________________
કળશ- ૨૧૭
૪૦૯
મુમુક્ષુ :- તેનું પુણ્ય નથી થતું?
ઉત્તર - પુણ્ય થાય છે, બંધન થાય છે. બંધન દુઃખ છે. આ તો જાત જુદી છે. આહા...! દાનમાં રાગ મંદ થાય તો, મંદ કરતો હોય તો પુણ્ય બંધાય). આબરૂ માટે ને પોતાની બહારમાં પ્રસિદ્ધિ માટે કરે તો તો પાપ છે, પણ મંદ હોય તો પુણ્ય છે, એ પણ દુઃખરૂપ છે. વિકલ્પ છે ને, રાગ વૃત્તિ ઊઠે છે કે, હું આમ દઉં. એ વિકલ્પ દુઃખ છે.
મુમુક્ષુ :- પુણ્ય છે તો ડૉક્ટર છે, આટલી બધી કમાણી છે...
ઉત્તર – ધૂળમાંય કાંઈ નથી. એમાં કમાવાનું શું હતું ત્યાં અબજોપતિ કેટલાય છે, બિચાર મરી ગયા ક્ષણમાં. કીધું નહિ? આ ગોવાવાળા નહિ? હૈ? બે અબજ ચાલીસ કરોડ. શાંતિલાલ ખુશાલ હતા. ગોવા” છે ને? “ગોવા”. “દીવ, દમણ ને ગોવા”, નહિ? “દીવ', દમ” ને “ગોવા” નથી કહેતા? “ગોવા” ગામ. ત્યાં એક ગૃહસ્થ છે. હમણા ગુજરી ગયા. ગોવા”. “દીવ, દમણ', ગોવા”. “પોર્ટુગીઝ'નું ગામ છે ને? નકશામાં આવતું હતું. નકશામાં આવતું.
એક વાણિયા હતા, વાણિયા. બે અબજ ચાલીસ કરોડ, બે અબજ ચાલીસ કરોડ રૂપિયા. મરી ગયો પાંચ મિનિટમાં. એની સ્ત્રીને આ થયેલું... શું કહેવાય તમારે? હેમરેજ. હેમરેજ થયેલું. ગોવામાં ચાલીસ લાખનું મકાન છે. ચાલીસ લાખનો બંગલો છે. દસ દસ લાખના બે છે. સાંઈઠ લાખના (બંગલા છે). મોટો ગૃહસ્થ છે, હમણા દોઢ-બે વર્ષ પહેલા ગુજરી ગયા. એની સ્ત્રીને હેમરેજ થયું હતું તે મુંબઈ આવ્યા હતા. બે-ચાર દિવસ પછી રાત્રે દોઢ વાગે ઊભો થયો, મને દુઃખે છે. બોલાવો ડૉક્ટરને. ડૉક્ટર આવ્યા પહેલા દેહ છૂટી ગયો. તારી ધૂળ શું કામ કરે? ડૉક્ટરા બે અબજ ચાલીસ કરોડા
મુમુક્ષુ :- ડૉક્ટર આવ્યા પહેલા...
ઉત્તર :- નહિતર ડૉક્ટર કરી દેત, આ એમ કહે છે. ડૉક્ટર બોલે એમ, બે ઘડી મોડું થઈ ગયું. મને પહેલા બોલાવ્યા હોત તો... ધૂળેય કરે નહિ ડૉક્ટર કોણ કરતો હતો? બે ઘડી પહેલા બોલાવ્યો હોત તો મેં બરાબર સંભાળ્યું હોત. હવે તો કાંઈ થાય નહિ. એ ડોક્ટરના અભિમાન છે. ડોક્ટરા
મુમુક્ષુ - જીવને એકવારમાં તો આત્મજ્ઞાન થતું નથી, કોઈ કર્મ કરતા કરતા, ઠોકર ખાતા ખાતા.
ઉત્તર :- લસણ ખાતા કસ્તુરીનો ઓડકાર આવે? મુમુક્ષુ :- એકસાથે આત્મજ્ઞાન ન આવે..
ઉત્તર :- એકસાથે આવે છે. પાપ ને પુણ્યને છોડે છે અને આત્મામાં જાય છે તો એકસાથે આનંદ અને જ્ઞાન આવે છે. એવી બહુ સૂક્ષ્મ વાત છે. બહુ ફેરફાર થઈ ગયો. મોટો માણસ રહ્યો હોય, પૈસા ખૂબ આપીએ, દાન આપીએ એટલે આપણને પછી લાભ