહેતું હતું. શું નામ? (સાઉદી અરેબિયા). નામ કહેતા હોય, આપણને બહુ યાદ ન હોય. આરબંદેશા આરબ દેશમાં એક દિવસમાં એ રાજાને, દેશ નાનો પણ ઓલા પેટ્રોલના કૂવા નીકળ્યા તે એક દિવસની એક અબજની પેદાશ. અત્યારે છે. પણ મરીને બધા જવાના હેઠે. નરક, નીચે નરક છે ને સાત પાતાળ છે ને? આ મધ્યલોક કહેવાય. નીચે સાત નરક છે એ અધોલોક કહેવાય અને ઉપર દેવ છે એ ઊર્ધ્વલોક કહેવાય. ઊર્ધ્વ, મધ્ય અને અધો-ત્રણ લોક. ભગવાને ત્રણલોક ત્રણકાળ જોયા છે. સમજાણું કાંઈ? કારણ કે એ તો માંસ ખાનારા ને અજ્ઞાની છે, મુસલમાન છે. માંસ ખાય. મુસલમાન દારૂ ન પીવે. માંછલા, ઇંડા ખાય. આહાહા.! એ મરીને, બાપુ આકરું કામ છે, ભાઈ! એવા ભવ અનંત કર્યા છે, ભાઈ! તેં અનંત કર્યા છે, એ કંઈ નવા નથી. અનાદિકાળનો... આહાહા...! આત્મા છે, છે ને છે. કે દિ નહોતો? ક્યાં નહોતો? ક્યાં ભવ વિના રહ્યો છે? ગયા કાળમાં કયાં ભવ વિના રહ્યો છે. અનંત અનંત ભવમાં દરેક ભવમાં પોતે રખડીને મર્યો છે. એનું કારણ આત્મબુદ્ધિ-પુણ્ય-પાપમાં આત્મબુદ્ધિ કરી. આહાહા. મિથ્યાશ્રદ્ધાને કારણે પુણ્ય-પાપની આત્મબુદ્ધિમાં એ મારું કર્તવ્ય છે અને હું એનો ભોક્તા છું એવી માન્યતાને કારણે ચાર ગતિમાં રખડે છે. આહાહા...! છે કે નહિ અંદર? છે તેનો અર્થ થાય છે. વાણિયા ચોપડા મેળવે નહિ? આ શું કહેવાય? દિવાળી આવે ત્યારે મેળવે ને? ઓલો કહે તારી પાસે દસ હજારનું લેણું, ઓલો કહે મારામાં પાંચ હજારનું નીકળે છે. જુઓ! ચોપડા મેળવે. ત્યાં માળા ગ્યાસતેલ બાળે. ચાર પૈસાનો ફેરફાર હોય તો કહે, નક્કી કરો. અહીં ભગવાન કહે છે, તે નક્કી તો કર પહેલું. અમે શું કહીએ છીએ અને