________________
કલામૃત ભાગ-૬
૧૦૮
તારી માન્યતા શું છે એ તારા ચોપડામાં મેળવ તો ખરો! આહાહા..!
અહીંયાં કહે છે, મિથ્યાત્વભાવ તેના કારણે જીવ કર્યાં છે.’ આહાહા..! છે? એ મિથ્યાશ્રદ્ધા. જૈન પરમેશ્વરે જેવો આત્મા કહ્યો તેવી શ્રદ્ધા નથી. આહાહા..! એ પુણ્ય અને પાપના ભાવ આત્મા નહિ. નવ તત્ત્વ છે કે નહિ? તો આ પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જા, બંધ ને મોક્ષ (એમ) નવ છે. તો પુણ્યતત્ત્વ ભિન્ન છે, પાપતત્ત્વ ભિન્ન છે અને ભગવાન અંદર ભિન્ન છે. આહાહા..! એ જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ રૂપ, તેમાં જે પુણ્ય ને પાપભાવ ઉત્પન્ન થાય છે તેમાં આત્મબુદ્ધિ કરીને એ મારા છે એમ માનીને અજ્ઞાની કર્તા-ભોક્તા થાય છે. આહાહા..! જો પોતાના ન માને તો પોતાનો આનંદકંદ પ્રભુ છે, એ રાગ થાય છે તો તેનો જ્ઞાતા-દૃષ્ટા રહે છે અને રાગ થાય તેને ઝે૨ માને છે, દુઃખ માને છે. આહાહા..! નિજ સ્વરૂપ સર્વજ્ઞ જિનેન્દ્રદેવ ૫૨માત્માએ, જેમ નિર્મળતા સ્ફટિકની (છે) એમ ભગવાનઆત્માનો નિર્મળ સ્વભાવ (છે). પણ એ ચીજ વર્તમાન પર્યાય સિવાય વેપાર-ધંધા કર્યો જ નથી. વર્તમાન પર્યાય એટલે અવસ્થા. વર્તમાન-પ્રગટ. બસ! એમાં એની રમત છે. અંદર પાછળ આખું તત્ત્વ શું પડ્યું છે? એક ક્ષણિક અવસ્થા ઉ૫૨ એનો અનાદિકાળનો વેપાર છે. પણ એ પર્યાયની પાછળ અવસ્થાયી, ત્રિકાળ ટકનારું તત્ત્વ (છે) એવી દૃષ્ટિ થયા વિના મિથ્યાબુદ્ધિથી રાગ અને પુણ્ય-પાપના ભાવનો કર્તા ને ભોક્તા થાય છે. આહાહા..!
કરે કર્મ સો હી કરતાા, જો જાને સો જાનનહારા, જાને સો કર્તા નહીં હોય, કર્તા સો જાને નહીં કોઈ॰ આ શ્લોક છે. આહાહા..! કરે કર્મ સો હી કરતારા,..' મિથ્યાદષ્ટિ, રાગ અને પુણ્ય-પાપનો કર્તા થાય છે તો એ મિથ્યાદૃષ્ટિ કર્તા થાય છે. આહાહા..! જો જાને સો જાનનહારા' ધર્માંજીવ સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી શરૂઆત, પહેલી સીઢી, એ સમ્યગ્દર્શનમાં આવતા જ રાગનો અકર્તા થઈ જાય છે. આહાહા..! સમજાણું કાંઈ? જાને સો જાનનહારા’. જાને સો કર્યાં નહીં હોઈ, કર્તા હૈ સો જાને નહીં કોઈ' આહાહા..! એક મ્યાનમાં બે તલવા૨ રહી ન શકે. આહાહા..! અજ્ઞાનભાવે પુણ્ય-પાપનો કર્તા પણ રહે અને જ્ઞાનભાવે જાણનાર રહે, એમ ક્યારેય બની શકે નહિ. સમજાણું કાંઈ? એ કહે છે.
ભાવાર્થ આમ છે કે–જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી.’ આહાહા..! અનંત અનંત ગુણ જેમાં છે પણ કોઈ ગુણ, શક્તિ એવી નથી કે વિકારને કરે. એવી કોઈ શક્તિ જ એમાં નથી. આહાહા..! ભારે વાતું, બાપુ! એકે એક વાતમાં ફેર. ઓલા કહે છે ને? આનંદ કહે ૫૨માનંદા માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તે૨’ એમ આવે છે ને? ભાઈ! એમ અહીં ભગવાન કહે છે, તારે ને મારે શ્રદ્ધામાં મોટો ફેર છે, પ્રભુ! આહાહા..! જેની કિંમતું લાખોય મળે નહિ એવા છે અને એક ત્રાંબિયાના તેર, પૈસાના તેર. આહાહા..! એમ આ વાત કહે છે, ક્યાંય